બિહારના ગોપાલગંજ અને મોકામોમાં પેટા ચૂંટણી થઇ રહી છે. 3 નવેમ્બરે વોટિંગ છે અને પરિણામ 6 નવેમ્બરે આવશે. પેટા ચૂંટણીમાં મહાગઠબંધન અને બીજેપી જોર લગાવી રહી છે. ચૂંટણી પર બધાની નજર એ વાતને લઇને પણ છે કે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ સાથે આવ્યા પછી પ્રથમ લિટમસ ટેસ્ટ છે. આનાથી ખબર પડશે કે બન્નેનો સાથ કેટલો ફાયદાકારક નિવડશે.
જોકે સ્થિતિ જોઈને લાગે છે કે મહાગઠબંધનમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. પહેલાના પ્રોગ્રામમાં નીતિશ કુમાર પેટા ચૂંટણીમાં પ્રચાર માટે જવાના હતા પણ હવે તે પ્રચાર માટે જવા ના નથી.
મુખ્યમંત્રી નીતિશ કુમાર પટનાના મંદિરમાં જોવા મળ્યા હતા. ત્યાં પૂજા પછી પેટા ચૂંટણીને લઇને કહ્યું કે ઇજા ઠીક થઇ જશે તો જોશે. હાલ તો તેવી સ્થિતિ નથી કે વધારે ભાગદોડ કરી શકું. તેમનું કહેવું હતું કે પાર્ટીના બધા નેતા ચૂંટણી પ્રચારમાં સામેલ છે. તમને જણાવી દઇએ કે નીતિશ કુમારને 15 ઓક્ટોબરે છઠ ઘાટનું નિરીક્ષણ કરવા દરમિયાન ઇજા થઇ હતી. તેમનું સ્ટીમર પિલરથી ટકરાઇ ગયું હતું.
આ પણ વાંચો – યાદવો અને મુસ્લિમોના 20 હજાર નામ મતદાતા યાદીમાંથી હટાવવાના અખિલેશના આરોપ પર ચૂંટણી પંચનો વળતો પ્રહાર
મોકામા અને ગોપાલગંજમાં મહાગઠબંધન તરફથી આરજેડી ચૂંટણી લડી રહી છે. મોકામા સીટ બાહુબલી અનંત સિંહની વિધાનસભા સદસ્યતા રદ થતા બેઠક ખાલી થઇ હતી. આરજેડીએ તેની પત્નીને ટિકિટ આપી હતી. તેની સામે બીજેપી તરકથી સોનમ મેદાનમાં છે. તે બિહારના બીજા બાહુબલી સૂરજ ભાન સિંહના ભાઇ લલન સિંહની પત્ની છે.