BJP released candidates list for Madhya Pradesh and Chhattisgarh Assembly Election 2023 : ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જો કે હજુ સુધી બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ વર્ષના અંત સુધીમાં બંને રાજ્યોમાં ચૂંટણી યોજાશે તે નક્કી છે. ભાજપે મધ્યપ્રદેશની 39 અને છત્તીસગઢની 21 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.
બુધવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી
બુધવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમીતિની બેઠક યોજાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં હાજર હતા. આ બેઠક ઘણા કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં એવી બેઠકો પર ચર્ચા થઇ, જ્યાં ભાજપ પરંપરાગત રીતે નબળી રહી છે.
મધ્યપ્રદેશ વિધાનસભાની 39 બેઠકો માટે ઉમેદવારો જાહેર (BJP Candidates List for Madhya Pradesh Assembly Election 2023)
ભાજપે મધ્યપ્રદેશ વિધાનસભાની 39 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 માટે ભાજપે સબલગઢથી સરલા વિજેન્દર રાવતને મેદાનમાં ઉતાર્યા છે. તો સુમાવલીથી અદલ સિંહ કંસાના, ગોહદથી લાલ સિંહ આર્ય, પિછોરથી પ્રિતમ લોધી, ચાચોડાથી પ્રિયંકા મીણા, ચંદેરીથી જગન્નાથ સિંહ, બાંદાથી વીરેન્દ્ર સિંહ લંબરદાર, મહારાજપુરથી કામાખ્યા પ્રતાપ સિંહ, છતરપુરથી લલિતા યાદવ, પથરિયાથી લખન પટેલ. ગુન્નોરથી રાજેશ કુમાર વર્માને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ભાજપે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીની 39 બેઠકો માટે જાહેર કરેલા કુલ ઉમેદવારોમાં 5 મહિલા, 8 એસસી અને 13 એસટી કેટેગરીના ઉમેદવારો છે.

છત્તીસગઢ વિધાસભાની 21 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત (BJP Candidates List for Chhattisgarh Assembly Election 2023)

આ પણ વાંચો | કલ્યાણકારી યોજનાઓથી મધ્ય પ્રદેશની ચૂંટણીમાં ભાજપની સંભાવનાઓ વધી, રાજસ્થાન અને છત્તીસગઢમાં ચિંતા
ભાજપે મધ્યપ્રદેશની સાથે સાથે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે પ્રેમનગરથી ભુલન સિંહ મારવીને ટિકિટ આપી છે. તો ભાટગાંવથી લક્ષ્મી રાજવાડે, પ્રતાપપુરથી શકુંતલા સિંહ, રામાનુજગંજથી રામવિચાર નેતામ, લુન્દ્રાથી પ્રબોજ ભૌંજ, ખરસિયાથી મહેશ સાહુ, ધર્મજાગઢથી હરિશ્ચંદ્ર રાઠિયાને ઉમેદવાર જાહેર કર્યા છે.





