નિતેશ દુબે : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારપછી પાર્ટી ચાર રાજ્યોની આવનારી વિધાનસભા ચૂંટણીમાં કોઈ જોખમ લેવા માંગતી નથી. લોકસભાની ચૂંટણી પહેલા તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીઓ છે અને આ ચારેય રાજ્યોમાં ભાજપ લોકસભા ચૂંટણી પહેલા ધારેલા બધા યુદ્ધ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા માંગે છે.
એવું માનવામાં આવે છે કે, જો આ ચારેય રાજ્યોમાં ભાજપ સારો દેખાવ કરવામાં નિષ્ફળ જશે, તો તેની સીધી અસર લોકસભા ચૂંટણી પર પડશે. ચાર રાજ્યોમાંથી માત્ર મધ્યપ્રદેશમાં ભાજપ સત્તા પર છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસનું શાસન છે, જ્યારે તેલંગાણામાં BRS સત્તામાં છે. ભાજપ માટે મજબૂત પ્રદર્શનનો અર્થ મધ્યપ્રદેશને જાળવી રાખવાનો, સાથે કોંગ્રેસ શાસિત બે રાજ્યોમાંથી ઓછામાં ઓછું એકમાં જીતવું. અને તેલંગાણામાં, ગૃહ પ્રધાન અમિત શાહના ‘મિશન 70’ને હાંસલ કરવા અથવા પોતાને મજબૂત વિપક્ષ તરીકે સ્થાપિત કરવાનું રહેશે.
તેલંગાણામાં ભાજપ માટે કોણ સાબિત થશે ટ્રમ્પ કાર્ડ?
તેલંગાણામાં ભાજપે આરએસએસના Blue Eyed Boy બંડી સંજયને ભાજપા અધ્યક્ષ પદથી હટાવીને કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીને ભાજપ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે, પરંતુ ભાજપનું ટ્રમ્પ કાર્ડ કોઈ બીજું જ જણાય છે. એવું રાજ્યમાં જ્યાં ભાજપે વારંવાર હિન્દુત્વ કાર્ડ રમવાનો પ્રયાસ કર્યો છે, તેની સફળતા તે વાત પર નિર્ભર રહેશે કે તે સ્થાનિક તેલંગાણાની ભાવનાને કેટલી સારી રીતે ટેપ કરે છે, જેનું મૂળ તેલંગાણા નિર્માણ આંદોલનમાં છે. ટીઆરએસના પૂર્વ ટોચના નેતા કે. ચંદ્રશેખર રાવના સહયોગી ઇટાલા રાજેન્દ્ર કરતાં કોમ સારૂ ભાજપ થઈ શકે છે, જે હાલમાં જ ભાજપમાં સામેલ થયા છે.
મધ્યપ્રદેશમાં ભાજપ આ ચાલ રમી શકે છે
ભાજપે 2020માં કર્ણાટકમાં ફરી સરકાર બનાવી અને કોંગ્રેસ સરકારને તોડી પાડી. અને શિવરાજ સિંહ ચૌહાણ ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા. પરંતુ લગભગ તમામ ઓપિનિયન પોલ આગામી વિધાનસભાની ચૂંટણીમાં નજીકની હરીફાઈની આગાહી કરી રહ્યા છે. જો ભાજપે મધ્યપ્રદેશમાં પોતાની રણનીતિ મજબૂત કરવી હોય તો, પહેલા તેના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માને હટાવવા પડશે.
તાજેતરમાં મધ્યપ્રદેશમાં 13 પદો માટે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાંથી 7 ભાજપ અને 6 કોંગ્રેસે જીતી હતી. જો કે, મધ્યપ્રદેશમાં સ્થાનિક સંસ્થાની પેટાચૂંટણીમાં છિંદવાડા (કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કમલનાથનું ચૂંટણી ક્ષેત્ર) માં એક વોર્ડની જીતથી ભાજપાના સંગઠનમાં ખુશીની લહેર છે.
રાજસ્થાનમાં સીએમ ચહેરો ખુબ મહત્ત્વપૂર્ણ
કોંગ્રેસ પાર્ટી રાજસ્થાનમાં સત્તા પર છે પરંતુ તે સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહી છે. આ ઉપરાંત પાર્ટીમાં આંતરિક વિખવાદ પણ તેમના માટે મુશ્કેલીનો વિષય બની રહ્યો છે. ગેહલોત વિ પાયલટની કહાની એટલી જૂની થઈ ગઈ છે કે તે હવે ટીવી ન્યૂઝ ચેનલો પર હેડલાઈન્સ નથી બનાવતી. પરંતુ આ હોવા છતાં, ત્યાં સુધી ભાજપ જીતવાની સ્થિતિમાં નથી, જ્યાં સુધી તે પૂર્વ સીએમ વસુંધરા રાજેને તેના મુખ્ય પ્રધાનપદના ચહેરા તરીકે જાહેર ન કરે. વસુંધરા રાજે રાજ્યમાં એટલા શક્તિશાળી છે કે, મોટાભાગના ધારાસભ્યો તેમની તરફેણમાં છે અને તેમણે 2018માં ગૃહ પ્રધાન અમિત શાહના નિર્ણયનો વિરોધ પણ કર્યો હતો.
જો ભાજપ ખરેખર કોંગ્રેસની અંદરોઅંદરની લડાઈ અને સત્તા વિરોધી લહેરનો ફાયદો ઉઠાવવા માંગે છે, તો તેણે વસુંધરા રાજેને જ રાજ્યના મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે રજૂ કરવાની જરૂર છે, જ્યાં રાજવી પરિવાર પ્રત્યેની વફાદારી હજુ પણ આદર્શ છે.
છત્તીસગઢમાં નેતૃત્વ સંકટ?
છત્તીસગઢ બીજેપી માટે સૌથી મુશ્કેલ રાજ્ય લાગી રહ્યું છે. બધા જ ઓપિનિયનમાં ભાજપ હારી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ, છત્તીસગઢમાં પણ ભાજપ તેની હાજરી વધુ મજબૂત કરી શકે છે. આ માટે તેમણે ત્યાં મજબૂત સીએમ ચહેરાની જરૂર છે, જે ગ્રાઉન્ડ લેવલ પર હાજર હોય. હાલમાં, છત્તીસગઢને લઈને ભાજપ માટે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે, તેનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે?
આ પણ વાંચો – ભાજપે ગ્રાઉન્ડ લેવલે પણ મોટા ફેરફારોની કરી તૈયારી! 80 ટકા જિલ્લાઓમાં કરશે આ કામ
પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ હાલમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, જે સોશિયલ મીડિયા પર વધુ સક્રિય છે અને ગ્રાઉન્ડ લેવલ પર ભાગ્યે જ જોવા મળે છે. સાથે જ તેમની ટોળકી પણ ગાયબ થઈ ગઈ છે. જ્યારે વિપક્ષના નેતા નારાયણ ચંદેલ એટલા લોકપ્રિય નથી અને ભાજપના પ્રદેશ પ્રમુખ અરુણ સાઓએ કાર્યકરો સાથે એવો તાલમેલ બાંધ્યો નથી કે, જે તેમને જન નેતા બનાવી શકે. જોકે બંને નેતાઓ ઓબીસી છે. એવું લાગે છે કે, બીજેપીના મનમાં અન્ય એક ઓબીસી નેતા છે, જેમણે જમીન પર તેમજ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે, જે ભાજપને આનંદ અપાવી શકે છે. ઓપી ચૌધરી જે પૂર્વ આઈપીએસ અધિકારી છે, જે હાલમાં રાજ્યના મહાસચિવ તરીકે સેવા આપી રહ્યા છે. યુવા, સ્વચ્છ અને કાર્યકરોમાં પ્રમાણમાં લોકપ્રિય એવા ઓ.પી. ચૌધરી ભાજપ માટે શ્રેષ્ઠ દાવ બની શકે છે.





