બિલકિસ બાનો કેસ: 11 આરોપીઓને છોડી મુકવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ પહોંચી બિલકિસ બાનો, દાખલ કરી પુર્નવિચાર અરજી

બિલકિસ બાનો કેસ: 2002ના ગોધરા રમખાણ દરમિયાન બિલકિસ બાનો પર ગેંગરેપ કરનાર અને તેના પરિવારના સભ્યોની હત્યા કરનાર 11 દોષિતોને સમય પહેલા જેલમાંથી છોડી મુકવામાં આવ્યા હતા

બિલકિસ બાનો કેસ: 2002ના ગોધરા રમખાણ દરમિયાન બિલકિસ બાનો પર ગેંગરેપ કરનાર અને તેના પરિવારના સભ્યોની હત્યા કરનાર 11 દોષિતોને સમય પહેલા જેલમાંથી છોડી મુકવામાં આવ્યા હતા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

ગેંગરેપ કેસમાં પીડિતા બિલકિસ બાનોએ 11 દોષિતોને સમય પહેલા છોડી મુકવાના ગુજરાત સરકારના નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો (Express Photo by Bhupendra Rana/File)

Bilkis Bano Case: ગેંગરેપ કેસમાં પીડિતા બિલકિસ બાનોએ 11 દોષિતોને સમય પહેલા છોડી મુકવાના ગુજરાત સરકારના નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં મે મહિનાના તે આદેશને પડકારતા એક સમીક્ષા અરજી પણ દાખલ કરી છે જેમાં ગુજરાત સરકારને 1992ની છૂટ નીતિ માટે અરજી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 2002ના ગોધરા રમખાણ દરમિયાન બિલકિસ બાનો પર ગેંગરેપ કરનાર અને તેના પરિવારના સભ્યોની હત્યા કરનાર 11 દોષિતોને સમય પહેલા જેલમાંથી છોડી મુકવામાં આવ્યા હતા.

Advertisment

આ મામલાને સૂચીબદ્ધ કરવા માટે ભારતના મુખ્ય ન્યાયધીશ ડી વાય ચંદ્રચુડ સમક્ષ ઉલ્લેખ કરાયો હતો. સીજેઆઈએ કહ્યું કે તે નક્કી કરશે કે શું બન્ને અરજીઓને એક સાથે એક જ બેન્ચ સમક્ષ સાંભળી શકાય છે.

ગુજરાત સરકારે આપી હતી છોડી મુકવાની મંજૂરી

ગેંગરેપ મામલામાં આજીવન કારાવાસની સજા કાપી રહેલા 11 દોષિતોએ ગુજરાત સરકાર સામે છોડી મુકવાની અપીલ કરી હતી. ગુજરાત સરકારના પેનલે તેમની અરજીને મંજૂરી આપી હતી. જે પછી 15 ઓગસ્ટે તેમને ગોધરા સબ-જેલમાંથી છોડી મુકવામાં આવ્યા હતા. દોષિતોમાંથી એક રાધેશ્યામ શાહના સુપ્રીમ કોર્ટ ગયા પછી ગુજરાત સરકારે સમય પહેલા છોડી મુકવાની નીતિ અંતર્ગત દોષિતોને છોડી મુક્યા હતા.

આ પણ વાંચો - માત્ર હિન્દુત્વના સહારે નહીં, ભાજપ 2024 માટે પરંપરાગત વોટ બેંક સિવાય પોતાની પાર્ટીને મજબૂત કરી રહ્યું

Advertisment

રાધેશ્યામ શાહને 2008માં મુંબઈની સીબીઆઈ કોર્ટે ઉંમરકેદની સજા સંભળાવી હતી અને તે 15 વર્ષ ચાર મહિના જેલમાં પસાર કરી ચુક્યા હતા. મે 2022માં જસ્ટિસ રસ્તોગીની આગેવાનીવાળી બેન્ચે નિર્ણય સંભળાવ્યો હતો કે ગુજરાત સરકાર પાસે છોડી મુકવાની અરજી પર વિચાર કરવાનો અધિકાર ક્ષેત્ર છે કારણ કે ગુનો ગુજરાતમાં થયો હતો.

પહેલા પણ દાખલ થઇ હતી જનહિત અરજી

લાઇવ લો ના મતે આ મામલામાં દોષિતોને આપવામાં આવેલી રાહત પર સવાલ ઉઠાવતા માકપા નેતા સુભાષિની અલી, પત્રકાર રેવતી લાલ, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા વગેરેએ સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજીઓ દાખલ કરી હતી. અરજીઓના જવાબ આપતા ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને એક સોગંદનામામાં જણાવ્યું હતું કે આ નિર્ણય દોષિતોના સારા વ્યવહાર અને તેમના દ્વારા 14 વર્ષની સજા પુરી થતા કેન્દ્ર સરકારની મંજૂરી પછી લેવામાં આવ્યો હતો.