શું ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રીની પસંદગીમાં વિલંબ થવા પાછળનું કારણ નવા ચહેરા છે? જાણો શું કહે છે ભાજપનો ભૂતકાળ

CM faces Chhattisgarh Madhya Pradesh Rajasthan : ભાજપ (BJP) આજે છત્તીસગઢ મુખ્યમંત્રી (Chhattisgarh CM) ના નામની જાહેરાત કરી શકે છે, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ માટે સીએમની પસંદગીમાં બે દિવસ લાગી શકે છે. શું નવા ચહેરા પર પસંદગી વંલબનું કારણ બની રહી છે.

Written by Kiran Mehta
December 10, 2023 12:57 IST
શું ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રીની પસંદગીમાં વિલંબ થવા પાછળનું કારણ નવા ચહેરા છે? જાણો શું કહે છે ભાજપનો ભૂતકાળ
છત્તીસગઢના મુખ્યમંત્રી નામની જાહેરાત આજે થશે, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન માટે બે દિવસ રાહ જોવી પડશે.

Chief Minister of Chhattisgarh, Madhya Pradesh, Rajasthan : મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ને પૂર્ણ બહુમતી મળી છે. જો કે પાર્ટીએ હજુ સુધી ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીની જાહેરાત કરી નથી. ચૂંટણીના પરિણામો આવ્યાને એક અઠવાડિયું થઈ ગયું છે પરંતુ, હજુ સુધી ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રી પદને લઈને કોઈ સ્પષ્ટ ચિત્ર નથી. લોકોમાં સીએમ પદને લઈને ઉત્સુકતા છે. આ દરમિયાન, જો આપણે ભૂતકાળના વલણ પર નજર કરીએ તો, જ્યારે પણ ભાજપે મુખ્યમંત્રી પદની પસંદગી માટે સમય લીધો છે, ત્યારે તેમણે નવા ચહેરાને તક આપી છે.

ત્રણેય રાજ્યોમાં ભાજપને બહુમતી મળી છે

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એમ ત્રણેય રાજ્યોમાં ભાજપને પોતાના દમ પર બહુમતી મળી છે. અગાઉ રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર હતી અને હવે ભાજપ સરકાર બનાવશે. મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર હતી અને પાર્ટીએ પુનરાગમન કર્યું છે.

2013 માં, જ્યારે ત્રણ રાજ્યોના ચૂંટણી પરિણામો જાહેર થયા હતા અને ભાજપની સરકાર બની હતી, ત્યારે પાર્ટીએ ત્રણ દિવસમાં ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કરી હતી. જ્યારે 2017 માં જ્યારે ભાજપે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવી ત્યારે પાર્ટીએ લાંબા સમય બાદ ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરી હતી. આ દરમિયાન પાર્ટીએ નવા ચહેરાઓને તક આપી હતી.

2023 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ત્રણેય રાજ્યોમાં કોઈપણ ચહેરા વગર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર બની છે. પરંતુ હવે પાર્ટી ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીપદનો ચહેરો પસંદ કરવામાં વિલંબ કરી રહી છે. અત્યાર સુધીના ભૂતકાળના વલણો પર નજર કરીએ તો, એવું લાગે છે કે પાર્ટી નવા ચહેરાને તક આપશે. જો કે પાર્ટી માટે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જૂના ચહેરાઓને હટાવવાનું એટલું સરળ નહીં હોય.

આગામી બે દિવસમાં નામની જાહેરાત શક્ય છે

જોકે, ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ માટે નિરીક્ષકોની જાહેરાત કરી છે. છત્તીસગઢના પ્રવાસ પર પાર્ટીના નિરીક્ષક છે અને તેઓ આજે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી શકે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ આગામી બે દિવસમાં મુખ્યમંત્રી પદને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ