શાંતનું ચૌધરી : પશ્ચિમ બંગાળમાં આગામી પંચાયત ચૂંટણીને લઇને સત્તામાં રહેલી તૃણમૂલ કોંગ્રેસનો મુકાબલો કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ ખાસ રણનિતી બનાવી છે. ભાજપે પંચાયત ચૂંટણીમાં પોતાની છાપ છોડવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) પર દાવ લગાવ્યો છે.
બંગાળ બીજેપીના મતે અમિત શાહ અને નડ્ડા આવનાર દિવસોમાં પંચાયત ચૂંટણી પહેલા રાજ્યમાં ઘણી સાર્વજનિક રેલીઓ કરવાના છે. જોકે આ રેલીઓ ભગવા પાર્ટીની 2024 લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરુપે આયોજીત કરાશે. જોકે આ રેલીઓને પંચાયત ચૂંટણી સાથે જોડીને પણ જોવામાં આવી રહી છે. કારણ કે અમિત શાહ આ દરમિયાન પંચાયત ચૂંટણીનું બ્યૂગલ પણ ફુંકી શકે છે.
બંગાળ બીજેપી પોતાના લોકપ્રિય વિશ્વાસપાત્ર ચહેરાની ખોટ, જૂથવાદ અને અંદરુની ખેંચતાણથી ઝઝુમી રહી છે. આવામાં ભાજપ બંગાળ રાજ્યમાં ગ્રામીણ મતદાતાઓ સાથે જોડાવવા માટે અમિત શાહ અને નડ્ડા જેવા શીર્ષ નેતાઓનો સહારો લેશે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે તેમનું ધ્યાન 2024ની લોકસભા ચૂંટણીમાં રાજ્યમાંથી વધારેમાં વધારે સીટો જીતવા પર રહેશે.
આ પણ વાંચો – જૈન સમુદાયનો વિરોધ: ગુજરાત અને ઝારખંડ સાથે ક્યાં- ક્યાં મુદ્દા જોડાયેલા છે? જાણો અહીં
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપાએ 18 સીટો જીતી હતી
ભાજપ 2019ની લોકસભા ચૂંટણીમાં બંગાળની કુલ 42 લોકસભા સીટોમાંથી 18 સીટો પર જીત મેળવી હતી. પાર્ટી નેતૃત્વએ નિર્ણય કર્યો છે કે શાહ અને નડ્ડા આ વર્ષે તે 24 લોકસભા ક્ષેત્રોમાં 12 રેલીઓ કરશે, જ્યાં પાર્ટી 2019માં જીતવામાં નિષ્ફળ રહી હતી.
બંગાળ ભાજપના અધ્યક્ષે શું કહ્યું
બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજૂમદારે કહ્યું કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પંચાયત ચૂંટણી પહેલા બંગાળનો પ્રવાસ કરશે અને જનસભાઓ કરશે. આ વર્ષે તે તેવા લોકસભા ક્ષેત્રોમાં રેલીઓ કરશે જેને પાર્ટી માટે કમજોર માનવામાં આવી રહી છે. જોકે રાજ્યમાં એપ્રિલમાં યોજાનાર પંચાયત ચૂંટણીને લઇને ભાજપે પોતાના અભિયાન માટે અંતિમ રૂપ આપવાનું બાકી છે.
મજૂમદારે કહ્યું કે બીજેપી ફક્ત ચૂંટણી યોજાય ત્યારે પાર્ટીની ગતિવિધીયોમાં સામેલ થવામાં વિશ્વાસ કરતી નથી. અમારી પાર્ટીની ગતિવિધીયો આખું વર્ષ ચાલે છે. અમારા કાર્યકર્તા દરરોજ લોકો વચ્ચે પહોંચી રહ્યા છે. અમે તે મુદ્દાને ઉજાગર કરી રહ્યા છે જે તે લોકો માટે પ્રાસંગિક છે. જે અમારો સંપર્ક કરી રહ્યા છે. લોકો સત્તા દળના નેતાઓના ભ્રષ્ટાચારથી થાકી ચુક્યા છે અને તે પરિવર્તન ઇચ્છે છે.