Lucknow : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં વજીર હસન વિસ્તારમાં ઇમારત ધરાશાયી થઇ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 3 લોકોના મોતના સમાચાર છે. કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ, પ્રશાસન અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. દુર્ઘટનાની સૂચના મળ્યા પછી ડિપ્ટી સીએમ બ્રજેશ પાઠક સ્થળ પર પહોંચ્યા છે.
ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કહ્યું કે લખનઉમાં વજીર હસનગંજ રોડ પર એક રહેણાંક બિલ્ડિંગ ધરાશાયી થવાથી 3 લોકોના મોત થયા છે. પોલીસ, એનડીઆરએફ અને ફાયરબ્રિગેડ કર્મી સ્થળ પર હાજર છે અને રાહત બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
એક આધિકારિક નિવેદન પ્રમાણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટનાની માહિતી મેળવી છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમને ઘટનાસ્થળે મોકલવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો – દિલ્હીમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો, ભૂકંપ કેમ આવે છે?
મુખ્યમંત્રીએ જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર માટે તત્કાલ હોસ્પિટલ પહોંચાડવાનો નિર્દેશ આપ્યો છે. સાથે ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે. જિલ્લાધિકારી, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોને ઘટનાસ્થળ પર જઇને રાહત કાર્ય કરાવવા નિર્દેશ આપ્યા છે. સાથે ઘણી હોસ્પિટલનો પણ નિર્દેશ આપ્યો છે.