Satpura Bhawan Fire | 14 કલાકની મહેનત, સેનાએ સંભાળ્યો મોરચો, સતપુડા ભવનમાં લાગેલી આગ કાબુમા

Fire in Satpura Bhawan Madhya pradesh : સોમવારે બપોરે 4 વાગ્યે આગ લાગી હતી. ત્યારબાદ આગની ગંભીરતાને જોતા સેના, વાયુ સેના, એએઆઇ અને ઓઇલ કંપનીની ફાયર ફાઇટરોની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી.

Fire in Satpura Bhawan Madhya pradesh : સોમવારે બપોરે 4 વાગ્યે આગ લાગી હતી. ત્યારબાદ આગની ગંભીરતાને જોતા સેના, વાયુ સેના, એએઆઇ અને ઓઇલ કંપનીની ફાયર ફાઇટરોની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Fire in Satpura Bhawan, Madhya Praesh News, Bhopal

સતપુડા ભવનમાં આગ, photo- social media

મધ્ય પ્રદેશના ભોપાલના સતપુડા ભવનમાં લાગેલી આગ મંગળવારે 14 કલાકી મહેનત બાદ કાબુમાં આવી છે. સોમવારે બપોરે 4 વાગ્યે આગ લાગી હતી. ત્યારબાદ આગની ગંભીરતાને જોતા સેના, વાયુ સેના, એએઆઇ અને ઓઇલ કંપનીની ફાયર ફાઇટરોની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. જ્યારે આગ વધી ત્યારે મુખ્યમંત્રી શિવારજ સિંહ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પાસે મદદ માંગી હતી.

Advertisment

ભોપાલના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર આશિષ સિંહે જણાવ્યું હતું કે હવે સ્થિતિ કંટ્રોલમાં છે. તેમણે કહ્યું કે આગને ઓલવવા માટે સીઆઈએસએફ અને સેનાએ સાથે મળીને આગ ઉપર કાબુ મેળવવાનું કામ કર્યું હતું. મુખ્યમંત્રી કાર્યાલય પ્રમાણે સાંજે આશરે ચાર વાગયે આગ લાગી હતી. આગ સતપુડા ભવનના છઠ્ઠા માળે લાગી હતી જે છત સુધી ફેલાઈ હતી.

પ્રભાવિત ઇમારત પ્રદેશ સરકારના સચિવાલય વલ્લભ ભવનની સામે એક પહાડી પર સ્થિત છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વિભાગોમાં ફર્નિચર અને દસ્તાવેજો નષ્ટ થઈ ગયા છે. આશીષ સિંહના જણાવ્યા પ્રમાણે ફાયર બ્રિગેડની 22 અને 30થી 40 ફાયર ફાઇટરને અભિયાનમાં સામેલ કર્યા છે. તેમણે કહ્યું કે આગ વધારે ફેલાઇ કારણ કે ઇમારતમાં ફાઇલો જમા હતી. ભારે ધૂમાડાના કારણે ફાયરબ્રિગેડના કર્મચારીઓ અંદર જઇ શક્યા ન્હોતા. એર કંડીશનરમાં શોર્ટ સર્કિટના કારણે ઇમારતના ત્રીજા માળ પર આગ લાગી અને હવાના કારણે અન્ય માળ સુધી ફેલાઇ હતી.

મુખ્યમંત્રીએ આગના કારણો જાણવા માટે કમિટીની બનાવી છે. આ કમિટીમાં એસીએસ હોમ રાજેશ રાજૌરા, પીએમ અર્બન નીરજ મંડલોઈ, પીએમ પીડબ્લ્યૂડી સુખબીર સિંહ અને એડીજી ફાયરનો સામેલ કરવામાં આવ્યો છે. કમિટી તપાસનો રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપશે. બીજી તરફ વિપક્ષે આ ઘટના બાદ રાજ્ય સરકાર ઉપર હુમલો કર્યો હતો.

Advertisment

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ અરુણ સુભાષ યાદવે કહ્યું કે આજે પ્રિયંકા ગાંદીએ જબલપુરમાં વિજય શંખનાદ રેલીમાં કૌભાંડને લઇને હુમલો કરતા કહ્યું હતું કે સતપુડા ભવનમાં ભીષણ આગ લાગી ગઈ જેમાં મહત્વપૂર્ણ ફાઇલો બળને ખાખ થઈ ગઈ. તેમણે કહ્યું કે આગના બહાને દસ્તાવેજો સળગાવવાનું ષડયંત્ર તો નથી ને.

મધ્ય પ્રદેશ બ્રેકિંગ ન્યૂઝ અકસ્માત દેશ