scorecardresearch

BBC Documentary Row | કેન્દ્રએ યુટ્યુબ-ટ્વીટરને બીબીસીની ડોક્યુમેન્ટ્રી વીડિયો-લીંક હટાવવા કર્યો નિર્દેશ, બીબીસી વિરુદ્ધ 300 લોકોએ લખ્યો પત્ર

BBC Documentary Row PM Modi : બીબીસીની ગુજરાત રમખાણ (gujarat riots) અને પીએમ મોદી પરની ડોક્યુમેન્ટ્રીનો કેન્દ્ર સરકાર (Central Goverment) સહિત દેશના અનેક અધિકારીઓએ વિરોધ કર્યો છે, સૂત્રો અનુસાર – કેન્દ્ર સરકારે યુટ્યુબ (You Tube) અને ટ્વીટર (Twitter) ને નિર્દેશ કર્યો છે, જ્યા પણ આનો વીડિયો કે લીંક હોય તે હટાવવામાં આવે.

BBC Documentary Row | કેન્દ્રએ યુટ્યુબ-ટ્વીટરને બીબીસીની ડોક્યુમેન્ટ્રી વીડિયો-લીંક હટાવવા કર્યો નિર્દેશ, બીબીસી વિરુદ્ધ 300 લોકોએ લખ્યો પત્ર
પીએમ નરેન્દ્ર મોદી (ફોટો – સોશિયલ મીડિયા વીડિયો ગ્રેબ)

BBC Documentary Row: ગુજરાત રમખાણો (Gujarat Ritos) પરની બીબીસી ડોક્યુમેન્ટરીને ‘પ્રોપેગેંડાનો ભાગ’ ગણાવતા નિવૃત્ત ન્યાયાધીશો, નિવૃત્ત અધિકારીઓ અને નિવૃત્ત સશસ્ત્ર દળોના અધિકારીઓ સહિત 302 દિગ્ગજ અધિકારીઓએ બીબીસી ડોક્યુમેન્ટ્રી વિરુદ્ધ નિવેદન બહાર પાડ્યું છે. અગાઉ, સરકારે કહ્યું હતું કે, બીબીસી આવી ફિલ્મનો ‘દુષ્પ્રચાર’ કરી શકે નહીં.

સરકાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન પર બનેલી બીબીસી ડોક્યુમેન્ટ્રી દુષ્પ્રચાર, પક્ષપાતી અને સંસ્થાનવાદી માનસિકતા દર્શાવે છે. અમે નથી જાણતા કે આની પાછળનો એજન્ડા શું છે? તો, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે પણ પીએમ મોદી પર બનેલી બીબીસી ડોક્યુમેન્ટ્રી પર વાંધો ઉઠાવ્યો હતો.

નિવેદનમાં શું કહેવામાં આવ્યું છે?

શનિવારે જારી કરાયેલા નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતી બીબીસી ડોક્યુમેન્ટરીને “બ્રિટિશ શાહી પુનરુત્થાનનો ભ્રમ” ગણાવ્યો હતો. હસ્તાક્ષર કરનારાઓમાં 13 નિવૃત્ત ન્યાયાધીશો, 33 રાજદૂતો સહિત 133 નિવૃત્ત અમલદારો અને 156 સશસ્ત્ર દળના નિવૃત્ત અધિકારીઓનો સમાવેશ થાય છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ફરી એકવાર BBCની ભારત પ્રત્યેની નકારાત્મકતા અને બિનપરંપરાગત પૂર્વગ્રહનો પર્દાફાશ થયો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રમખાણો સંબંધિત કોઈપણ પ્રવૃત્તિઓમાં સામેલ નહીં હોવા બદલ ક્લીનચીટ આપી હતી.

બીબીસી ડોક્યુમેન્ટરી શેર કરતી ટ્વીટ્સને બ્લોક કરવાનો આદેશ – સૂત્ર

સૂત્રોએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે કેન્દ્રએ શુક્રવારે યુટ્યુબ અને ટ્વિટરને બીબીસીની ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ શેર કરતી લિંકને દૂર કરવાનો આદેશ આપ્યો છે.

સૂત્રોએ માહિતી આપી હતી કે, માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઉપરોક્ત ડોક્યુમેન્ટરીનો પ્રથમ એપિસોડ પ્રકાશિત કરનારા બહુવિધ વીડિયોને બ્લોક કરવા માટે યુટ્યુબને નિર્દેશો જારી કર્યા હતા. આવા યુટ્યુબ વીડિયોની લિંક ધરાવતી 50 થી વધુ ટ્વીટ્સને બ્લોક કરવા માટે ટ્વિટરને આદેશો પણ જારી કરવામાં આવ્યા હતા.

મંત્રાલયે કથિત રીતે વીડિયો અને ટ્વીટ્સને બ્લોક કરવા માટે IT નિયમો, 2021 હેઠળ કટોકટીની સત્તાનો ઉપયોગ કર્યો છે. યુટ્યુબ અને ટ્વિટર બંનેએ પગલાં લીધાં છે, સૂત્રોએ ઉમેર્યું હતું કે, વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને I&B જેવા અનેક મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓએ ડોક્યુમેન્ટરીની તપાસ કરી હતી અને તે સત્તાધિકારીઓ પર આક્ષેપો કરવાનો પ્રયાસ હોવાનું જણાયું હતું. ભારતની સર્વોચ્ચ અદાલતની વિશ્વસનીયતા, વિવિધ સમુદાયો વચ્ચે વિભાજન વાવે છે અને ભારતમાં વિદેશી સરકારોની ક્રિયાઓ અંગે બિનસત્તાવાર આક્ષેપો કરે છે.

તદનુસાર, તે “ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાને નબળી પાડે છે, અને વિદેશી રાજ્યો સાથેના ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રતિકૂળ અસર કરવાની સંભાવના ધરાવે છે” હોવાનું જણાયું હતું, જે કેન્દ્રને IT નિયમો, 2021 હેઠળ કટોકટીની સત્તાથી તેને દૂર કરવાની મંજૂરી આપે છે.

યુકેના પબ્લિક બ્રોડકાસ્ટર દ્વારા નિર્મિત આ ડોક્યુમેન્ટરીને અગાઉ વિદેશ મંત્રાલય દ્વારા “દુષ્પ્રચારનો ભાગ કે જેમાં ઉદ્દેશ્યનો અભાવ છે અને સંસ્થાનવાદી માનસિકતાને પ્રતિબિંબિત કરે છે” તરીકે ઓળખવામાં આવી હતી.

આ પણ વાંચોશશિ શેખર વેમપતિ લખે છે : નરેન્દ્ર મોદી અને ગુજરાતના રમખાણો પર બીબીસી ડોક્યુમેન્ટ્રી ભારતીય સંસ્થાઓની અખંડિતતા પર પણ સવાલો ઉઠાવે છે

જોકે આ ડોક્યુમેન્ટ્રી BBC દ્વારા ભારતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી ન હતી, ત્યારે ઘણી અન્ય YouTube ચેનલોએ તેને અપલોડ કરી હતી. સરકારે યુટ્યુબને ભવિષ્યમાં આવા વીડિયો તેના પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવે તો તેને બ્લોક કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. ટ્વિટરને અન્ય પ્લેટફોર્મ પર વિડિયોની લિંક ધરાવતી ટ્વીટ્સને ઓળખવા અને બ્લોક કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

Web Title: Bbc documentary row pm modi central goverment youtube twitter remove video link 300 people write letter against bbc

Best of Express