Atiq Ahmed praised CM Yogi: ગુજરાતની સાબરમતી જેલમાં બંધ બાહુબલી અતિક અહમદને બસપા ધારાસભ્ય રાજુ પાલ હત્યાંકાડ મામલામાં ગુરુવારે લખનઉ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી. અતિક અહમદે કહ્યું કે સીએમ યોગી ઇમાનદાર અને બહાદુર મુખ્યમંત્રી છે.
અતિક અહમદે મીડિયા સાથે વાતચીત દરમિયાન સીએમ યોગીને ઇમાનદાર અને બહાદુર મુખ્યમંત્રી ગણાવ્યા હતા. સાથે કહ્યું કે તે ઘણી મહેનત કરે છે. બાહુબલીએ સીએમ યોગીની પ્રશંસા કરતા ત્યાં રહેલા દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. કારણ કે જે દિવસે સીએમ યોગી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. તે જ દિવસથી માફિયા અતિક અહમદની મુશ્કેલી શરૂ થઇ ગઇ હતી.
આ પણ વાંચો – મલ્લિકાર્જુન ખડગેના શિરે ‘કાંટાળો તાજ’, કોંગ્રેસના નવા અધ્યક્ષ સામેના 5 મુખ્ય પડકારો
અતિક અહમદ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે
અતિક અહમદને લખનઉ કોર્ટમાં હાજર કરવા માટે બુધવારે રાત્રે ગુજરાતથી લાવવામાં આવ્યો હતો. તેને સાબરમતી જેલથી લખનઉ જેલમાં શિફટ કરવામાં આવ્યો હતો. અતિક અહમદ ગુજરાતની સાબરમતી જેલમાં છે પણ યૂપીની યોગી સરકાર સતત તેની સામે એક્શન લઇ રહી છે. દર થોડા દિવસો પર તેની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી રહી છે.
2005માં બસપા ધારાસભ્ય રાજુ પાલની ગોળી મારીને હત્યા કરી દીધી હતી
જાન્યુઆરી 2005માં ઇલાહાબાદથી બસપા ધારાસભ્ય રાજૂ પાલની હત્યા કરી દેવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે પાંચ બદમાશોએ રાજુ પાલના કાફલા પર ધડાધડ ફાયરિંગ કરી હતી. આ ફાયરિંગમાં રાજુ પાલનું મોત થયું હતું. રાજુની હત્યાનો મુખ્ય આરોપી અતિક અહમદ હતો. રાજુ પાલ અને અતિક અહમદ વચ્ચે રાજનીતિક વિવાદ ચાલી રહ્યો હતો.