મહાગઠબંધનમાં મતભેદ! બિહારની પેટા ચૂંટણીમાં નીતિશ કુમારનું દૂર રહેવાનું શું છે કારણ

નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ સાથે આવ્યા પછી પ્રથમ લિટમસ ટેસ્ટ છે. આનાથી ખબર પડશે કે બન્નેનો સાથ કેટલો ફાયદાકારક નિવડશે

નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ સાથે આવ્યા પછી પ્રથમ લિટમસ ટેસ્ટ છે. આનાથી ખબર પડશે કે બન્નેનો સાથ કેટલો ફાયદાકારક નિવડશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

મુખ્યમંત્રી નીતિશ કુમાર

બિહારના ગોપાલગંજ અને મોકામોમાં પેટા ચૂંટણી થઇ રહી છે. 3 નવેમ્બરે વોટિંગ છે અને પરિણામ 6 નવેમ્બરે આવશે. પેટા ચૂંટણીમાં મહાગઠબંધન અને બીજેપી જોર લગાવી રહી છે. ચૂંટણી પર બધાની નજર એ વાતને લઇને પણ છે કે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ સાથે આવ્યા પછી પ્રથમ લિટમસ ટેસ્ટ છે. આનાથી ખબર પડશે કે બન્નેનો સાથ કેટલો ફાયદાકારક નિવડશે.

Advertisment

જોકે સ્થિતિ જોઈને લાગે છે કે મહાગઠબંધનમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. પહેલાના પ્રોગ્રામમાં નીતિશ કુમાર પેટા ચૂંટણીમાં પ્રચાર માટે જવાના હતા પણ હવે તે પ્રચાર માટે જવા ના નથી.

મુખ્યમંત્રી નીતિશ કુમાર પટનાના મંદિરમાં જોવા મળ્યા હતા. ત્યાં પૂજા પછી પેટા ચૂંટણીને લઇને કહ્યું કે ઇજા ઠીક થઇ જશે તો જોશે. હાલ તો તેવી સ્થિતિ નથી કે વધારે ભાગદોડ કરી શકું. તેમનું કહેવું હતું કે પાર્ટીના બધા નેતા ચૂંટણી પ્રચારમાં સામેલ છે. તમને જણાવી દઇએ કે નીતિશ કુમારને 15 ઓક્ટોબરે છઠ ઘાટનું નિરીક્ષણ કરવા દરમિયાન ઇજા થઇ હતી. તેમનું સ્ટીમર પિલરથી ટકરાઇ ગયું હતું.

આ પણ વાંચો - યાદવો અને મુસ્લિમોના 20 હજાર નામ મતદાતા યાદીમાંથી હટાવવાના અખિલેશના આરોપ પર ચૂંટણી પંચનો વળતો પ્રહાર

Advertisment

મોકામા અને ગોપાલગંજમાં મહાગઠબંધન તરફથી આરજેડી ચૂંટણી લડી રહી છે. મોકામા સીટ બાહુબલી અનંત સિંહની વિધાનસભા સદસ્યતા રદ થતા બેઠક ખાલી થઇ હતી. આરજેડીએ તેની પત્નીને ટિકિટ આપી હતી. તેની સામે બીજેપી તરકથી સોનમ મેદાનમાં છે. તે બિહારના બીજા બાહુબલી સૂરજ ભાન સિંહના ભાઇ લલન સિંહની પત્ની છે.

ચૂંટણી 2022 દેશ