car theft in Kanpur : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કાનપુરથી એક વિચિત્ર (strange) કાર ચોરીનો મામલો સામે આવ્યો છે. જેમાં કાર ચોર ચોરી કરવા ગયા પરંતુ કાર ચલાવતા નહોતી આવડતી, તો 10 કિમી ધક્કો મારી કાર લઈ ગયા. પોલીસે (Police) કરી ધરપકડ.
ચોરીનો અજીબોગરીબ કિસ્સો, ચલાવતા નતી આવડતી, તો દસ કિમી ધક્કો મારી લઈ ગયા વાન
તમે વાહન ચોરીની ઘણી ઘટનાઓ સાંભળી હશે. મિનીટોમાં કાર ચોરી કરતી ગેંગના વીડિયો પણ જોયા હશે. પરંતુ આ દરમિયાન કાનપુરથી કાર ચોરીની જે ઘટના પ્રકાશમાં આવી છે, એ ખુબ વિચિત્ર છે. જ્યાં ચોરી કર્યા બાદ ચોરો કારને લગભગ દસ કિમી સુધી ધક્કો મારીને લઈ ગયા હતા. હવે આ ઘટનાની ખૂબ ચર્ચા થઈ રહી છે.
કાનપુરમાં ચોરીની વિચિત્ર ઘટના
આ વિચિત્ર ઘટના ઉત્તર પ્રદેશના કાનપુરમાં બની છે, જ્યાં ત્રણ ચોર મારુતિ વાન ચોરી કરવા પહોંચ્યા હતા. મોકો પણ મળ્યો પણ ત્રણમાંથી કોઈને ગાડી ચલાવતા આવડતું ન હતું. આવી સ્થિતિમાં ત્રણેય જણાએ કારને દસ કિલોમીટર સુધી ધક્કો મારીને એક નિર્જન જગ્યાએ ઊભી રાખી.
ત્રણ ચોરોની ધરપકડ
પોલીસે હાલ ત્રણેય ચોરોની ધરપકડ કરી લીધી છે. ચોરોના નામ પણ સામે આવ્યા છે. ચોરીની આ ઘટનામાં સત્યમ કુમાર, અમન ગૌતમ અને અમિત વર્માની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી બે વિદ્યાર્થી અને એક નોકરી કરતો છોકરો છે. પોલીસે જણાવ્યું કે, ત્રણેય કાર ચોરી ગયા હતા, પરંતુ તે ચલાવી શક્યા ન હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેયમાંથી એક પણ ને કાર ચલાવતા આવડતું ન હતું. આવી સ્થિતિમાં ત્રણેય જણાએ કારને દસ કિમી સુધી ધક્કો મારીને કલ્યાણપુર પાસે કારની નંબર પ્લેટ કાઢીને કારને નિર્જન જગ્યાએ પાર્ક કરી હતી. એસીપીએ કહ્યું કે, ચોરોને વાહન ચલાવતા આવડતું ન હતું, તેથી તેઓ કારને કબાડીમાં વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ પણ વાંચો – માતાના અંતિમ સંસ્કારને લઈને હિન્દુ પુત્ર અને મુસ્લિમ પુત્રી વચ્ચે ઝઘડો, DCP એ ભારે જહેમત બાદ મામલો ઉકેલ્યો
સમાચાર મુજબ તેમની પાસેથી એક મોટરસાઇકલ પણ મળી આવી છે. તેઓ કબાડીમાં કાર વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમની યોજના એવી હતી કે, જો વાહન ભંગારમાં ન વેચાય તો તેઓ તેને ઓનલાઈન વેબસાઈટ દ્વારા વેચશે. જોકે, તે પહેલા જ પોલીસ તેમના સુધી પહોંચી ગઈ હતી અને ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી હતી.