Rahul Gandhi Bharat Jodo Yatra : વિરોધી પક્ષો રાહુલ ગાંધીની મજાક ઉડાવવા માટે ‘પપ્પૂ’ શબ્દનો ઉપયોગ કરે છે. ભાજપાના ઘણા નેતાઓએ રાહુલ ગાંધીને ‘પપ્પૂ’ કહ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે ‘પપ્પૂ’ બોલવામાં આવે છે તો તમને ખોટું લાગતું હશે? તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે તે એક પ્રોપેગેન્ડા કેમ્પેઇન છે. આ તેમના દિલની વાત છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમના દાદીને આયરન લેડી પહેલા લોકો ગૂંગી ગુડિયા પણ કહેતા હતા.
સોશિયલ મીડિયા પર બની રહેલા મીમ પર શું બોલ્યા રાહુલ ગાંધી?
રાહુલ ગાંધીએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર વીડિયો શેર કર્યો છે જેમાં તે એક ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે. રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે સોશિયલ મીડિયા પર ઘણા મીમ બને છે ક્યારેય તમે વાંચ્યા છે? તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે હું તેની ચિંતા કરતો નથી. હું કોઇ સાથે નફરત કરતો નથી, તમે મને ગાળો આપો, તમે મને મારો પણ હું નફરત કરીશ નહીં.
આ પણ વાંચો – 137 વર્ષની થઇ કોંગ્રેસ, 45%થી ફક્ત 19.5% રહી ગયો વોટ શેર, સોનિયા-રાહુલની આગેવાનીમાં સૌથી ખરાબ દિવસો
‘પપ્પૂ’ કહેવા પર રાહુલ ગાંધીએ કહ્યું – તેમના સંબંધો ઠીક ચાલી રહ્યા નથી
રાહુલ ગાંધીને ‘પપ્પૂ’ ને લઇને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે મને ખરાબ લાગતું નથી પણ આ એક પ્રોપેગેન્ડા કેમ્પેઇન છે. જે બોલી રહ્યા છે તેમની અંદર ડર છે. તેમની લાઇફમાં કશું થઇ રહ્યું નથી. તે ઉદાસ છે, તેમના સંબંધો ઠીક ચાલી રહ્યા નથી. તેમને કોઇને બીજાને ગાળો આપવાની જરૂર છે તો આપી રહ્યા છે, હું સ્વાગત કરી રહ્યો છું. અન્ય નામ દો મને સારા લાગે છે.
લગ્ન માટે રાહુલ ગાંધીને કેવી યુવતી જોઈએ?
રાહુલ ગાંધીને એ પણ પૂછવામાં આવ્યું કે લગ્ન કરવા માટે તેમને કેવા પ્રકારની યુવતી જોઈએ. તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે આ રસપ્રદ સવાલ છે. તે યુવતીની અંદર મારી દાદી અને મારી માતાના ગુણ હોવા જોઈએ. આ સાથે રાહુલ ગાંધીએ શિક્ષા, રોજગાર, સ્વાસ્થ્ય, રાજનીતિના મુદ્દા ઉપર પણ પોતાની વાત કહી હતી.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલના સમયે દિલ્હીમાં રોકાયેલી છે. નવા વર્ષ પછી 3 જાન્યુઆરીથી આ યાત્રા ફરીથી શરુ થશે. કન્યાકુમારીથી શરુ થયેલી આ યાત્રા કાશ્મીરમાં ખતમ થશે.