Center vs Collegium: દિલ્હી હાઇકોર્ટના રિટાયર્ડ જજ આરએસ સોઢીએ (Retired Judge RS Sodhi )સોમવારે કેન્દ્રીય કાનૂન મંત્રી કિરેન રિજિજૂને (Kiren RIjiju)સલાહ આપી છે. તેમણે કહ્યું કે ન્યાયધીશોની નિયુક્તિ પ્રણાલીને લઇને સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણમાં તેમના ખભા પર રાખીને બંદૂક ના ચલાવો. કિરેન રિજિજૂ દ્વારા તેમના ઇન્ટરવ્યૂનો એક વીડિયો શેર કર્યા પછી પૂર્વ જજનું આ નિવેદન આવ્યું છે.
મારા ખભા પર બંદૂક રાખીને ના ચલાવો – પૂર્વ જજ આરએસ સોઢી
તેમણે કહ્યું કે હું આ મુદ્દાને ઉઠાવવા માટે કાનૂન મંત્રીને ધન્યવાદ આપું છું. જોકે હું એક રાજનીતિક વ્યક્તિ નથી. મારા ખભા પર રાખીને બંદૂક ના ચલાવો. આ મારી અંગત સલાહ છે કે કોલેજિયમ પ્રણાલી અસંવૈધાનિક છે. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં એક સચિવાલય હોવું જોઈએ.
તેમણે કહ્યું કે એવું કેવી રીતે થઇ શકે કે કેટલાક જજ એકસાથે મળીને જજોની નિયુક્તિ કરી શકે છે? બે કે ત્રણ જજ એકસાથે કેવી રીતે નિર્ણય કરી શકે છે? કોલેજિયમ સિસ્ટમ ફેઇલ થઇ ગઇ છે.
કિરેન રિજિજૂએ શેર કર્યો હતો પૂર્વ જજનો ઇન્ટરવ્યૂ
ટ્વિટર પર ન્યાયમૂર્તિ સોઢીના એક ઇન્ટરવ્યૂની ક્લિપ પોસ્ટ કરતા કાનૂન મંત્રી કિરેન રિજિજૂએ લખ્યું હતું કે એક જજનો નેક અવાજ. ભારતીય લોકતંત્રની અસલી ખુબસુરતી તેની સફળતા છે. જનતા પોતાના પ્રતિનિધિઓના માધ્યમથી સ્વંય શાસન કરે છે. ચૂંટાયેલા પ્રતિનિધિ લોકોના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે અને કાનૂન બનાવે છે. આપણી ન્યાયપાલિકા સ્વતંત્ર છે પણ આપણું સંવિધાન સર્વોચ્ચ છે.
આ પણ વાંચો – રાહુલ ગાંધીને કેવી કન્યા ગમે છે? પહેલી નોકરી ક્યાં કરી અને કેટલો પગાર મળ્યો? વાંચો ખાસ ઇન્ટરવ્યૂ
તેમણે કોલેજિયમ પ્રણાલીનું નામ લીધા વગર કહ્યું કે વાસ્તવમાં મોટા ભાગના લોકોના વિચાર સમાન છે. આ ફક્ત તે લોકો છે જે સંવિધાનની જોગવાઇ અને લોકોના જનાદેશની અવગણના કહે છે. વિચારે છે કે તે ભારતના સંવિધાનથી ઉપર છે.
શું કહ્યું હતું જસ્ટિસ આરએસ સોઢીએ
આ પહેલા એક યુટ્યૂબ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જસ્ટિસ સોઢીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત સંવિધાનને હાઇજેક કર્યું છે. તેમણે કહ્યું કે હાઇકોર્ટ સર્વોચ્ચ ન્યાયાલયના અધીન નથી. ઉચ્ચ ન્યાયાલય સંબંધિત રાજ્યના સ્વતંત્ર નિકાય છે. હવે શું થઇ રહ્યું છે. સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટના જજની નિણમૂક કરી રહ્યું છે અને સુપ્રીમ કોર્ટના જજ ક્યાંથી આવે છે? હાઇકોર્ટમાંથી. જેથી હાઇકોર્ટના ન્યાયાધીશોએ હવે દરેક સમય સુપ્રીમ કોર્ટ તરફ જોવાનું શરુ કરી દીધું છે અને સુપ્રીમ કોર્ટના અધીન થઇ ગયા છે.