scorecardresearch

બજેટ 2023-24: મનરેગામાં 21 ટકાથી વધારેનો કાપ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફંડમાં ભારે વધારો

Budget 2023: સરકારને ખબર છે કે ગામમાં રહેતા લોકો માટે પોતાના પાક્કા મકાનનું સપનું કેટલું મહત્વનું હોય છે. કદાચ આ જ કારણે આવાસ યોજના પર સરકાર વધારે ભાર આપી રહી છે

બજેટ 2023-24: મનરેગામાં 21 ટકાથી વધારેનો કાપ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફંડમાં ભારે વધારો
બજેટ 2023-24 જોવામાં આવે તો લાગે છે કે પીએમ નરેન્દ્ર મોદી સરકારને મનરેગા યોજનામાં ખાસ રસ રહ્યો નથી (Photo- File)

Budget 2023: બજેટ 2023-24 જોવામાં આવે તો લાગે છે કે પીએમ નરેન્દ્ર મોદી સરકારને મનરેગા યોજનામાં ખાસ રસ રહ્યો નથી. આ જ કારણ છે કે ગત બજેટની સરખામણીમાં આ વખતે યોજનાને આવંટિત ફંડમાં 21.66 ટકાનો કાપ કરવામાં આવ્યો છે. તેનાથી ઉલટ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના બજેટમાં ભારે વધારો કરાયો છે. સરકારને ખબર છે કે ગામમાં રહેતા લોકો માટે પોતાના પાક્કા મકાનનું સપનું કેટલું મહત્વનું હોય છે. કદાચ આ જ કારણે આવાસ યોજના પર સરકાર વધારે ભાર આપી રહી છે. આવાસ યોજના માટે આવંટિત ફંડમાં 172 ટકાનો વધારો કરાયો છે.

2023-24ના બજેટમાં મનરેગા માટે 60 હજાર કરોડ રૂપિયા આવંટિત કરવામાં આવ્યા છે. 2022-23માં સ્કીમ માટે ખર્ચ થનારી રકમનું આકલન 73 હજાર કરોડ રૂપિયા હતું. રિવાઇજ્ડ એસ્ટીમેટમાં આ રકમ 89 હજાર 400 કરોડ રૂપિયા હતી. આ આંકડાને જોઈને સ્પષ્ટ લાગે છે કે સરકાર મનરેગાને વધારે મહત્વ આપી રહી નથી.

આ પણ વાંચો – 7 લાખ સુધી કોઇ ટેક્સ નહીં, પણ 3-6 લાખ પર 5% ટેક્સ? દૂર કરો તમારી મૂંઝવણ

નાણા મંત્રીએ મનરેગાનો ફક્ત એક વખત ઉલ્લેખ કર્યો

2021-22માં યોજના અંતર્ગત સરકારે 98,468 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. ખાસ વાત એ છે કે બુધવારે બજેટ રજુ કરતા સમયે નાણા મંત્રી નિર્મલા સીતારામને મનરેગાનો ફક્ત એક વખત ઉલ્લેખ કર્યો હતો. સ્પષ્ટ છે કે સરકારની પ્રાથમિક યાદીમાં મનરેગા ગાયબ થઇ રહી છે.

પીએમ આવાસ યોજનાના બજેટમાં ઘણો વધારો

તેના વિપરિત પીએમ આવાસ યોજનાના બજેટમાં ઘણો વધારો જોવા મળ્યો છે. આ યોજનાના બે ભાગ છે. એકમાં શહેરનો ભાગ કવર થાય છે અને બીજામાં ગામડાઓનો ભાગ કવર થાય છે. પીએમ આવાસ યોજના અંતર્ગત 66 ટકાનો વધારો થયો છે. એટલે કે 79 હજાર કરોડ રૂપિયાનો તેમાં વધારે થયો છે. બજેટ સાથે જોડાયેલા દસ્તાવેજો બતાવે છે કે વિત્ત મંત્રીએ પીએમ આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત 54 હજાર 487 કરોડ રૂપિયા આવંટિત કર્યા છે. 2022-23માં આ રકમ 20 હજાર કરોડ રૂપિયા હતી. ગત વર્ષે સ્કીમની રિવાઇજ્ડ એસ્ટીમેટ 48 હજાર 422 કરોડ રૂપિયા હતું.

Web Title: Budget 2023 more than 21 percent reduction in mnrega huge increase in pmay rural fund

Best of Express