scorecardresearch

અતીક અને અશરફ અહેમદના મોતના સાત ડગલાંઃ પત્રકારોના ID તપાસાયા નહીં, પોલીસની ‘બેદરકારી’થી ખેલાયો ‘હત્યાંકાંડ’

Atiq-Asharaf: શનિવારે રાત્રે ગેંગસ્ટર-રાજકારણી અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હોસ્પિટલ અને તેના પ્રવેશદ્વાર વચ્ચે ટૂંકું અંતર, સુરક્ષાની ખામીની વાર્તા કહે છે જે યુપી પોલીસને લાંબા સમયથી પરેશાન કરશે.

atiq and ashraf latest news
અતીક અને અશરફ હત્યાકાંડ તાજા સમાચાર

અતીક અહેમદ અને અશરફ અહેમદની 15 એપ્રિલની રાત્રે પ્રયાગરાજમાં ત્રણ હુમલાખોરોએ પોલીસ વચ્ચે ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. આ એક એવી ચોંકાવનારી ઘટના છે જેને કદાચ લોકો ક્યારેય ભૂલી શકશે નહીં.

પોલીસ સૂત્રો અને પ્રત્ત્યક્ષદર્શીઓએ જણાવ્યા અનુસાર, અતીક અને અશરફ, જેમની પોલીસ કસ્ટડી સોમવારે સમાપ્ત થવાની હતી, તેમને 10 વાગ્યાની આસપાસ ધૂમલગંજ પોલીસ સ્ટેશનમાંથી નિયમિત તબીબી તપાસ માટે કોલવિન હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન અતીક અને અશરફની સાથે 20 પોલીસકર્મીઓ હાજર હતા. નોંધનીય છે કે, પોલીસ સ્ટેશનથી હોસ્પિટલ સુધીનું 7 કિમીનું અંતર લગભગ 20 મિનિટમાં કાપવામાં આવ્યું હતું.

હોસ્પિટલ પરિસરમાં પાર્કિંગની પૂરતી જગ્યા હોવા છતાં પોલીસ વાહનોને ગેટની બહાર જ અટકાવી દેવામાં આવ્યા હતા. અતીક અને અશરફને હોસ્પિટલ લઇ જવાની વાત પત્રકારો જાણતા હતા. તેથી તેઓ પ્રારંભથી જ પોલીસની કારને અનુસરતા હતા. આ પછી પત્રકારોએ ગેટ પાસે જ અતીક અને અશરફને બાઇટ માટે ઘેરી લીધા હતા. પત્રકારો તેમને સવાલ કરી રહ્યા હતા કે તે તેના પુત્ર અસદને દફનાવવા કેમ ન ગયો તે પ્રશ્નનો જવાબ આપ્યા પછી, એક શૂટર, જેની ઓળખ હવે બાંદાના રહેવાસી લવલેશ તિવારી તરીકે થાય છે, તેણે તેના માથામાં અને પછી તેના ધડમાં અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અશરફ શું થઈ રહ્યું છે તે સમજી શકે તે પહેલાં, તેને પણ લવલેશ અને તેના સાથીદારો, હમીરપુરના સની પૂર્ણે અને કાસગંજના અરુણ મૌર્યએ માથામાં ગોળી મારી દીધી હતી.

અતીક અને અશરફ હત્યાકાંડ તાજા સમાચાર

અતીક અને અશરફ પર જે પિસ્તોલથી ગોળીબાર કરવામાં આવ્યો છે તેનું નામ ઝીગાના છે. ભારતમાં આ પિસ્તોલ પ્રતિબંધિત છે. આ ઝીગાના પિસ્તોલ તુર્કીમાં બને છે અને તેની કિંમત 6 થી 7 લાખની વચ્ચે હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: અતીક અહમદ અને અશરફની હત્યામાં વપરાયેલી પિસ્તોલ ભારતમાં પ્રતિબંધિત, તુર્કીમાં બનતી આ પિસ્તોલની કિંમત જાણી ચોંકી જશો

આ ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું હતું કે, અતીક અને અશરફ પર ગોળીબાર કરવાને પગલે ભાગદોડ અને અફરાતફરી મચી ગઇ હતી. અતક અને અશરફને માર્યા બાદ શૂટરોએ શૂટરોએ તેમની બંદૂકો ફેંકી દીધી હતી અને જય શ્રી રામના નારા લગાવતા શરણાગતિ માટે હાથ ઉંચા કર્યા હતા. સમગ્ર પ્રકરણ 1 મિનિટ કરતા પણ ઓછા સમયમાં પૂરું થઇ ગયું હતું. ગોળીબાર કરનારાઓની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી અતીક અને અશરફને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અતિક હાઇ લેવલ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિતો હતો. તેથી તેમને શુક્રવારની સાંજે મેડિકલ ચેક અપ માટે કોલ્વિન હોસ્પિટલ લઇ જવાયા હતા. પરંતુ શનિવારે જ્યારે તેણે બેચેની થવાની ફરિયાદ કરી તો તુરંત જ ડોકટરને બોલાવી તપાસ કરાવી હતી.

તબીબે જણાવ્યું હતું કે, કોઇ પણ આરોપિઓનું મેડિકલ ચેકઅપ લેખિતમાં આદેશ મળ્યા બાદ જ કરવામાં આવે છે. તેવી જ રીતે અતીક અને અશરફના મેડિકલ ચેક અપ માટે પણ આપવામાં આવ્યા હતા.આ સંદર્ભે યૂપી પોલીસે કહ્યું કે, આરોપીઓને હંમેશા હોસ્પિટલ લઇ જવાની જરૂર હોતી નથી અને સંવેદનશીલ મામલામાં ડોકટરને આવવું પડે છે.

એક અધિકારીએ જણાવ્યા મુજબ, ઘણા કેસોમાં આરોપીને ગુપ્ત રીતે હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, જેથી કોઈને આરોપીની હિલચાલ વિશે ખબર ન પડે. કેટલાક અધિકારીઓએ 26/11ના આરોપી અજમલ કસાબના કેસને ટાંક્યો, જેની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની જેજે હોસ્પિટલમાં પ્રવૃત્તિઓ મીડિયાને ક્યારેય ખબર ન હતી.

એવી સંભાવના છે કે, આ હોસ્પિટલની મુલાકાતો હુમલાખોરો દ્વારા મોનિટર કરવામાં આવી હતી જેઓ કેમેરા, નકલી માઈક અને મીડિયા પર્સન તરીકે દર્શાવતા નકલી આઈડી સાથે સારા પોશાક પહેરીને આવ્યા હતા.

પૂર્વ યુપી DGP વિક્રમ સિંહ, જેઓ કાયદો અને વ્યવસ્થાપનના અનુભવી ગણાય છે. તેમણે કહ્યું કે, ધૂમલગંજ પોલીસ સ્ટેશનમાં સુરક્ષા કડક હતી, પરંતુ જ્યારે અતીકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે ખામીઓ હતી.

પૂર્વ યુપી DGP વિક્રમ સિંહ, જેઓ કાયદો અને વ્યવસ્થાપનના અનુભવી ગણાય છે. તેમણે કહ્યું કે, ધૂમલગંજ પોલીસ સ્ટેશનમાં સુરક્ષા કડક હતી, પરંતુ જ્યારે અતીકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે ખામીઓ હતી.

આ મામલે પહેલી ભૂલ તો એ ગણાય કે આરોપીને ક્યારેય પ્રેસને મળવાની મંજૂરી ન હોવી જોઈએ. નકલી રિપોર્ટરો નકલી આઈડી અને કેમેરા લઈને આવ્યા હોય તો તેમને ઓળખવાનું પોલીસનું કામ હતું.જ્યારે કોઈ વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામે છે, તેનો અર્થ એ થાય કે પોલીસે કાયદાના શાસનને ઉથલાવી દીધું છે, ”સિંઘે ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું. (અપડેટ ચાલુ…)

Web Title: Atiq and ashraf death case criminal history killed lates update

Best of Express