Rahul Gandhi : કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીના ‘ભારત જોડો યાત્રા’ (Bharat Jodo Yatra) પરના નિવેદનોની આ દિવસોમાં મીડિયામાં ચર્ચા થઈ રહી છે. તેઓ સતત ભાજપ અને આરએસએસ પર પ્રહારો કરી રહ્યા છે. આ દરમિયાન, હરિયાણામાં, રાહુલ ગાંધીએ મહાભારતમાં પાંડવોનો ઉલ્લેખ કરીને પ્રશ્ન કર્યો કે, શું GST લાગુ કરવામાં આવ્યો, તેઓ ક્યારેય ન કરે, તેઓ તપસ્વી હતા, તેથી જ તે ક્યારેય કરતા નહી. બીજેપી નેતાઓએ તેમના આ નિવેદનને શેર કરી મજા માણી છે.
રાહુલ ગાંધીએ શું વાત કહી
હરિયાણામાં એક જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ મહાભારતની ભૂમિ છે. આ કૌરવો અને પાંડવોની ભૂમિ છે. હજુ લોકો આ બાબતને સમજી રહ્યા નથી, પરંતુ જે લડાઈ ત્યારે હતી તેવી આજે પણ છે. આ સાથે રાહુલે કહ્યું, “અર્જુન-ભીમ સહિત પાંડવો તપસ્યા કરતા હતા. શું પાંડવોએ આ પૃથ્વી પર નફરત ફેલાવી હતી? શું મહાભારતમાં આવું ક્યાંય લખ્યું છે?
રાહુલ ગાંધીએ આગળ પ્રશ્ન કર્યો કે, શું પાંડવોએ કોઈ ગરીબ વ્યક્તિ સામે ગુનો કર્યો છે. પાંડવોએ નોટબંધી કરી, ખોટો GST લાગુ કર્યો? ક્યારેય કરે નહીં… તે એક તપસ્વી હતા, તેથી તે ક્યારેય કરતા નહી. રાહુલે કહ્યું કે, પાંડવોએ પણ અન્યાય સામે લડવાનું કામ કર્યું હતું. તેમણે પણ નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી હતી.
ભાજપના નેતાઓ આ રીતે કર્યા કટાક્ષ
બીજેપી નેતા ગૌરવ ભાટિયાએ આ વીડિયો શેર કર્યો અને લખ્યું, “સૂતા પહેલા હાસ્યનો ડોઝ.” બીજેપી નેતા કપિલ મિશ્રાએ કટાક્ષ કરતા કહ્યું કે, ગઈ કાલે તેમણે કહ્યું હતું કે, તેમણે જૂના રાહુલ ગાંધીને મારી દીધા, આજે જૂના રાહુલ ગાંધી સંપૂર્ણ તાકાત સાથે પાછા ફર્યા છે. રાહુલ પર કટાક્ષ કરતા બીજેપી નેતા પ્રીતિ ગાંધીએ કહ્યું કે, કોઈ તેમને રોકો. તો AAP ધારાસભ્ય નરેશ બાલ્યાને રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા લખ્યું કે, મિત્રો સવારે કોમેડી શો જોઈને હસવું જોઈએ.
લોકોની પ્રતિક્રિયા
@anilkpatell નામના યુઝરે લખ્યું કે, આ મહાશય શું કહેવા માંગે છે? @Chandan નામના યુઝરે પૂછ્યું, “શું રાહુલ ગાંધી આ કોમેડી શો દ્વારા 2024ની લોકસભાની ચૂંટણી લડશે?” @CRChaudhary_rj નામના ટ્વિટર હેન્ડલ પરથી લખવામાં આવ્યું હતું – પાંડવોના સમયે બીજો ધર્મ કયો હતો? લાગે છે કે, રાહુલે ઓડ્રે ટ્રાશ્કેનું પ્રોપેગંડા મહાભારત વાંચ્યું છે. @A2Z7T નામના યુઝરે કમેન્ટ કરી કે, આ કારણે કોંગ્રેસ ભૂગર્ભમાં જઈ રહી છે, હજુ ખરાબ દિવસો આવશે. મહાભારતના સમયે કયો કયો ધર્મ હતો? જનોઈ પહેરવાથી બધા હિન્દુ નથી બની જતા.