લિઝ મૈથ્યુ : લોકસભાના સાંસદ તરીકે રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવ્યા પછી વિપક્ષો એકજૂટ થયા હોવાથી ભાજપ રાહુલને ટિપ્પણીને OBC વિરુદ્ધ ગણાવી અને દેશની સંસ્થાઓના અપમાન તરીકે રજૂ કરીને તેનો પ્રતિકાર કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓને તેમની પ્રતિક્રિયાઓ આના પર કેન્દ્રિત રાખવા અને કેસના કાયદાકીય અથવા તકનીકી પાસાઓમાં ન આવવા માટે નિર્દેશિત કરવામાં આવ્યા છે. શુક્રવારે ભાજપના ટોચના નેતાઓએ સમાન તર્જ પર અલગ-અલગ નિવેદનો જારી કર્યા હતા: બધા ચોરોની મોદી અટક કેમ છે એમ કહેતી રાહુલની ટિપ્પણી સમગ્ર ઓબીસી સમુદાય (મોદી ઓબીસી છે)નું અપમાન હતી.
બીજેપી ગુરુવારથી એ તર્ક આપી રહી છે કે રાહુલે એક ભાષણ પર સુપ્રીમ કોર્ટની ફટકાર છતાં આ પ્રકારની ટિપ્પણીઓ ચાલુ રાખી છે. શુક્રવારે સ્વચાલિત અયોગ્યતા હોવા છતાં રાહુલ ગાંધી સંસદમાં આવ્યા ત્યારે ભાજપના કેટલાક નેતાઓએ માંગ કરી હતી કે તેમના પર કોર્ટના અવમાનનો કેસ ચલાવવામાં આવે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આરજેડીના તેજસ્વી યાદવ, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને એનસીપીના શરદ પવાર જેવા વિપક્ષી નેતાઓ રાહુલના સમર્થનમાં બહાર આવ્યા પછી ભાજપે રાહુલ અને કોંગ્રેસના વિરોધમાં જાતિના હથિયારનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. તેમની ટિપ્પણીને ઓબીસીના અપમાન તરીકે રજૂ કરવાથી તેઓ બેકફૂટ પર આવી શકે છે.
ટોચના નેતાઓ સાથે પરામર્શ કર્યા પછી બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ શુક્રવારે સવારે પાર્ટી માટે લાઇન નક્કી કરી હતી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી સમગ્ર OBC સમુદાયને ચોર કહે છે. કોર્ટમાં તેની આલોચના થાય છે પરંતુ તે માફી માંગવાનો ઇન્કાર કરે છે. આ દર્શાવે છે કે ઓબીસી માટે તેમની નફરત કેટલી ઊંડી છે. ભારતના લોકોએ તેમને 2019માં માફ ન કર્યા, 2024માં સજા વધુ આકરી હશે. તેમણે કહ્યું કે ઓબીસી સમુદાયોને ચોરો સાથે સરખાવીને રાહુલ ગાંધીએ જાતિવાદી માનસિકતા દર્શાવી છે. જોકે તેમનું નવીનતમ આશ્ચર્યજનક નથી. છેલ્લા ઘણા વર્ષોથી તેમણે હંમેશા રાજકીય પ્રવચનના સ્તરને ઘટાડ્યું છે.
બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે પણ આ જ લાઇન લીધી હતી. તેમણે કહ્યું કે શું કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી દેશના કાયદાથી ઉપર છે? શું OBC સમાજની જાતિનો દુરુપયોગ અને અપમાન કરવું એ રાષ્ટ્રીય નેતાનું કામ છે. હું માનું છું કે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી વ્યક્તિગત રીતે દેશના સમગ્ર OBC સમુદાય પર દુર્વ્યવહાર કરવા માટે દોષિત છે.
આ પણ વાંચો – રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા રદ, માનહાની કેસમાં 2 વર્ષની સજા પછી મોટો નિર્ણય
તેમણે કહ્યું કે અમે માનીએ છીએ કે જો તમે આવી રીતે કોઈ ચોક્કસ સમુદાયનું અપમાન કરો છો તો તે ભારત જોડો નહીં પરંતુ ભારત તોડો છે. OBC સમુદાયના અગ્રણી ભાજપના નેતાએ કહ્યું કે તેમના શબ્દો ઓબીસી સમાજ અને અન્ય નાના (નીચલી જાતિ) સમાજો વિશેની તેમની માનસિકતા દર્શાવે છે.
ગુરુવારે જ તેલી જાતિના ભાજપના કાર્યકર્તાઓ અને સમુદાયના નેતાઓએ એક નિવેદન બહાર પાડીને રાહુલ પાસેથી મોદી અટક ધરાવતા લોકો વિરુદ્ધ તેમની અપમાનજનક ટિપ્પણી માટે માફી માંગે તેવી માંગ કરી હતી. નેતાઓએ દેશના જુદા જુદા ભાગોમાં કોંગ્રેસ વિરુદ્ધ આંદોલન કરવાની ચેતવણી પણ આપી હતી.
શુક્રવારે ભૂપેન્દ્ર યાદવે સુરત કોર્ટના આદેશ પર સવાલ ઉઠાવવા પર કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. રાહુલની સજા કાયદાની યોગ્ય પ્રક્રિયાને અનુસરતી હોવાની દલીલ કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતા અને તેમની પાર્ટી તેમના અહંકારને કારણે ચુકાદો સ્વીકારવામાં સક્ષમ નથી. તેમણે કહ્યું કે આ કારણે જ રાહુલે વારંવાર તક મળવા છતાં કોર્ટમાં માફી માંગી ન હતી.
યાદવે રાહુલના સમર્થનમાં બહાર આવનાર વિપક્ષી નેતાઓમાંના કેજરીવાલને ચેતવણી આપતા કહ્યું કે રાજકીય નેતાઓએ એ સમજવાની જરૂર છે કે કોઈને કોઈ પણ સમુદાયનું અપમાન કરવાનો અધિકાર નથી. નેતાઓએ તેમની ભાષા પર નિયંત્રણ રાખવું જોઈએ. આપણે તંદુરસ્ત રાજકીય ચર્ચાઓ માટે તમામ તકોનો ઉપયોગ કરવો જોઈએ.
ભાજપને પણ આશા છે કે રાહુલના સંસદમાં આવવાના નિર્ણયને દોષિત ઠરાવ્યા પછી સાંસદ તરીકેની સ્વયંચાલિત ગેરલાયકાત છતાં સંસ્થાના અપમાન તરીકે દર્શાવવામાં આવશે. બીજેપીના સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટી રાહુલને ગેરલાયક ઠરાવતી નોટિફિકેશન બહાર પાડવા માટે લોકસભા સચિવાલય પર દબાણ કરવાની યોજના બનાવી નથી. કારણ કે તેમને લાગે છે કે આનાથી વિપક્ષને સરકાર પર વિપક્ષના અવાજોને દબાવવાનો આરોપ લગાવવા માટે વધુ બળ મળશે. જોકે રાહુલ લોકસભામાં આવ્યા પછી સચિવાલય પાસે કોઈ વિકલ્પ ન હતો. સિવાય કે નોટિફિકેશન બહાર પાડીને તેમને અયોગ્ય જાહેર કરવામાં આવે.
તે સવારે ગૃહમાં આવ્યા હતા જે તેમણે ન કરવું જોઈએ કારણ કે દોષિત જાહેર થવાથી તેમને લોકસભાના સભ્યપદમાંથી આપમેળે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ગૃહ સચિવાલયે નોટિફિકેશન જાહેર કરવા માટે મજબૂર થવું પડ્યું. એક સૂત્રએ જણાવ્યું હતું કે રાહુલની કાર્યવાહી કોર્ટના તિરસ્કારના આરોપોને આમંત્રણ આપી શકે છે.
આ વર્ષના અંતમાં કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણીમાં કોંગ્રેસ સાથે સીધી લડાઈની તૈયારી કરી રહેલ ભાજપ માટે મોદી વર્સિસ રાહુલની લડાઇ લડવી રાજનીતિક રુપથી બુદ્ધિમાની છે. ખાસ કરીને ત્યારે જ્યારે તે આંતરિક મુદ્દાઓથી ઝઝુમી રહી છે. મોદીની લોકપ્રિયતાને વટાવવામાં મદદ કરી શકે છે, સાથે વિપક્ષ ભાજપ વિરુદ્ધ એક મંચ પર આવવાનો પ્રયત્ન પણ કરી શકે છે. આ ઉપરાંત ઓબીસી પક્ષ માટે એક નિર્ણાયક વોટ બેંક બનાવે છે અને 2014ની આસપાસ ભાજપમાં મોદી યુગની શરૂઆત થઈ ત્યારથી બીજેપી તરફ છે.
બ્રિટનમાં કરેલી ટિપ્પણી અંગે રાહુલ વિરુદ્ધ ભાજપના અભિયાન પાછળ સુરત કોર્ટની આ સજા સામે આવી છે. બીજેપીએ સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં એવી માંગ કરી હતી કે રાહુલ ભારતમાં લોકશાહી જોખમમાં છે તેવી ટિપ્પણી માટે પહેલા માફી માંગે.
રાહુલ અંગેના નોટિફિકેશનમાં લોકસભા સચિવાલયે કહ્યું કે સી સી /18712/2019 માં સુરતની મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલત દ્વારા દોષિત ઠેરવ્યાના પરિણામે કેરળના વાયનાડ સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા લોકસભાના સભ્ય રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.