છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે જો 40,000 વર્ષ પહેલા ભારતમાં બધાનો ડીએનએ એક જેવો હતો તો આ નફરત કેમ? આરએસએસ પ્રમુખ ક્યારેય દલિત કે આદિવાસી કેમ નથી હોતો? તે બધા એક વિશેષ વર્ગથી કેમ છે?
સીએમ બઘેલે કહ્યું કે આરએસએસ વાળા કશું પણ નવું કરી રહ્યા નથી તે તેવા જ મુદ્દા ઉઠાવી રહ્યા છે જે ક્યારેક કોંગ્રેસ ઉઠાવતી હતી. સેવાદળની નકલ કરીને આરએસએસ બનાવવામાં આવ્યું છે. રામ, ગાય, સ્વદેશી આ બધા મુદ્દા કોંગ્રેસે ઉઠાવ્યા છે. આરએસએસ તેની નકલ કરી રહ્યું છે, તેમાં નવું છું છે બતાવો.
કેજરીવાલની વિચારધારા શું છે?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકારી ઓફિસોમાં પીએમ નરેન્દ્ર મોદીની ફોટો હટાવવાની માંગણી પર સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે કેજરીવાલ માનસિક દેવાળિયાપણાથી પસાર થઇ રહ્યા છે. કેજરીવાલ એક તરફ ગાંધી ટોપી લગાવીને ચૂંટણી લડે છે. આ પછી પંજાબમાં તેમની સરકાર બને છે તો ગાંધીજીની તસવીર ગાયબ થઇ જાય છે. બન્ને વિચારધારાની વિપરિત તે નોટ પર ગણેશ અને લક્ષ્મીજીની ફોટોની માંગ કરે છે. તેમણે કહ્યું કે આ વૈચારિક દેવાળિયાપણું છે. કેજરીવાલ કઇ વિચારધારાના છે તે પહેલા બતાવવું જોઈએ.
આ પણ વાંચો – સાવરકરે કરી અંગ્રેજોની મદદ તેવા રાહુલ ગાંધીના નિવેદન પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- અમે નથી કરતા તેનું સમર્થન
મોહન ભાગવત ધર્મ પરિવર્તન પર ના બોલે – ભૂપેશ બઘેલ
આ પહેલા સંઘ પ્રમુખ મોહન ભાગવતે ધર્માંતરણના મુદ્દા પર કહ્યું કે અમારા ભોળપણનો લાભ લઇને ઠગનાર લોકોથી સાવધાન રહેવું જોઈએ. આ વિશે સીએમ ભૂપેશ બઘેલે કહ્યું હતું કે મોહન ભાગવત ધર્મ પરિવર્તન પર ના બોલે, મોહન ભાગવત જી ને પૂર્વ સીએમ રમન સિંહ પાસેથી જાણકારી લેવી જોઈએ કે તેમના શાસનમાં કેટલા ચર્ચ બન્યા. જો તેમની પાસે જાણકારી નથી તો હું ઉપલબ્ધ કરાવી શકું છું.