Dheerendra shastri and KRK: બાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને ચોથું ધોરણ નાપાસ કહ્યા, બોલીવુડ એક્ટર KRKએ વીડિયો શેર કરી મજાક ઉડાવી

KRK post video of Dheerendra shastri: બોલીવુડ એક્ટર કેઆરકે એ ટ્વિટર પર એક વીડિયો શેર કરીને બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની મજાક ઉડાવી છે.

Written by Ajay Saroya
Updated : July 11, 2023 17:37 IST
Dheerendra shastri and KRK: બાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને ચોથું ધોરણ નાપાસ કહ્યા, બોલીવુડ એક્ટર KRKએ વીડિયો શેર કરી મજાક ઉડાવી
બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી. (@bageshwardham)

KRK post video of Bageshwar dham baba dheerendra shastri: બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના દિવ્ય દરબાર અને નિવેદનોને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે તેઓ, શીખ અંગે આપેલા નિવેદનને લઈને ચર્ચામાં છે. તેમણે કહ્યું કે શીખ સનાતન ધર્મની સેનાનો હિસ્સો છે, જેના કારણે શીખ ધર્મના લોકો ખૂબ નારાજ થયા છે. આ દરમિયાન ફિલ્મ અભિનેતા અને ક્રિટિક કમાલ રાશિદ ખાન ઉર્ફે કેઆરકેએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ચોથું ધોરણ નાપાસ ગણાવ્યા છે.

KRK એ એક વીડિયો શેર કર્યો છે જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રી એક અગ્રણી ન્યૂઝ ચેનલના પત્રકાર સાથે વાતચીત કરી રહ્યા છે. અંતમાં એન્કર તેમને કહે છે, “થેક્યું, યુ આર એ ગુડ સ્પીકર (thank you you are a good speaker/ આભાર, તમે સારા વક્તા છો.” ધીરેન્દ્ર શાસ્ત્રીને લાગે છે કે ઈન્ટરવ્યુ પૂરો થઈ ગયો છે, ત્યારે તેમણે તેમની બાજુમાં બેઠેલી વ્યક્તિને પૂછ્યું, ‘thank you you are a good speaker’ નો શું અર્થ થાય છે?” આ વીડિયો સાથે કેઆરકેએ કેપ્શન લખ્યું છે, “આ રહ્યો ચોથું ધોરણ નાપાસનો પુરાવો.”

KRKની આ પોસ્ટ પર ઘણા લોકોએ કમેન્ટ કરી છે. વિનોદ મિશ્રા નામના એક યુઝરે લખ્યું, ‘તુમ કોન સે ત્રીસ માર ખાન હો, યૂ ટૂ સ્પીઝ પીપલ’, તો અમુક લોકોએ ધીરેન્દ્ર શાસ્ત્રીના એવા વીડિયો કમેન્ટમાં પોસ્ટ કર્યા છે, જેઓ તેમની પોલ ખોલવા માંગે છે.

તમને જણાવી દઈએ કે બાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં સત્સંગ માટે ગયા છે. આ દરમિયાન બાગેશ્વર ધામ કમિટીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના પરિવારમાં કોણ છે? કેવી રીતે બાબા બન્યા? ઉંમર કેટલી? જાણીએ બધુ જ

‘જય હો, પરમ પૂજ્ય બાગેશ્વર ધામ સરકારના સમગ્ર ભારતભરમાં કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે. ઘણી બધી અજાણી કમિટીઓ અને મંડળો નાણાં એકઠાં કરવા માટે સામાન્ય લોકોને છેતરી રહ્યા છે. બાગેશ્વર ધામ જનસેવા સમિતિ ઘોષણા કરે છે કે તેમની કોઇ શાખા, કોઇ મંડળ કે ઓફિસ નથી. કોઇના કહેવામાં આવવું નહીં. જો કોઇ વ્યક્તિને બાગેશ્વર ધામ ખાતે ચાલી રહેલી સેવામાં સહાયતા કરવી હોય તો સીધા ઓફિસનો સંપર્ક કરવો. ગુરુદેવને મળવા માટે, અરજી કરવા માટે કોઇ પણ પ્રકારના પૈસા કે ચાર્જ લેવામાં આવતો નથી. જો કોઇ વ્યક્તિ તમારી પાસેથી નાણાં માંગે તો સીધા ધામ ખાતે કે કાર્યક્રમ સ્થળની નજીકની ઓફિસનો સંપર્ક કરવો.’

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ