scorecardresearch

કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદને લઇને વિવાદ વધ્યો, દેવેન્દ્ર ફડણવીસે કર્ણાટકના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી

કર્ણાટક અને મહારાષ્ટ્ર સરહદ વિવાદ : આ વિવાદના કારણે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને (MSRTC) મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે બસ સેવા નહીં ચલાવવાનો નિર્ણય કર્યો છે

કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદને લઇને વિવાદ વધ્યો, દેવેન્દ્ર ફડણવીસે કર્ણાટકના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી
કર્ણાટકના બેલગાવી જિલ્લામાં કન્નડ સમૂહોએ પ્રદર્શન કર્યું અને આ દરમિયાન મહારાષ્ટ્રની નંબર પ્લેટવાળા ટ્રક પર પત્થર ફેંકવામાં આવ્યા હતા (તસવીર – વીડિયોગ્રેબ, ટ્વિટર)

Maharashtra and Karnataka Border row : કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદને લઇને વિવાદ વધી રહ્યો છે. કર્ણાટકના બેલગાવી જિલ્લામાં કન્નડ સમૂહોએ પ્રદર્શન કર્યું અને આ દરમિયાન મહારાષ્ટ્રની નંબર પ્લેટવાળા ટ્રક પર પત્થર ફેંકવામાં આવ્યા હતા. લોકોએ રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યું હતું. પોલીસે કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે. મહારાષ્ટ્રના રાજનીતિક નેતાઓએ કેન્દ્રને હસ્તક્ષેપ કરવાની માંગણી શરૂ કરી છે. કારણ કે કર્ણાટકના બેલગાવીમાં રાજ્યના વાહનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે જો કર્ણાટકના સીએમ ભડકાઉ નિવેદન આપવાના છે તો કેન્દ્રએ હસ્તક્ષેપ કરવો જોઈએ. મહારાષ્ટ્રના સાંસદોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પાસે એક પ્રતિનિધિમંડળ લઇ જવાની વિનંતી કરશે. કારણ કે શીતકાલીન સત્ર કાલથી શરૂ થઇ રહ્યું છે.

ભાજપાના રાજ્યસભા સાંસદ ઉદયનરાજે ભોંસલેએ કહ્યું કે કેન્દ્રએ હસ્તક્ષેપ કરવો જોઈએ. મહારાષ્ટ્ર અને કર્ણાટકના બધા રાજનીતિક દળોના નેતાઓને બોલાવવા જોઈએ. લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદનું સોહાર્દપૂર્ણ સમાધાન શોધવા માટે આ મુદ્દા પર ચર્ચા કરવી જોઈએ. આજે મહારાષ્ટ્ર અને કર્ણાટકના નેતાઓ દ્વારા નિવેદન આપવા અને વળતો જવાબ આપવાથી આ જટિલ સમસ્યાનું સમાધાન થવાનું નથી. બધા નેતાઓને વિશ્વાસમાં લઇને તેને સંબોધિત કરવો પડશે. સંવાદ જરૂરી છે, નહીંતર આ લડાઇ ચાલું રહેશે અને કોઈને ફાયદો થશે નહીં.

આ પણ વાંચો – પોતાની સીટ મહિલા માટે અનામત થઇ તો નેતાજીએ કોર્ટ મેરેજ કરીને પત્નીને બનાવી દીધી ઉમેદવાર

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇને ફોન કર્યો અને બેલગાવી પાસે હિરેબગવાડીમાં થયેલા ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે દેવેન્દ્ર ફડણવીસ સાથે ટેલિફોન પર થયેલી વાતચીતમાં આશ્વાસન પણ આપ્યું કે મહારાષ્ટ્રથી આવતા વાહનોની સુરક્ષા કરવામાં આવશે.

આ વિવાદના કારણે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને (MSRTC) મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે બસ સેવા નહીં ચલાવવાનો નિર્ણય કર્યો છે.

Web Title: Border row msrtc to not run buses between maharashtra and karnataka

Best of Express