પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી : મમતા બેનર્જીનો મુકાબલો કરવા ઉતરશે અમિત શાહ અને જેપી નડ્ડા, આવો છે બીજેપીનો પ્લાન

West Bengal Panchayat Polls : બંગાળ બીજેપી પોતાના લોકપ્રિય વિશ્વાસપાત્ર ચહેરાની ખોટ, જૂથવાદ અને અંદરુની ખેંચતાણથી ઝઝુમી રહી છે. આવામાં ભાજપ બંગાળ રાજ્યમાં ગ્રામીણ મતદાતાઓ સાથે જોડાવવા માટે અમિત શાહ અને નડ્ડા જેવા શીર્ષ નેતાઓનો સહારો લેશે

Updated : July 09, 2023 02:19 IST
પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી : મમતા બેનર્જીનો મુકાબલો કરવા ઉતરશે અમિત શાહ અને જેપી નડ્ડા, આવો છે બીજેપીનો પ્લાન
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) (Express photo by Praveen Khanna/File)

શાંતનું ચૌધરી : પશ્ચિમ બંગાળમાં આગામી પંચાયત ચૂંટણીને લઇને સત્તામાં રહેલી તૃણમૂલ કોંગ્રેસનો મુકાબલો કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ ખાસ રણનિતી બનાવી છે. ભાજપે પંચાયત ચૂંટણીમાં પોતાની છાપ છોડવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) પર દાવ લગાવ્યો છે.

બંગાળ બીજેપીના મતે અમિત શાહ અને નડ્ડા આવનાર દિવસોમાં પંચાયત ચૂંટણી પહેલા રાજ્યમાં ઘણી સાર્વજનિક રેલીઓ કરવાના છે. જોકે આ રેલીઓ ભગવા પાર્ટીની 2024 લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરુપે આયોજીત કરાશે. જોકે આ રેલીઓને પંચાયત ચૂંટણી સાથે જોડીને પણ જોવામાં આવી રહી છે. કારણ કે અમિત શાહ આ દરમિયાન પંચાયત ચૂંટણીનું બ્યૂગલ પણ ફુંકી શકે છે.

બંગાળ બીજેપી પોતાના લોકપ્રિય વિશ્વાસપાત્ર ચહેરાની ખોટ, જૂથવાદ અને અંદરુની ખેંચતાણથી ઝઝુમી રહી છે. આવામાં ભાજપ બંગાળ રાજ્યમાં ગ્રામીણ મતદાતાઓ સાથે જોડાવવા માટે અમિત શાહ અને નડ્ડા જેવા શીર્ષ નેતાઓનો સહારો લેશે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે તેમનું ધ્યાન 2024ની લોકસભા ચૂંટણીમાં રાજ્યમાંથી વધારેમાં વધારે સીટો જીતવા પર રહેશે.

આ પણ વાંચો – જૈન સમુદાયનો વિરોધ: ગુજરાત અને ઝારખંડ સાથે ક્યાં- ક્યાં મુદ્દા જોડાયેલા છે? જાણો અહીં

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપાએ 18 સીટો જીતી હતી

ભાજપ 2019ની લોકસભા ચૂંટણીમાં બંગાળની કુલ 42 લોકસભા સીટોમાંથી 18 સીટો પર જીત મેળવી હતી. પાર્ટી નેતૃત્વએ નિર્ણય કર્યો છે કે શાહ અને નડ્ડા આ વર્ષે તે 24 લોકસભા ક્ષેત્રોમાં 12 રેલીઓ કરશે, જ્યાં પાર્ટી 2019માં જીતવામાં નિષ્ફળ રહી હતી.

બંગાળ ભાજપના અધ્યક્ષે શું કહ્યું

બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજૂમદારે કહ્યું કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પંચાયત ચૂંટણી પહેલા બંગાળનો પ્રવાસ કરશે અને જનસભાઓ કરશે. આ વર્ષે તે તેવા લોકસભા ક્ષેત્રોમાં રેલીઓ કરશે જેને પાર્ટી માટે કમજોર માનવામાં આવી રહી છે. જોકે રાજ્યમાં એપ્રિલમાં યોજાનાર પંચાયત ચૂંટણીને લઇને ભાજપે પોતાના અભિયાન માટે અંતિમ રૂપ આપવાનું બાકી છે.

મજૂમદારે કહ્યું કે બીજેપી ફક્ત ચૂંટણી યોજાય ત્યારે પાર્ટીની ગતિવિધીયોમાં સામેલ થવામાં વિશ્વાસ કરતી નથી. અમારી પાર્ટીની ગતિવિધીયો આખું વર્ષ ચાલે છે. અમારા કાર્યકર્તા દરરોજ લોકો વચ્ચે પહોંચી રહ્યા છે. અમે તે મુદ્દાને ઉજાગર કરી રહ્યા છે જે તે લોકો માટે પ્રાસંગિક છે. જે અમારો સંપર્ક કરી રહ્યા છે. લોકો સત્તા દળના નેતાઓના ભ્રષ્ટાચારથી થાકી ચુક્યા છે અને તે પરિવર્તન ઇચ્છે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ