BJP : ભાજપની રાજસ્થાન મધ્યપ્રદેશમાં ચૂંટણીલક્ષી યાત્રાઓ શરૂ, વસુંધરા રાજે અને શિવરાજ સિંહ ચૌહાણને દૂર રાખ્યા; કેન્દ્રીય મંત્રીઓને કેમ મેદાનમાં ઉતાર્યા?

Politics in Madhya Pradesh To Rajasthan: ભાજપના વડપણે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા પ્રચાર-પ્રસાર માટેના યાત્રાઓની જવાબદારી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે જેવા રાજ્યના ટોચના નેતાઓને સોંપવાને બદલે કેન્દ્રીય નેતાઓને સોંપી છે. આવી જ રીતી સ્થિતિ મધ્યપ્રદેશમાં છે

Written by Ajay Saroya
September 03, 2023 15:27 IST
BJP : ભાજપની રાજસ્થાન મધ્યપ્રદેશમાં ચૂંટણીલક્ષી યાત્રાઓ શરૂ, વસુંધરા રાજે અને શિવરાજ સિંહ ચૌહાણને દૂર રાખ્યા; કેન્દ્રીય મંત્રીઓને કેમ મેદાનમાં ઉતાર્યા?
ચિત્રકુટ ખાતે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનું સ્વાગત કરી રહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ. (Photo: @ChouhanShivraj)

BJP kick Off Yatras Madhya Pradesh And Rajasthan Before Elections : મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી આડે માંડ ત્રણ મહિના બાકી છે ત્યારે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રવિવારે સતના જિલ્લાના ચિત્રકૂટથી તેમની પાર્ટીની “જન આશીર્વાદ યાત્રા”નો આરંભ કરાવ્યો છે. આ યાત્રા વિંધ્યાંચલના વિસ્તારમાંથી પસાર થશે. ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે આવતા અઠવાડિયે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવી ચાર યાત્રાઓનું આયોજન કરવામાં આવશે. આવી યાત્રાઓ મારફતે ભાજપનો ઉદ્દેશ્ય પોતાની અન્ય ઉપલબ્ધિઓ ઉપરાંત પક્ષના નેતૃત્વાળી કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાને લોકો સુધી પહોંચાડવાનો છ.

એવી આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બરે ભોપાલ આવશે. તેઓ ભારતીય જનસંઘના અગ્રણી ચહેરા સ્વ. દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ પર આ પાંચ યાત્રાઓના સમાપન પ્રસંગે ભાજપના કાર્યકરોને સંબોધિત કરશે. ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે આ પાંચ યાત્રાઓ ભોપાલ પહોંચવાની પહેલા મધ્યપ્રદેશના 230 વિધાનસભા મતવિસ્તારોમાંથી 210માંથી પ્રસાર થઇને 10,500 કિલોમીટરનું અંતર કાપશે.

ભાજપ હાઈકમાન્ડે કેન્દ્રીય મંત્રીઓને મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી મેદાનમાં ઉતાર્યા

જ્યારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ 2018ની વિધાનસભા ચૂંટણી પહેલા આવા આયોજનોમાં મોખરે હતા, જ્યારે ભજપ નેતૃત્વએ આ વખતે યાત્રાઓ માટે અમિત શાહ, રાજનાથ સિંહ અને નીતિન ગડકરી જેવા કેન્દ્રીય મંત્રીઓને સામેલ કરવાનો નિર્ણય કર્યો છે.

2018માં કોંગ્રેસે 114 બેઠકો અને જ્યારે ભાજપે 109 બેઠકો જીતી હતી

2018ની મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની 109 સામે કોંગ્રેસે 114 બેઠકો જીતી હતી, ત્યારબાદ કોંગ્રેસે કમલનાથના નેતૃત્વમાં પોતાની સરકાર બનાવી હતી. જો કે, કોંગ્રેસની આ સરકાર 15 મહિનામાં જ પડી ભાંગી, જ્યારે પાર્ટીના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ બળવો કર્યો અને પોતાના વફાદારો સાથે ભાજપમાં જોડાઇ ગયા. આ ઘટનાથી ભાજપ નેતા શિવરાજ સિંહ ચૌહાણ ચોથી વાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા.

શિવરાજ સિંહ ચૌહાણ સામે વિરોધી લહેર

જ્યોતિરાદિત્ય સિંધિયા હાલ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી છે. જો કે, આગામી ચૂંટણી પહેલા તેમના વફાદારોના એક વર્ગમાં અસંતોષ છે. સિંધિયાના કેટલાક વફાદાર અથવા તેમના ગૃહ પ્રદેશ ગ્વાલિયર-ચંબલના ભાજપના નેતાઓ હવે કોંગ્રેસમાં પાછા ફર્યા છે અને તેમને નિશાન બનાવી રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ ત્રણ વર્ષ સુધી સિંધિયા સામે જગ જાહેર દુશ્મનાવટ બાદ કોલારસના ભાજપ ધારાસભ્ય વીરેન્દ્ર રઘુવંશીએ તાજેતરમાં પાર્ટી છોડી દીધી હતી. સિંધિયા તાજેતરના અઠવાડિયામાં રાજીનામું આપનારા પ્રદેશના ચોથા વરિષ્ઠ ભાજપ નેતા છે.

એમપીના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ સત્તાવિરોધી લહેરનો સામનો કરી રહ્યા હોવાનું કહેવાય છે, ભાજપને આગામી ચૂંટણીમાં કમલનાથની આગેવાની હેઠળની કોંગ્રેસ તરફથી સખત પડકારનો સામનો કરવા પડી રહ્યો છે.

રાજસ્થાનમાં ભાજપે વસુંધરા રાજેને ચૂંટણી આયોજનોથી દૂર રાખ્યા

પડોશી રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના નેતૃત્વમાં કોંગ્રેસનું રાજ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે સવાઈ માધોપુરથી પાર્ટીની ‘પરિવર્તન યાત્રા’ની શરૂઆત કરી અને એક જાહેર રેલીને સંબોધિત કરી. તેમણે મહિલાઓ વિરુદ્ધ અપરાધો, ભ્રષ્ટાચાર અને અન્ય મુદ્દાઓ પર ગેહલોત સરકાર પર પ્રહારો કર્યા હતા. નડ્ડાએ લોકોને આહ્વાન કર્યું કે જો તેઓ રાજ્યની સ્થિતિ બદલવા માંગતા હોય તો ભાજપને મત આપે.

5 સપ્ટેમ્બર સુધી શરૂ થનારી ભાજપની ચાર પરિવર્તન યાત્રા રાજસ્થાનના તમામ 200 વિધાનસભા ક્ષેત્રોને આવરી લેશે, જે અંતર્ગત પક્ષ માટે મત માંગવા માટે કિસાન ચૌપાલ, મોટરસાઇકલ રેલી, મહિલા સભા, દલિત ચૌપાલનું આયોજન કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રવિવારે ડુંગરપુરના બાણેશ્વર ધામથી આવી બીજી યાત્રા શરૂ કરશે, જે 19 દિવસમાં 52 મતવિસ્તારોને આવરી લેશે. ત્રીજી યાત્રા રક્ષા મંત્રી રાજનાથ સિંહ 4 સપ્ટેમ્બરે જેસલમેરના રામદેવરાથી શરૂ કરશે, જ્યારે ચોથી બીજેપી યાત્રા 5 સપ્ટેમ્બરે હનુમાનગઢના ગોગામેડીથી કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી શરૂ કરશે.

રાજસ્થાનમાં પણ ભાજપ નેતૃત્વએ વિધાનસભા ચૂંટણીમાં આવી ઘટનાઓ શરૂ કરવાની જવાબદારી પૂર્વ સીએમ વસુંધરા રાજે જેવા રાજ્યના ટોચના નેતાઓને સોંપવાની જગ્યાએ પાર્ટીના કેન્દ્રીય નેતાઓને સોંપી છે.

અરવિંદ કેજરીવાલ હરિયાણામાં જનાધારની શોધમાં

હરિયાણામાં આપના વડા અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન રવિવારે ભિવાનીમાં સ્થાનિક એકમના નવનિયુક્ત વડાઓને શપથ લેવડાવશે. આ અધિકારીઓને પ્રદેશ પ્રભારી કહેવામાં આવે છે. તેમાંથી દરેકની નિમણૂક શહેરી વિસ્તારના પાંચ વોર્ડ અથવા ગ્રામીણ વિસ્તારના કેટલાક ગામોમાં કરવામાં આવે છે.

કેજરીવાલ દ્વારા આ કવાયત તેમના ગૃહ રાજ્ય હરિયાણામાં સમર્થન વધારવા માટે AAPના સતત પ્રયાસોનો એક ભાગ છે. એ બીજી વાત છે કે અનેક ચૂંટણી લડવા છતાં પાર્ટી રાજ્યમાં અત્યાર સુધી કોઈ સફળતા મેળવી શકી નથી.

કોંગ્રેસે મહારાષ્ટ્રમાં 10 દિવસની ‘જન સંવાદ યાત્રા’ શરૂ કરી

તો બીજી બાજુ મહારાષ્ટ્રમાં, કોંગ્રેસ કેન્દ્ર સરકાર અને શિંદે-ભાજપ સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવા રવિવારથી 10 દિવસની “જન સંવાદ યાત્રા” શરૂ કરવા સજ્જ છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા નાના પટોલેના જણાવ્યા અનુસાર, પાર્ટીના નેતાઓ આ સમયગાળા દરમિયાન તાલુકા, ગામ અને શહેર સ્તરથી તમામ વિસ્તારોમાં યાત્રા કરશે.

પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ અને અશોક ચવ્હાણ અનુક્રમે પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં યાત્રાનું નેતૃત્વ કરશે. જ્યારે પશ્ચિમ વિદર્ભમાં તેનું નેતૃત્વ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા (LOP) વિજય વડેટ્ટીવાર કરશે, જ્યારે પૂર્વ વિદર્ભમાં પટોલે પોતે કૂચનું નેતૃત્વ કરશે. કાર્યક્રમના ભાગ રૂપે, કોંગ્રેસના તમામ નેતાઓ બે દિવસ માટે દરિયાકાંઠાના કોંકણકોસ પ્રદેશની મુલાકાત લેશે.

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ શિંદે-ભાજપ સરકારના હૃદયના ધબકારા વધારશ

આ દરમિયાન મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણનો મુદ્દો ફરી ગરમાયો છે, જાલનામાં હિંસા ફાટી નીકળી છે. પ્રદર્શનકારીઓ સાથે પોલીસ અથડામણ થઈ છે. જેમાં અનેક લોકો ઘાયલ થયા છે.

નાના પટોલે શિંદે સેના-ભાજપ-અજિત એનસીપી ગઠબંધન સરકાર પર આરોપ લગાવ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે જાલનામાં મરાઠા આરક્ષણની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર શુક્રવારના પોલીસ લાઠીચાર્જનો હેતુ મુંબઈમાં 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે યોજાયેલી ઈન્ડિયા એલાયન્સની બેઠક પરથી ધ્યાન હટાવવાનો હતો.

સત્તાધારી ગઠબંધન 2024ની લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચંટણી પહેલા મરાઠા આરક્ષણ મુદ્દે બચાવની સ્થિતિમાં છે, કારણ કે વિપક્ષ મહા વિકાસ અઘાડી (એમવીએ) – જેમાં શરદ પવારની એનસીપી, ઉદ્ધવ ઠાકરે સેના અને કોંગ્રેસ સામેલ છે. આ પાર્ટીઓએ જાલના હિંસા પર શિંદે સરકાર પર નિશાન સાધ્યું છે.

આ પણ વાંચો | એક દેશ એક ચૂંટણી સમિતિમાં સામેલ એક માત્ર કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ નામ પાછું ખેંચ્યું

શુભાંગી ખાપરેની રિપોર્ટ અનુસાર, સુપ્રીમ કોર્ટ દ્વારા 2021માં મહારાષ્ટ્રના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કાયદાને ફગાવી દીધા પછી ભાગ્યે જ કોઈ ઉકેલ સાથે મરાઠા ક્વોટા વિવાદનું સમાધાન દેખાઇ રહ્યુ છે, તે ફરી ચૂંટણી લક્ષી મુદ્દો બની ગયો છે. ખાસ કરીને ભાજપ કે જે રાજ્ય અને કેન્દ્ર બંનેમાં સત્તા પદે છે. આ વખતે મહત્વનો તફાવત એ છે કે સીએમ શિંદે અને તેમના બીજા નાયબ અજિત પવાર બંને મરાઠા સમુદાયમાંથી આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ