Anand Mohan J : કેગને મધ્ય પ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં કેટલીક અનિયમિતતાઓ મળી છે. કેગે મધ્ય પ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ (પીએમએવાય-જી)ના અમલીકરણમાં થતી ગેરરીતિઓ પર પ્રકાશ પાડ્યો છે. રાજ્ય સરકારે 1500 થી વધુ અયોગ્ય લાભાર્થીઓને 15 કરોડ રૂપિયાની સહાય આપી હોવાનો આક્ષેપ કેગના અહેવાલમાં કરવામાં આવ્યો છે.
આંકડા મુજબ 8000થી વધુ લાભાર્થીઓને એસસી અને એસટી સમુદાયના લાભાર્થીઓ કરતા પ્રાથમિકતા મળી રહી છે. મધ્યપ્રદેશ વિધાનસભામાં 8 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા કેગના રિપોર્ટમાં 2016-21થી આ યોજનાના અમલીકરણની તપાસ કરવામાં આવી છે. આ દરમિયાન 26,28,525 આવાસોને મંજૂરી આપવામાં આવી હતી અને લાભાર્થીઓને 24,723 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મંજૂર થયેલા મકાનોમાંથી 82.35 ટકા મકાનો પૂર્ણ થઈ ગયા છે.
અયોગ્ય લાભાર્થીઓને ઘર બનાવવા માટે પૈસા મળ્યા
આ યોજનામાં ગાડી ધરાવતા અથવા બોટ ધરાવતા પરિવારોને બાકાત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ કેગના અહેવાલમાં જણાવાયું છે કે 10 ઓડિટ કરેલા જિલ્લાઓમાં ઘરની મંજૂરી પહેલા 2,037 લાભાર્થીઓ પાસે બે/ત્રણ કે ચાર પૈડાના વાહન હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમે આગળ જોયું કે સીઇઓ, જેપી (જનપદ પરિષદ) એ 2037 અયોગ્ય લાભાર્થીઓમાંથી 1555 લાભાર્થીઓને રૂ. 15.66 કરોડની પીએમએવાય-જી સહાય જાહેર કરી છે.
એક જ લાભાર્થીને બે વખત મકાન મંજૂર કરાયા
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 64 કેસમાં એક જ લાભાર્થીને બે વખત મકાનો મંજૂર કરવામાં આવ્યા હતા. 98 કિસ્સાઓમાં એક મકાન વાસ્તવિક લાભાર્થીને અને બીજું તેના પરિવારના સભ્યોને મંજૂર કરવામાં આવ્યું હતું. કહેવાંમાં આવ્યું છે કે લાભાર્થીઓના ડુપ્લિકેટ નામો ઓળખવા માટે પોર્ટલમાં એલર્ટ કરવાની કોઈ વ્યવસ્થા નથી. જેમાં જણાવ્યું હતું કે બે વખત સહાય આપવાને બદલે કે પરિવારના સભ્યોને સહાય આપવાને બદલે ડુપ્લીકેટ લાભાર્થીઓને દૂર કરવા જોઇતા હતા.
લાભાર્થીઓને હપ્તાની વહેંચણીમાં વિલંબ
કેગના અહેવાલમાં લાભાર્થીઓને હપ્તાની વહેંચણીમાં થઈ રહેલા વિલંબ તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું, જેના કારણે મકાનો બાંધવામાં વિલંબ થયો હતો. સામાન્ય રીતે આ રકમ લાભાર્થીને ચાર હપ્તામાં મોકલવામાં આવે છે. કેગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 53 ટકા લાભાર્થીઓને સહાયની રકમનો પ્રથમ હપ્તો એક દિવસથી ચાર વર્ષ મોડો આપવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે 14 ટકા લાભાર્થીઓને ભંડોળ આપવામાં આવ્યું નથી જ્યારે ફક્ત 33 ટકા લાભાર્થીઓને સમયસર ભંડોળનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ઉત્તર પ્રદેશમાં ગોઠવાઇ ગયું
પીએમએવાય-જીને વર્ષ 2016માં કેન્દ્ર સરકારે ગરીબી નાબૂદીનાં માધ્યમ સ્વરૂપે પ્રસ્તુત કરી હતી. જેનો હેતુ વર્ષ 2022 સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં કાચા અને જર્જરીત મકાનોમાં રહેતા લોકોને પ્રાથમિક સુવિધા સાથેના પાકા મકાનો પુરા પાડવાનો હતો.
પીએમએવાય-જી હેઠળ સગીર બાળકોના મકાનો મંજૂર કર્યા
કેગે એમ પણ ધ્યાન દોર્યું હતું કે 90 કેસોમાં સગીરોને પીએમએવાય-જી મકાનો મંજૂર કરવામાં આવ્યા હતા અને તેમના સંબંધીઓને તેનો લાભ આપવામાં આવ્યો હતો જેમના નામ યાદીમાં ન હતા. આ યોજનાનો અમલ અને દેખરેખ આવાસસોફ્ટ નામના વેબ-આધારિત ટ્રાન્ઝેક્શનલ ઇલેક્ટ્રોનિક સર્વિસ ડિલિવરી પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવે છે. કેગે આવાસ સોફ્ટ ડેટાની તપાસ કરી અને કહ્યું કે 1,246 કેસોમાં લાભાર્થીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને 950 કેસોમાં લાભ જાહેર કરવામાં આવ્યા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સંબંધિત જનપદ પરિષદ અને જિલ્લા પરિષદના સીઈઓ દ્વારા દેખરેખનો અભાવ દર્શાવે છે, જેમણે લાભાર્થીનું નામ ન હોવા છતાં લાભને મંજૂરી આપી હતી.