બીઆરએસ સ્ટેજ પરથી રાષ્ટ્રીય ભાષણ, પરંતુ પ્રેક્ષકોમાં છાપ છોડવામાં નિષ્ફ્ળ

BRS party's rally in Khammam : ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ની રેલી જે ખમ્મમ (BRS party's rally in Khammam )યોજાઈ હતી, જે મોટી જાહેર સભા હતી, જેમાં દરેક પ્રકારની પરિવહન સેવા, પછી તે બસ, ટ્રક કે મિની-ટ્રક વગેરે BRS નેતાઓ દ્વારા પુરી પાડવામાં આવી હતી.

Written by shivani chauhan
January 19, 2023 10:02 IST
બીઆરએસ સ્ટેજ પરથી રાષ્ટ્રીય ભાષણ, પરંતુ પ્રેક્ષકોમાં છાપ છોડવામાં નિષ્ફ્ળ
ખમ્મામમાં BRS (ભારત રાષ્ટ્ર સમિતિ) પાર્ટીની રેલીમાં તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ મુખ્ય પ્રધાનો અરવિંદ કેજરીવાલ (દિલ્હી), ભગવંત માન (પંજાબ), પી વિજયન (કેરળ), સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સાથે. (પીટીઆઈ)

 Sreenivas Janyala : બુધવારે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) રેલીના મંચ પર દેશના કેટલાક ટોચના વિપક્ષી નેતાઓ એકત્રિત થયા હતા, ત્યારે તેનું મહત્વ મોટાભાગના લોકોમાં ઓછું થતું હોય તેવું લાગે છે. કેરળના મુખ્યમંત્રી અને CPI(M) ના નેતા પિનરાઈ વિજયન અને CPIના નેતા ડી રાજાની ઇંગલિશમાં સ્પીચ, ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા બંધારણ અને ન્યાયતંત્ર પરના “હુમલા” ને હાઈલાઈટ કર્યો અને “ભાજપથી લોકશાહી બચાવવા”ની અપીલ હતી. તેલંગાણાના સીએમ અને બીઆરએસના વડા કે ચંદ્રશેખર રાવને બોલવાનું કહેતા યાતના વ્યકત કરી હતી.

દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે હિન્દીમાં કરેલા સંબોધનમાં પણ પ્રતિક્રિયા આપી હતી. કેસીઆરના ઉલ્લેખથી જ લોકો ઉગ્ર થઇ ગયા હતા.

ભાજપ પરના પ્રહારમાં પિનરાઈએ કહ્યું કે,“ આપણે એક વિચિત્ર પરિસ્થિતિમાં છીએ. જેમાં એક રાજકીય રચના જે આપણા રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામનો ભાગ ન હતી તે હાલ સત્તામાં છે. જેઓએ બ્રિટિશરોની સેવા કરવાનું વચન આપ્યું હતું તેમના અનુયાયીઓ આજે સત્તામાં છે. તેઓ આપણા સંસ્થાનવાદ વિરોધી સંઘર્ષમાં વિરોધી રહ્યા છે ,બિનસાંપ્રદાયિકતા, લોકશાહી, સંઘીય માળખું, સામાજિક ન્યાય અને સમાનતા જેવી વિચારધારાઓની કિંમત તેઓ જાણતા નથી, કે જેના આધારે ભારત એક સાર્વભૌમ, લોકશાહી, પ્રજાસત્તાક તરીકે ઊભું થયું છે. આ ભાષણ દરમિયાન એક લાખથી વધુ લોકોની ભીડ લગભગ મૌન રહી હતી.

આ પણ વાંચો: Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

પંજાબના મુખ્યમંત્રી ભગવન મન, જેઓ ઉત્તરની રેલીઓમાં તેમના જોક્સ માટે જાણીતા છે, તેમણે અહીંયા પણ તેજ પ્રયાસ કર્યો હતો, પરંતુ ભાજપ પર નિર્દેશિત શાયરી વાળું તમેનું ભાષણ જનતા પર છાપ છોડી શક્યું નહિ. અન્ય નેતાઓએ પણ દેશની એકતા અને અખંડિતતાનો “ખતરો” જોતાં ભાજપ વિરોધી ગઠબંધન બનાવવાના “મહત્વ” પર ભાર મૂક્યો હતો, પરંતુ જો તેઓ જે મેસેજ આપવા માંગે છે તે રાજકારણમાં પરિવર્તનની શરૂઆતનો હતો.

કેસીઆર જાહેર જનતાને સંબોધવા માટે ઉભા થયા ત્યાં સુધીમાં, તેલંગાણાના સીએમ તેમના સામાન્ય વક્તૃત્વથી ભરપૂર ભાષણ આપશે તેની અપેક્ષા વધુ હતી. જો કે, કંપની અને પ્રસંગને જોતાં, બીઆરએસ વડાએ પણ પોતાની જાતને મોટા વિષયો સુધી મર્યાદિત રાખી હતી જેમ કે વીજળી, પાણી અને સંસાધનોનો લાભ લેવામાં નિષ્ફળતા સહિત “દેશની સામે” પડકારો વેગેરે. તેલંગાણા આંદોલનનો ચહેરો, જે તેમની લોકપ્રિયતાનો પાયો છે, કેસીઆરે ‘જય ભારત’ માટે તેમના ‘જય તેલંગાણા’ ના નારાને પણ અવગણ્યું હતું.

ખમ્મમ શહેરના 62 વર્ષીય અંજૈયા બોઈનાએ જણાવ્યું હતું કે, “મેં જોયેલી આ સૌથી મોટી જાહેર સભા છે. 2001માં કરીમનગર ખાતે ટીઆરએસ પાર્ટીનું લોન્ચિંગ સરખામણીમાં એટલું અસરકારક ન હતું.

આ પણ વાંચો: PM મોદીનો ભાજપને સંદેશ, સોફ્ટ પાવર અને ગુડવિલ બનાવવા પર ધ્યાન આપો

KCR સિવાય જો કોઈ એક નેતા હતા જેમણે ક્યુરિયોસિટી પેદા કરી હતી, તો તે કેજરીવાલ હતા, ઘણા યુવાનોએ કહ્યું હતું કે તેઓ માત્ર દિલ્હીના સીએમને જોવા માટે નજીકના સ્થળોએથી મોટરસાયકલ પર આવ્યા હતા કારણ કે “કેજરીવાલ મોદી વિરોધી વિપક્ષી નેતા છે. “

અજય નામના યુવકે કહ્યું કે, “મેં સોશિયલ મીડિયા પર એવા મેસેજ જોયા કે તેઓ મોદી વિરુદ્ધ મુખ્ય વિપક્ષી નેતા છે.” કેસીઆર, જેમણે પોતાની રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાઓ વિશે કોઈ વાત કરી નથી? ખમ્મમના વિદ્યાર્થીએ સિદ્ધુએ કહ્યું કે , “હા, અમારા કેસીઆર હવે બાકીના નેતાઓ કરતા ઉંચા છે અને BRS કોઈપણ પક્ષ કરતા મોટો હશે.”

મહબૂબાબાદના કૉલેજના વિદ્યાર્થી વેંકન્નાએ કહ્યું કે, “તેઓ BRS લોન્ચ કરવા અને કાંતિ વેલુગુ પ્રોગ્રામ (બીઆરએસ સરકારની આંખની તપાસ ચેક અપ અને લાભાર્થીઓને ચશ્મા આપવા સહિત મફત સારવાર પૂરી પાડવાની યોજના) જોવા આવ્યા હતા. તેઓએ તેમના ભાષણમાં શું કહ્યું તે મને ખબર નથી. તે મોદી અને ભાજપ વિશે કંઈક કહી રહ્યા હતા.”

જો કે ભીડની દ્રષ્ટિએ, રેલી એ રાજ્યમાં BRS ની અસ્તવ્યસ્ત થતી સંગઠનાત્મક શક્તિનો એક શો હતો, જેમાં ભૂતપૂર્વ ખમ્મમ જિલ્લાના દરેક ગામ, મંડલ અને શહેરમાંથી હજારો લોકો ભેગા થયા હતા, જેમાં 10 વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. દરેક પ્રકારની પરિવહન સેવા, પછી તે બસ, ટ્રક કે મિની-ટ્રક વગેરે BRS નેતાઓ દ્વારા પુરી પાડવામાં આવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ