scorecardresearch

કર્ણાટકના પરિણામોથી મહા વિકાસ અઘાડી પ્રોત્સાહિત, 2024માં સીટ વહેંચણીની ફોર્મ્યુલા તૈયાર કરવા ધ્યાન કેન્દ્રિત કર્યું

Maharashtra : કર્ણાટક ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત ત્રણ MVA ભાગીદારો માને છે કે શિંદે સેના-ભાજપને 2024ની ચૂંટણીમાં સખત લડત આપવાનો એકમાત્ર રસ્તો વિશ્વસનીય વિકલ્પ તરીકે મજબૂત, સંયોજક વિપક્ષી મોરચો બનાવવાનો છે

Maha Vikas Aghadi
ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT), NCP અને કોંગ્રેસે NCP સુપ્રીમો શરદ પવાર દ્વારા તેમના નિવાસસ્થાને બોલાવવામાં આવેલી બેઠકમાં હાજરી આપી હતી (તસવીર – શિવસેના યુબીટી ટ્વિટર)

શુભાંગી ખાપરે : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો કોંગ્રેસ સામે પરાજય થયો છે. બીજેપીના પરાજયે મહારાષ્ટ્રના વિપક્ષી ગઠબંધન, મહા વિકાસ અઘાડી (MVA)ને મજબૂત બનાવ્યું છે. કર્ણાટક ચૂંટણીના પરિણામોના માંડ એક દિવસ પછી 14 મેની સાંજે, ત્રણ MVA સાથી પક્ષો – ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT), NCP અને કોંગ્રેસે NCP સુપ્રીમો શરદ પવાર દ્વારા તેમના નિવાસસ્થાને બોલાવવામાં આવેલી બેઠકમાં હાજરી આપી હતી. જ્યાં તેઓએ નિર્ણય લીધો હતો કે 2024ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ માટે સર્વસંમતિ સાથે તેમની સીટ-વહેંચણીની ફોર્મ્યુલા તૈયાર કરવા માટે દરેક ભાગીદારમાંથી બે પ્રતિનિધિઓને સામેલ કરીને છ સભ્યોની સમિતિની રચના કરવી.

જોકે વિપક્ષી ગઠબંધનના સૂત્રો કહે છે કે MVA સામેનો વાસ્તવિક પડકાર તેના નેતૃત્વ અને વિશ્વાસના મુદ્દાઓ પર કેન્દ્રિત હશે અને તે ઘટકોના વૈચારિક મતભેદો અથવા તેમની સીટ-શેરિંગ ફોર્મ્યુલા સાથે સંબંધિત નથી.

સમગ્ર રાજ્યમાં શિંદે સેના-ભાજપ સરકાર વિરુદ્ધ સંયુક્ત “વજ્રમુથ (લોખંડની મુઠ્ઠી)” રેલીઓ યોજવાની યોજનાના ભાગરૂપે MVA ગઠબંધને એપ્રિલથી આવી ત્રણ રેલીઓ સંભાજીનગર, નાગપુર અને મુંબઈમાં યોજી છે. જ્યાં તેમની એકતાનું પ્રદર્શન નેતૃત્વ સંબંધિત મતભેદના કારણે ભારે પડી ગયા હતા. કારણ કે શિવસેના (યુબીટી)એ એમવીએના મુખ્ય નેતા તરીકે ઉદ્ધવને પ્રોજેક્ટ કરવાની માંગ કરી હતી.

કોંગ્રેસ અને એનસીપીના ઘણા નેતાઓએ ઉદ્ધવને એમવીએના નેતૃત્વના ચહેરા તરીકે રજૂ કરવાની સેના (યુબીટી)ના પ્રયત્નો પર સવાલ ઉઠાવ્યા છે. એનસીપીના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની વિનંતી કરતાં જણાવ્યું હતું કે સેના (યુબીટી) ઉદ્ધવને રેલીઓમાં એમવીએ નેતા તરીકે રજૂ કરે છે તે અમને પસંદ નથી. અમે તેમને સ્વીકારતા નથી. એનસીપીમાં અમારા નેતા શરદ પવાર છે અને તેઓ મુખ્ય MVA નેતા પણ છે.

કર્ણાટક ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત ત્રણ MVA ભાગીદારો માને છે કે શિંદે સેના-ભાજપને 2024ની ચૂંટણીમાં સખત લડત આપવાનો એકમાત્ર રસ્તો વિશ્વસનીય વિકલ્પ તરીકે મજબૂત, સંયોજક વિપક્ષી મોરચો બનાવવાનો છે. શાસક ગઠબંધન તેના ચૂંટણી લાભ માટે તેમના મતોના કોઈપણ વિભાજનનો ઉપયોગ કરી શકશે.

રાજ્ય એનસીપીના વડા જયંત પાટીલે કહ્યું કે એમવીએ એક વાસ્તવિકતા છે. અમે લોકોનો વિશ્વાસ જીતવા અને મહારાષ્ટ્રમાં અમારો ચૂંટણી આધાર મજબૂત કરવા તમામ પ્રયાસો કરીશું. બીજી તરફ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ કહ્યું કે અમે હમણાં જ પ્રારંભિક બેઠક યોજી હતી. જો આપણે બધા ભાજપને હરાવવા માટે સંયુક્ત હેતુ સાથે કામ કરીશું તો અન્ય મુદ્દાઓ ઉકેલાઈ જશે.

આ પણ વાંચો – કર્ણાટકમાં મુખ્યમંત્રીને લઇને સસ્પેન્સ યથાવત્, સોનિયા ગાંધી, રાહુલ નિર્ણય કરશે

કેટલાક રાજ્ય કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે જ્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંને બિનસાંપ્રદાયિકતા જેવા તેમના મુખ્ય વૈચારિક મુદ્દા પર સમાધાન કરશે નહીં. ભાજપ સામે લડવા માટે તેઓ કેન્દ્ર અથવા રાજ્યમાં મહાગઠબંધનના માર્ગમાં કોઈ શક્તિની રમતને આવવા દેશે નહીં.

એમવીએ શાસન દરમિયાન કોંગ્રેસ ઉદ્ધવ સેના અને એનસીપી સામે બીજી ભૂમિકા નિભાવવા માટે ફરિયાદ હતી. તેના મંત્રીઓ પણ ફરિયાદ કરતા હતા કે તમામ નીતિગત નિર્ણયો સીએમ ઉદ્ધવ અને તેમના નાયબ અજિત પવાર દ્વારા લેવામાં આવ્યા હતા. જોકે કર્ણાટકના પરિણામોએ કોંગ્રેસને ઉત્સાહિત કરી છે. પટોલેએ કહ્યું હતું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાએ વિપક્ષોને એક નવું જીવન આપ્યું છે. તેઓ એકલા હાથે મોદી અને અદાણી સામે લડ્યા છે.

નોંધપાત્ર રીતે જ્યારે શરદ પવાર અને ઉદ્ધવ પોતપોતાના પક્ષોના નંબર 1 નેતા છે. કોંગ્રેસ પાસે રાજ્યમાં આવો ચહેરો નથી અને પટોલે સંગઠનમાં વિવિધ પડકારોનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસના ભૂતપૂર્વ મંત્રી વિજય વડેટીવારે હવે ચંદ્રપુર જિલ્લા યૂનિટમાં પક્ષના પદાધિકારીઓ વિરુદ્ધ વ્હિપ તોડવાના પટોલેના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. જેઓ વિજય વડેટીવારેના સમર્થકો છે. પટોલેએ અગાઉ રાજ્યના વરિષ્ઠ પક્ષના નેતા બાલાસાહેબ થોરાટ સાથે મતભેદ હતા. કોંગ્રેસના એક આંતરિક વ્યક્તિએ જણાવ્યું હતું કે આંતરિક ઝઘડો એ કોઈપણ રાજકીય સંગઠનનો ભાગ છે પરંતુ કોંગ્રેસમાં તે જાહેર થાય છે. NCP પાસે સમસ્યાઓનો છે જેને વરિષ્ઠ પવાર વારંવાર ઉકેલે છે.

તેમણે કહ્યું પવારે રાજીનામું જાહેર કર્યા પછી (જે તેમણે પાછળથી પાછું ખેંચ્યું હતું) જયંત પાટીલ સાઇડમાં મુકાઈ જવાના ડરથી નારાજ થઈ ગયા હતા. અજિત પવાર અને જયંત પાટીલ વચ્ચે રાજ્ય NCPને નિયંત્રિત કરવા અંગેના મતભેદો કોઈ રહસ્ય નથી. સેના નેતૃત્વની તેમના આંતરિક મતભેદોને ઉકેલવામાં અસમર્થતા કારણે પક્ષમાં તિરાડ પડી હતી.

જોકે MVA તેમના આંતરિક મુદ્દાને ઓવરરાઇડ કરવા માટે હવે આશાવાદી જણાય છે. બાળાસાહેબ થોરાટે કહ્યું કે MVA એકસાથે ચૂંટણી લડશે તે અંગે કોઈ અસ્પષ્ટતા નથી. અમે સાથે બેસીને અમારી સીટ શેરિંગ ફોર્મ્યુલા પર કામ કરીશું. મને કોઈ સમસ્યા દેખાતી નથી. એનસીપીના નેતા સુનીલ તટકરે દ્વારા સમાન લાગણીઓ વ્યક્ત કરતા કહ્યું હતું કે દરેક સાથીઓએ રાજ્યના વિશાળ હિત માટે એક પગલું પાછું લેવું પડશે.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 અને લોકસભાની 48 બેઠકો છે. 1999માં એનસીપીની રચના થઈ ત્યારથી 2004માં વિધાનસભાની ચૂંટણીમાં NCPની સૌથી વધુ સીટો 71 રહી છે. 1999થી કોંગ્રેસની સૌથી વધુ સીટો 2009માં 82 વિધાનસભા બેઠકો રહી છે. 2014ની ચૂંટણીમાં જ્યારે ચારેય મુખ્ય પક્ષો કોંગ્રેસ, એનસીપી, ભાજપ અને શિવસેના (અવિભાજિત) અલગથી લડ્યા હતા ત્યારે કોંગ્રેસને 42 બેઠકો, એનસીપીને 41, સેનાને 63 અને ભાજપને 122 બેઠકો મળી હતી. 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધન અને ભાજપ-સેના ગઠબંધન વચ્ચે સામસામે ટક્કર જોવા મળી હતી ત્યારે કોંગ્રેસને 44, એનસીપીને 54, ભાજપને 105 અને સેનાને 56 બેઠકો મળી છે.

2014 અને 2019 બંને ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદી પરિબળે તેમના પરિણામો નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે છેલ્લા 24 વર્ષોમાં રાજ્યમાં કોઈપણ પક્ષ કે ગઠબંધન 200ના આંકડાને સ્પર્શી શક્યું નથી.

2024ની ચૂંટણીના ભાગરૂપે MVA શિંદે જૂથના બળવાને પગલે સેનાના વિભાજનને કારણે ઉદ્ધવ માટે કથિત જાહેર સહાનુભૂતિનો લાભ ઉઠાવવા પણ વિચારી રહી છે. શિંદે-ભાજપના જોડાણે 2024ની ચૂંટણીમાં 288માંથી 200 બેઠકો જીતવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યું છે. ફડણવીસે દાવો કર્યો હતો કે MVA એકતા માત્ર એક અંદાજ છે તેમાં આંતરિક તિરાડો છે અને તે નિષ્ફળ જશે.

Web Title: Boosted by karnataka results mva shifts gears to 2024 seat sharing

Best of Express