અતીક અહેમદ અને અશરફ અહેમદની 15 એપ્રિલની રાત્રે પ્રયાગરાજમાં ત્રણ હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. અતીક અને અશરફ પર જે પિસ્તોલથી ગોળીબાર કરવામાં આવ્યો છે તેનં નામ ઝીગાના છે. ભારતમાં આ પિસ્તોલ પ્રતિબંધિત છે. આ ઝીગાના પિસ્તોલ તુર્કીમાં બને છે અને તેની કિંમત 6 થી 7 લાખની વચ્ચે હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ અતીક અહમદ અને તેના ભાઇ અશરફ પર ત્રણ વ્યક્તિએ ફાયરિંગ કર્યુ હતુ અને તેમનું નામ
લવલેશ તિવારી, સની અને અરુણ મૌર્ય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સની એક મોટી ગેંગ સાથે જોડાયેલો હોવાની વાત પણ સામે આવી રહી છે. હાલ ત્રણેય હત્યારા પોલીસ કસ્ટડીમાં છે.
ઝીગાના પિસ્તોલની શું ખાસયિત છે?
ભારતમાં પ્રતિબંધિત આ ઝીગાના પિસ્તોલ સેમી ઓટોમેટિક પિસ્તોલ છે. તે તુર્કીની એક કંપની દ્વારા બનાવવામાં આવે છે. આ પિસ્તોલનું મેન્યુફેક્ચરિંગ વર્ષ 2001માં કરવામાં આવ્યું હતું અને તેની કિંમત 6 થી 7 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. આ પિસ્તોલ ભારતમાં પ્રતિબંધિત છે, તેથી તે ગેરકાયદેસર રીતે લાવવામાં આવે છે. તેનો ઉપયોગ માત્ર તુર્કીમાં જ નહીં પરંતુ તેનો ઉપયોગ મલેશિયન આર્મી, અઝરબૈજાન આર્મી, ફિલિપાઈન આર્મી અને અન્ય ઘણા મોટા દેશોમાં થાય છે.
પોલીસ ફરિયાદ નોંધાઇ
અતીક અહમદ અને અશરફ અહમદની ગોળી મારી હત્યા કરનાર ત્રણેય શુટરો સામે ઉત્તર પ્રદેશની પોલીસે રવિવારે સવારે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે જણાવ્યું કે પ્રયાગરાજના ધુમનગંજ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર-ઈન્ચાર્જ (SHO) રાજેશ કુમાર મૌર્યએ શાહગંજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.
આ પણ વાંચોઃ અતીક અહમદના ‘આતંક’નો અંત : વાંચો રાજનેતા થી ગેંગસ્ટર બનવા સુધીની કહાણી
પોલીસ FIR અનુસાર, અતીક અહમદ અને અશરફ અહમદની હત્યામાં લવલેશ તિવારી (બાંદા), મોહિત ઉર્ફ સની (હમીરપુર) અને અરુણ મૌર્ય (કાસગંજ- એટા)ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, ત્રણેય અપરાધીઓ વિરુદ્ધ આઇપીસીની કલમ 302 (હત્યા) અને 307 (હત્યાનો પ્રયાસ) ઉપરાંત વેપન્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ત્રણેય હત્યારાઓને રાત્રે જ પકડી લીધા હતા અને જેલમાં ધકેલી દીધા હતા.