વલ્લભ ઓઝારકર : હિન્દુત્વ વિચારક વીર સાવરકર (V D Savarkar)પર રાહુલ ગાંધીના નિવેદન પછી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને અસહમતિ વ્યક્ત કરી છે. સાથે ઠાકરે શેગાંવમાં કોંગ્રેસ દ્વારા આયોજીત રેલીમાં પણ સામેલ થવાના નથી. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે કહ્યું કે તે કોંગ્રેસ નેતાની ટિપ્પણીનું સમર્થન કરતા નથી કારણ કે તે સાવરકરનું સન્માન કરે છે. રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા દરમિયાન હિન્દુત્વ વિચારક સાવરકરની ટિકા કરવા અને વિવાદ છેડાયા પછી ઉદ્ધવ ઠાકરેનું આ નિવેદન સામે આવ્યું છે.
જોકે ઠાકરેએ કહ્યું કે શિવસેના દેશમાં આઝાદી માટે ગાંધીની યાત્રાનું સમર્થન કરે છે. તેમણે એ પણ સંકેત આપ્યો કે તે યાત્રાના એક ભાગના રૂપમાં કોંગ્રેસ દ્વારા શેગાંવમાં આયોજીત રેલીમાં સામેલ થઇ શકશે નહીં. તમને જણાવી દઈએ કે કોંગ્રેસે ઠાકરેની સાથે-સાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને આમંત્રિત કર્યા હતા.
ઉદ્ધવ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યો
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આરએસએસ ભારતના સ્વતંત્રતા આંદોલનનો ભાગ ન હતું. તેમણે ભાજપાને સવાલ કર્યો કે એવા સમયમાં સાવરકરને ભારત રત્નથી સન્માનિત કેમ કરવામાં ના આવ્યા. આ તેમના અને સ્વતંત્રતા સેનાનીઓ વિશે ઘણું બધું કહે છે.
અમે સાવરકરનું સન્માન અને પ્રેમ કરીએ છીએ – ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાહુલ ગાંધીએ વીર સાવરકર વિશે જે કહ્યું તેમાં અમે સહમત નથી. અમે સાવરકરનું સન્માન અને પ્રેમ કરીએ છીએ પણ સ્વતંત્રતા સેનાનીઓ અને સાવરકર પર અમને સવાલ કરતા પહેલા તમારે (ભાજપા) એ બતાવવું જોઈએ કે સ્વતંત્રતા સંગ્રામમાં આરએસએસની ભૂમિકા અને યોગદાન શું હતું. આઝાદીની લડાઇ સામે અમે ન હતા પણ આરએસએસ હતું. આઝાદીની લડાઇમાં આ સંગઠનની કોઇ ભૂમિકા ન હતી.
આ પણ વાંચો – નોટબંધી અંગે મોદી સરકારનો સુપ્રીમ કોર્ટમાં મોટો ખુલાસો, ગણાવ્યા ફાયદા
ઠાકરેએ પૂછ્યું કે પીએમ પાસે ભારત રત્ન આપવાનો પુરો અધિકાર છે જ્યારે તમે સાવરકર વિશે આટલું બોલો છો તો તમે હજુ સુધી સાવરકરને ભારત રત્ન કેમ આપ્યો નથી?
સાવરકરના જીવન સાથે આદિવાસી નેતા બિરસા મુંડાની શહાદતની સરખામણી કરતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું હતું કે જે ભાજપા અને આરએસએસના આદર્શ (વીર સાવરકર) છે તેમણે અંગ્રેજોને દયા અરજીઓ લખી. કોંગ્રેસે બિરસા મુંડાનું સન્માન કર્યું જેમણે હાર્યા વગર મોતનો સામનો કર્યો. રાહુલ ગાંધીના આ ટિપ્પણી પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
બુધવારે ભાજપાના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિવસેના નેતા આદિત્ય ઠાકરે પર ભારત જોડો યાત્રામાં સામેલ થવા પર તે સમયે પ્રહાર કર્યો હતો. જ્યારે રાહુલ ગાંધી હિન્દુત્વ વિચારક વીર સાવરકર પર ટિપ્પણી કરી રહ્યા હતા.
શિંદે જૂથના સાંસદ રાહુલ શેવાલે બુધવારે માંગણી કરી કે સાવરકર સામે ગાંધીની આપત્તિજનક ટિપ્પણીઓ માટે મહારાષ્ટ્રમાં જ ભારત જોડો યાત્રા રોકી દેવી જોઈએ. એક વ્યાખ્યાન શ્રૃંખલામાં શિંદે અને ફડણવીસને આ માંગણી કરી હતી.