Bihar Politics News: તેજસ્વી યાદવે બિહાર મુખ્યમંત્રી નીતિશ કુમાર અને JDU વિશે આપ્યું મોટું નિવેદન

Bihar Politics Tejashwi Yadav on Nitish Kumar JDU: તેજસ્વી યાદવ એ રાજ્યસભાના સભ્ય બનવા જઇ રહેલ બિહાર મુખ્યમંત્રી નીતિશ કુમાર અને જેડીયૂ વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નીતિશ કુમાર ઘોડીએ ચઢી રહ્યા છે પરંતું ફેરા કોઇ બીજુ ફરી રહ્યું છે. જેડીયૂ વિશે તેમણે કહ્યું કે, હવે જેડીયૂ બચશે નહીં.

Bihar Politics Tejashwi Yadav on Nitish Kumar JDU: તેજસ્વી યાદવ એ રાજ્યસભાના સભ્ય બનવા જઇ રહેલ બિહાર મુખ્યમંત્રી નીતિશ કુમાર અને જેડીયૂ વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નીતિશ કુમાર ઘોડીએ ચઢી રહ્યા છે પરંતું ફેરા કોઇ બીજુ ફરી રહ્યું છે. જેડીયૂ વિશે તેમણે કહ્યું કે, હવે જેડીયૂ બચશે નહીં.

author-image
Haresh Suthar
New Update
Tejashwi Yadav on Nitish Kumar Bihar News | તેજસ્વી યાદવ બિહાર મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યસભા ચૂંટણી

બિહાર પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે નીતિશ કુમાર વિશે આપ્યું મોટું નિવેદન Photograph: (ANI Social)

બિહાર સમાચાર તેજસ્વી યાદવ નીતિશ કુમાર: બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી રાજ્યસભા સભ્ય બનવા જઇ રહેલા નીતિશ કુમાર વિશે તેજસ્વી યાદવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, એ તો પહેલેથી જ નક્કી હતું કે, ભારતીય જનતા પાર્ટી નીતિશ કુમારને મુખ્યમંત્રી પદે લાંબો સમય નહી રાખે. ભાજપ હવે ઝડપથી જનતા દળ યુનાઇટેડ (જેડીયૂ) ને ખતમ કરી દેશે. 

Advertisment

તેજસ્વી યાદવે પટનામાં મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, બિહાર ચૂંટણીમાં અમે કહ્યું કે, નીતિશ કુમારને વરરાજા બનાવી ઘોડી પર તો ચડાવાયા છે પરંતુ ફેરા કોઇ બીજા સાથે લેવાઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, આ સચ્ચાઇ છે કે ભાજપ ઓબીસી કે દલિતને ટકવા દેતું નથી. 

તેજસ્વી યાદવે શું કહ્યું? જુઓ વીડિયો

અહીં નોંધનિય છે કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી રાજ્યસભા સભ્ય બનવા જઇ રહ્યા છે. રાજકીય આ હલચલને લીધે બિહારનું રાજકારણ ગરમાયું છે. આ સ્થિતિમાં આજે સવારે નીતિશ કુમારે X પર પોસ્ટ શેયર કરી સ્પષ્ટતા કરી છે કે, તેઓ રાજ્યસભા સભ્ય બનવા ઇચ્છે છે અને નવી સરકારને તેમનો પુરો સહયોગ રહેશે.

Advertisment

તેજસ્વી યાદવે એ પણ કહ્યું કે, ભાજપ બિહારમાં મહારાષ્ટ્રની જેમ રાજકારણ કરવા જઇ રહ્યું છે. 

રાજ્યસભા રાજ્ય સભા ચૂંટણી તેજસ્વી યાદવ નીતિશ કુમાર bihar