રાહુલ વી પિશારોડી : હૈદરાબાદના મદનાપેટમાં મંગળવારે મોડી રાત્રે તેમની માતાના અંતિમ સંસ્કારને લઈને વિવિધ ધર્મો પાળતા બે ભાઈ-બહેન અને તેમના પરિવારો વચ્ચેની બોલાચાલીએ હળવું પણ વિરાટ રૂપ ધારણ કરી લીધુ.
શેરીના ખૂણા પર લોકો એકઠા થઈ જતા તણાવભરી સ્થિતિનો માહોલ સર્જાયો, ત્યારબદ સ્થાનિક પોલીસ એક્શનમાં આવી અને હકીકતો અને દસ્તાવેજોની ચકાસણી અને પરામર્શના કલાકો પછી મામલો થાળે પાડવામાં સફળતા મળી.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ચાદરઘાટમાં રહેતા 95 વર્ષીય મહિલાના મોત બાદ તેમના પુત્ર અને પૌત્રોએ હિન્દુ ધાર્મિક પરંપરા મુજબ તેમના અંતિમ સંસ્કાર પર અધિકારનો દાવો કર્યા પછી દરબ જંગ કોલોનીમાં આ ઘટના બની હતી. બે દાયકા પહેલા ઇસ્લામ સ્વીકારનાર પુત્રીએ આનો વાંધો ઉઠાવતા દાવો કર્યો હતો કે, તે છેલ્લા 12 વર્ષથી બીમાર માતાની દેખભાળ કરી રહી છે અને તેની માતાએ પણ ઇસ્લામ કબૂલ કર્યો છે. 60 વર્ષની પુત્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે, માતાએ ઇસ્લામ કબૂલ કર્યો છે અને તેમની પરંપરા મુજબ દફનાવવામાં આવે તેવી તેની છેલ્લી ઇચ્છા હતી.
પુત્રીએ જણાવ્યા અનુસાર, “મારી માતા છેલ્લા 12 વર્ષથી મારી સાથે રહેતી હતી, અને બીજા કોઈએ તેની કાળજી ન લીધી, હું તેની સાર સંભાળ રાખું છું. મેં તાજેતરમાં રૂ. 5 લાખમાં માતાની સર્જરી પણ કરાવી, મને મદદ કરવા માટે પણ કોઈ આવ્યું નહીં. મારી માતાએ મને કહ્ હતુ કે, તેના મૃત્યુ પછી કોઈ તેને પૂછવા નહીં આવે અને અમારી પરંપરા મુજબ તેને અંતિમ પ્રાર્થના કરવામાં આવે અને દફનાવવામાં આવે. વૃદ્ધ મહિલાના મૃત્યુ અને અંતિમ સંસ્કારને લઈને બંને સમુદાયના લોકો રસ્તા પર ઉમટી પડ્યા બાદ પોલીસે રાત્રે ત્યાં પોલીસ કાફલો તૈનાત કરી દીધો હતો.
જોકે, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ પૂર્વ) રૂપેશે કોઈપણ તણાવનો ઇનકાર કરતા ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “આ એક પારિવારિક વિવાદ હતો, જેને પોલીસે સૌહાર્દપૂર્વક ઉકેલી લીધો હતો. પુત્રીની પસંદગી મુજબ, તેના ઘરે અંતિમ પ્રાર્થના કરવામાં આવી હતી અને પુત્રના પરિવારને તેમની ઇચ્છા મુજબ અંતિમ સંસ્કાર માટે મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. “કોઈ ટેન્શન નથી. તે બધું પરિવારમાં જ છે. ભાઈ અને બહેને સમાધાન કરી લીધુ છે.”
આ પણ વાંચો – India Population Census : ભારતમાં વસ્તી ગણતરી સમયસર થાય તે કેટલું મહત્વનું છે? વિલંબને કારણે નુકસાન
પોલીસે રાત્રે 11.45 થી 1.30 વચ્ચે પરિવારના બંને પક્ષો સાથે ચર્ચા કરી હતી અને 2.30 વાગ્યા સુધીમાં મામલો થાળે પાડ્યો હતો. મદનાપેટ પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાનું મંગળવારે સાંજે વય સંબંધિત બીમારીને કારણે મૃત્યુ થયું હતું. જ્યારે તેણીના બે પુત્રોમાંથી એક પુત્ર નથી, તેણી તેની પુત્રી સાથે મદનપેટ ખાતે રહેતી હતી. “દીકરીએ વિડિયો અને દસ્તાવેજો બનાવ્યા હતા, તે બતાવવા માટે કે તેની માતાએ જાન્યુઆરી 2023માં ઇસ્લામ કબૂલ કર્યો હતો. અમે તમામ વિગતોની ચકાસણી કરી, અને વડીલો સાથે પરામર્શ કર્યા પછી, પુત્રીના પરિવારે અંતિમ પ્રાર્થના કર્યા પછી અંતિમ સંસ્કાર માટે મૃતદેહ પુત્રના પરિવારને સોંપવામાં આવ્યો. તેમની પરંપરાઓ અનુસાર.” મદનપેટ પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર બી જાનૈયાએ જણાવ્યું હતું.
ડિસક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો