મોહન ભાગવતના નિવેદન પર સીએમ ભૂપેશ બઘેલે કહ્યું- જો બધાના DNA એક તો પછી આટલી નફરત કેમ? RSS ચીફ દલિત કેમ નહીં?

ભૂપેશ બઘેલે કહ્યું - મોહન ભાગવત ધર્મ પરિવર્તન પર ના બોલે, મોહન ભાગવત જી ને પૂર્વ સીએમ રમન સિંહ પાસેથી જાણકારી લેવી જોઈએ કે તેમના શાસનમાં કેટલા ચર્ચ બન્યા. જો તેમની પાસે જાણકારી નથી તો હું ઉપલબ્ધ કરાવી શકું છું

ભૂપેશ બઘેલે કહ્યું - મોહન ભાગવત ધર્મ પરિવર્તન પર ના બોલે, મોહન ભાગવત જી ને પૂર્વ સીએમ રમન સિંહ પાસેથી જાણકારી લેવી જોઈએ કે તેમના શાસનમાં કેટલા ચર્ચ બન્યા. જો તેમની પાસે જાણકારી નથી તો હું ઉપલબ્ધ કરાવી શકું છું

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

છત્તીસગઢના મુખ્યમંત્રી સીએમ ભૂપેશ બઘેલ

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે જો 40,000 વર્ષ પહેલા ભારતમાં બધાનો ડીએનએ એક જેવો હતો તો આ નફરત કેમ? આરએસએસ પ્રમુખ ક્યારેય દલિત કે આદિવાસી કેમ નથી હોતો? તે બધા એક વિશેષ વર્ગથી કેમ છે?

Advertisment

સીએમ બઘેલે કહ્યું કે આરએસએસ વાળા કશું પણ નવું કરી રહ્યા નથી તે તેવા જ મુદ્દા ઉઠાવી રહ્યા છે જે ક્યારેક કોંગ્રેસ ઉઠાવતી હતી. સેવાદળની નકલ કરીને આરએસએસ બનાવવામાં આવ્યું છે. રામ, ગાય, સ્વદેશી આ બધા મુદ્દા કોંગ્રેસે ઉઠાવ્યા છે. આરએસએસ તેની નકલ કરી રહ્યું છે, તેમાં નવું છું છે બતાવો.

કેજરીવાલની વિચારધારા શું છે?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકારી ઓફિસોમાં પીએમ નરેન્દ્ર મોદીની ફોટો હટાવવાની માંગણી પર સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે કેજરીવાલ માનસિક દેવાળિયાપણાથી પસાર થઇ રહ્યા છે. કેજરીવાલ એક તરફ ગાંધી ટોપી લગાવીને ચૂંટણી લડે છે. આ પછી પંજાબમાં તેમની સરકાર બને છે તો ગાંધીજીની તસવીર ગાયબ થઇ જાય છે. બન્ને વિચારધારાની વિપરિત તે નોટ પર ગણેશ અને લક્ષ્મીજીની ફોટોની માંગ કરે છે. તેમણે કહ્યું કે આ વૈચારિક દેવાળિયાપણું છે. કેજરીવાલ કઇ વિચારધારાના છે તે પહેલા બતાવવું જોઈએ.

આ પણ વાંચો - સાવરકરે કરી અંગ્રેજોની મદદ તેવા રાહુલ ગાંધીના નિવેદન પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- અમે નથી કરતા તેનું સમર્થન

Advertisment

મોહન ભાગવત ધર્મ પરિવર્તન પર ના બોલે - ભૂપેશ બઘેલ

આ પહેલા સંઘ પ્રમુખ મોહન ભાગવતે ધર્માંતરણના મુદ્દા પર કહ્યું કે અમારા ભોળપણનો લાભ લઇને ઠગનાર લોકોથી સાવધાન રહેવું જોઈએ. આ વિશે સીએમ ભૂપેશ બઘેલે કહ્યું હતું કે મોહન ભાગવત ધર્મ પરિવર્તન પર ના બોલે, મોહન ભાગવત જી ને પૂર્વ સીએમ રમન સિંહ પાસેથી જાણકારી લેવી જોઈએ કે તેમના શાસનમાં કેટલા ચર્ચ બન્યા. જો તેમની પાસે જાણકારી નથી તો હું ઉપલબ્ધ કરાવી શકું છું.

આરએસએસ મોહન ભાગવત દેશ