લિઝ મૈથ્યુ: રવિવારે 13 રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણુંક કરવામાં આવી છે. અંદરના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેટલાક નિર્ણયો આવનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે. આસમના નવા રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા વર્તમાનમાં રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા છે અને તેમને રાજ્યમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારમાંથી એકના રુપમાં જોવામાં આવતા હતા, જ્યાં આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે. રાજસ્થાન યૂનિટમાં જૂથ વિવાદને હલ કરવા અને ચૂંટણીમાં એક ચહેરો સામે રાખવા માટે રાષ્ટ્રીય નેતૃત્વ સંઘર્ષ કરી રહ્યું છે. કટારિયાને રાજ્યપાલ બનાવતા દબાણ થોડુ ઓછું થઇ શકે છે. સૂત્રોએ કહ્યું કે આ પગલું રાજ્ય યૂનિટમાં શક્તિ સમીકરણોને પણ બદલી શકે છે.
મેઘાલય અને નાગાલેન્ડમાં અનુભી રાજ્યપાલોની જરૂરિયાત હતી
મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. ભાજપાના સૂત્રોએ કહ્યું કે પાર્ટી બન્ને રાજ્યોના રાજભવનમાં અનુભવી વ્યક્તિ ઇચ્છે છે. બન્ને રાજ્યોમાં રાજનીતિક અસ્થિરતા અને સતત રાજનીતિક બદલાવનો ઇતિહાસ રહ્યો છે. આવામાં રાજ્યપાલ ચૂંટણી પછીના પરિદ્રશ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. વર્તમાનમાં બિહારના રાજ્યપાલ રહેલા ફાગુ ચૌહાણને મેઘાલય મોકલવામાં આવ્યા છે. મણિપુરના રાજ્યપાલ અને પશ્ચિમ બંગાળમાં કાર્યકારી રાજ્યપાલ રહેલા ગણશનને નાગાલેન્ડના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે.
તમિલનાડુમાં બે નેતાઓના મતભેદને દૂર કર્યા
પૂર્વ લોકસભા સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા સીપી રાધાકૃષ્ણન તમિલનાડુમાંથી બહાર જતા પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઇની સ્થિતિ મજબૂત થઇ શકે છે. પાર્ટીના સૂત્રોના મતે રાધાકૃષ્ણનના પ્રદેશ અધ્યક્ષ સાથે મતભેદ હતા અને તેમની કાર્યશૈલીને લઇને ફરિયાદ હતી. અન્નામલાઇના કામથી અને રાજ્યનું નેતૃત્વ કરવાની રીતથી ભાજપ હાઇકમાન્ડ ઘણું ખુશ છે. કર્ણાટકની ચૂંટણી માટે અન્નમલાઇને સહ-પ્રભારી નિયુક્ત કરવાનો ભાજપ નેતૃત્વનો નિર્ણય તે વાતનો સંકેત છે. ઘટનાક્રમથી પરિચિત એક પાર્ટીએ નેતાએ કહ્યું કે એક વફાદાર અને અને પ્રતિબદ્ધ પાર્ટી કાર્યકર્તા રાધાકૃષ્ણન હવે શાંત થઇ ગયા છે.
રાધાકૃષ્ણન બે વખત 1998 અને 1999માં કોયમ્બટૂર લોકસભા સીટ જીતી અને રાજ્યમાં પાર્ટી સંગઠનના કામમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તે તમિલનાડુના અધ્યક્ષ પણ રહ્યા હતા અને ભાજપ માટે કેરળના પ્રભારી પણ હતા. એવા સમાચાર છે કે ભાજપ નેતૃત્વ અન્નામલાઇને કોયમ્બટૂરથી ઉમેદવાર બનાવી શકે છે.
પાર્ટીએ સૂત્રોએ કહ્યું કે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભામાં ભાજપના વર્તમાન ચીફ વ્હિપ શિવ પ્રતાપ શુક્લાની હિમાચલ પ્રદેશના રાજ્યપાલના રૂપમાં નિયુક્તિ આશાના અનુરુપ છે. ઉત્તર પ્રદેશના એક નેતાએ કહ્યું કે આ પાર્ટી અને તેની વિચારધારા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને સમર્પણનો પુરસ્કાર હોઇ શકે છે. તેમની આરએસએસમાં એક મજબૂત પૃષ્ઠભૂમિ છે.
રમેશ બૈસને મહારાષ્ટ્ર લઇ જવામાં આવ્યા
બીજી મોટી જાહેરાત રમેશ બૈસને ઝારખંડના રાજભવનમાંથી મહારાષ્ટ્ર લઇ જવાની છે. ચૂંટણીના રાજકારણમાં શાનદાર રેકોર્ડ ધરાવતા બૈસ છત્તીસગઢના રાયપુરથી સાત વખત જીત્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા બૈસને સોરેન સરકાર સાથેના તેમના સંઘર્ષો માટે વિપક્ષી પક્ષો તરફથી ટિકાનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તેઓ ચૂંટણી પંચની ભલામણો પર બેઠા હતા, ત્યારે સોરેન અને કોંગ્રેસના નેતૃત્વવાળા ઝારખંડ મુક્તિ મોરચા (JMM) અને કોંગ્રેસ બંનેમાંથી ધારાસભ્યોને તોડવા માટે તેમની ટિકા કરવામાં આવી હતી.
આ પણ વાંચો – રામ જન્મભૂમિના પક્ષમાં નિર્ણય આપનાર બેન્ચમાં રહેલા જસ્ટિસ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનાવ્યા
બીજી તરફ અનુસૂયા ઉઇકેને છત્તીસગઢથી મણિપુર લઇ જવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે રાજ્ય ભાજપ તરફથી રાજભવન સામે ફરિયાદો આવી હતી. ઉઇકે જે આદિવાસી સમુદાયમાંથી આવે છે, 2019થી છત્તીસગઢના રાજ્યપાલ હતા અને ગયા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમને રાષ્ટ્રપતિ ભવનના સંભવિત ઉમેદવાર તરીકે જોવામાં આવતા હતા.
અમરિંદર સિંહનું નામ નથી
પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહને રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવાની અટકળો હોવા છતાં તેમનું નામ યાદીમાં નથી. ભાજપના સૂત્રોએ અગાઉ જણાવ્યું હતું કે સિંહ, જેમની પંજાબ લોક કોંગ્રેસ પંજાબમાં લડવા માટે ભાજપમાં ભળી ગઈ હતી, તેમને બંધારણીય પદ અથવા રાજ્યસભામાં બેઠકની ઓફર કરવામાં આવશે. એવા પણ અહેવાલો હતા કે તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે કોશિયારીનું સ્થાન લેશે. જોકે અમરિંદર સિંહે તેને ફગાવી દીધા હતા.