ભારત પર ફરી આતંકી હુમલાનું જોખમ ઉભું થયુ છે અને આ વખતે તેમનું ટાર્ગેટ છે અયોધ્યાનું રામમંદિર. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી સંગઠન અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર પર મોટા હુમલાની યોજના બનાવી રહ્યું છે. ટોચના ગુપ્તચર સૂત્રોએ મંગળવારે, 10 જાન્યુઆરી, 2023ના રોજ CNN-News18ને આ બાબતની માહિતી આપી હતી.
ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર પર મોટા હુમલાનું ષડયંત્ર બનાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જૈશ-એ-મોહમ્મદ (JeM) અથવા લશ્કર-એ-તૈયબા (LeT)ના આલા આ આતંકી હુમલાનું કાવતરું ઘડી રહ્યા છે. તેઓ નેપાળથી દારૂગોળો અને આત્મઘાતી બોમ્બર લાવવાની યોજના ધરાવે છે. સૂત્રોએ જણાવ્યું કે, વર્ષ 2024માં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પહેલા આતંકી જૂથનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનો છે. તમને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાંથી વિવાદિત કલમ – 370 હટાવ્યા બાદ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIS સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઈ છે.
ઉપરાંત ભારતીય સેનાએ પાકિસ્તાની સેના દ્વારા ઘૂસણખોરીની ઘટનાઓને પણ સફળતાપૂર્વક કાબૂમાં લઇ લીધી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તેમની સુરંગોની ઓળખ કરી લેવામાં આવી છે અને ડ્રગ્સની દાણચોરીની ઘટનાને ડામી દેવામાં આવી છે.
રામ મંદિર હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે
ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે રામ મંદિર હિન્દુઓ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકાર માટે મહત્વપૂર્ણ હોવાથી, તેઓને લાગે છે કે મંદિર પર કોઈ મોટો અથવા નાનો હુમલો તેમને ફરીથી લાઇમલાઇટમાં લાવશે.

મોદી સરકાર વિરુદ્ધ પ્રચાર શરૂ કરવાની યોજના
ગુપ્તચર સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ISIS નશીલા પદાર્થોની દાણચોરી દ્વારા ટેરર ફંડિંગ વધારવાની અને નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ મોટા પાયે ખરાબ પ્રચાર અભિયાન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. ઇન્ટેલિજન્સ સૂત્રોએ જણાવ્યું કે ડ્રગ્સની દાણચોરીએ આતંકી સંગઠનો માટે નાણાંકીય ભંડોળ ઉભું કરવાનો સૌથી મહતવપૂર્ણ માર્ગ છે અને તેની મારફતે જ ISI કાશ્મીરમાં ફરી પગપેસારો કરવા માંગે છે અને સરહદની બંને બાજુઓ પર બેઠેલા આતંકવાદીઓ અથવા ડ્રગ પેડલરો દ્વારા ઘૂસણખોરી કરીને ડ્રગ્સનો જથ્થો મોકલી રહ્યું છે.
પાકિસ્તાન આતંકવાદનું ‘એપી સેન્ટર’ છે : એસ. જયશંકર
ઓસ્ટ્રિયાની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ. 3 જાન્યુઆરીએ જયશંકરે પાકિસ્તાનને આતંકવાદનું એપી-સેન્ટર ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત આતંકવાદના એપી-સેન્ટરની બહુ જ નજીક છે, તેથી અન્ય દેશોએ આપણી પાસેથી શીખવું જોઈએ કે આતંકવાદથી કેવી રીતે બચવું. અન્ય દેશોએ પણ પાકિસ્તાનથી બચીને રહેવું જોઈએ.