Bharat Jodo Yatra : રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર નીકળેલા છે. કન્યાકુમારથી લઇને કાશ્મીર સુધીની આ યાત્રા પર નીકળેલા રાહુલ ગાંધીએ 1000 કિલોમીટરની યાત્રા કરી લીધી છે. કર્ણાટકના બેલ્લારીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના ઘણા મોટા નેતા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સામેલ થયા હતા. જ્યાં તેમણે કહ્યું કે સાધુ પણ આરામ કરે છે પણ રાહુલ ગાંધી રોજ 25 કિલોમીટરની યાત્રા કરી રહ્યા છે.
અશોક ગેહલોતે રાહુલ ગાંધીને લઇને શું કહ્યું?
અશોક ગેહલોતે કહ્યું કે રાહુલ ગાંધીજીની હિંમત અને આત્મવિશ્વાસ સાથે 3500 કિમીમાંથી 1000 કિમીની યાત્રા પુરી કરી લીધી છે. જ્યાં સુધી દેશ સાથે, દેશવાસીએ સાથે કમિટમેન્ટના હોય ત્યાં સુધી આ પુરી થતી નથી. સાધુ-સંત પણ જ્યારે યાત્રા કરે છે તે પણ વિશ્રામ કરે છે પણ આ યાત્રામાં 25 કિમી દરરોજ ચાલવામાં આવી રહ્યું છે. આવી યાત્રા કદાચ પહેલા ક્યારેય થઇ હશે નહીં.
મોટો સંદેશ લઇને ચાલી રહી છે યાત્રા
રાજસ્થાનના મુખ્યમંત્રીએ કહ્યું કે ઇન્દિરા ગાંધીએ પોતાનો જીવ આપી દીધો હતો પણ ખાલિસ્તાન બનવા દીધું ન હતું. રાજીવ ગાંધી પણ દેશમાં શાંતિ લાવવા માટે શહીદ થઇ ગયા. આજે રાહુલ ગાંધી ઇચ્છે છે કે દેશ એક રહે, ભાઇચારો રહે, એક મોટો સંદેશ લઇને યાત્રા શરુ થઇ છે.
આ પણ વાંચો – રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’માં દુર્ભાગ્યપૂર્ણ ઘટના, 4 કાર્યકરોનો જીવ માંડ માંડ બચ્યો
લોકો આપી રહ્યા છે આવી પ્રતિક્રિયા
અશોક ગેહલોતના નિવેદન પર લોકો સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. પીસ પાર્ટીના પ્રવક્તા શાદાબ ચૌહાણે લખ્યું કે તેનો મતલબ રાહુલ ગાંધી સાધુઓ કરતા પણ મોટા છે? અશોક ગેહલોતજી બીજેપીના રસ્તે ના ચાલો. @Yogivipul2 યુઝરે લખ્યું કે રાહુલની ભારત જોડો યાત્રા RSS- BJPની આસપાસ ફરી રહી છે, યાત્રાનો સંદેશ સ્પષ્ટ છે કે જે કોંગ્રેસી નથી તેને નફરત કરો, જે હિન્દુ છે તેને વહેંચો અને સત્તામાં વાપસી કરો.