/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/indore.jpg)
ઈન્દોર રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું દૃશ્ય. (Credit: Smart Cities Mission)
clean air survey : કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્વચ્છ હવા સર્વેક્ષણ 2023માં મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરે બાજી મારી છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની નેશનલ ક્લિન એર પ્રોગ્રામ (NCAP)ની રેન્કિંગમાં ઇન્દોરે પ્રથમ સ્થાન મેળવ્યું છે. એટલે કે દેશના શહેરોમાં ઇન્દોરની હવા સ્વચ્છ છે. ઈન્દોર 200માંથી 187 પોઇન્ટ મેળવી પહેલા ક્રમાંકે છે.
આ યાદીમાં આગ્રા 186 પોઇન્ટ સાથે બીજા, મહારાષ્ટ્રનું થાણે 185.2 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. શ્રીનગરને ચોથા અને ભોપાલ પાંચમાં સ્થાને છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ 8મા સ્થાને રહ્યું છે. આ ઉપરાંત વડોદરા 7માં નંબરે છે. જ્યારે સુરત 13માં અને રાજકોટ 15માં સ્થાને છે.
ઇન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં શહેર પ્રથમ સ્થાને રહેતા પ્રશન્નતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે શહેરના વ્યસ્ત રસ્તાને ઝાડુ મશીન વાળા વિશેષ વાહનથી કામ કરાય છે. જે ધૂળના રજકણોને સમેટીને તેને વાયુમંડળમાં પ્રવેશવાથી રોકે છે.
આ પણ વાંચો - ચંદ્રયાન 3 : રોવરની મૂવમેન્ટને લઇને ઇસરોનું લેટેસ્ટ અપડેટ, ચંદ્રની સપાટી પર કેટલું ચાલ્યું પ્રજ્ઞાન
ઇન્દોર કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે શહેરમાં દરરોજ એવરેજ 1162 ટન કચરો ભેગો થાય છે. જેમાં લગભગ 164 ટન પ્લાસ્ટિક સામેલ છે. આ કચરાને કોર્પોરેશનને ગાડીઓ દ્વારા શહેરમાં અલગ-અલગ જગ્યા પર જમા કરવામાં આવે છે. તેને પીપીપી મોડલથી ચાલી રહેલા યંત્રમાં તે જ દિવસે સુરક્ષિત નિપટાવી દેવામાં આવે છે.
પ્રદૂષણ નિયંત્રણના પ્રયાસોને મજબૂત કરવા માટે શહેરો રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમના ભાગ રૂપે ઓનલાઈન પોર્ટલ PRAN દ્વારા સ્વ-મૂલ્યાંકનમાં સક્રિયપણે જોડાઈ રહ્યા છે. આ પ્લેટફોર્મ શહેરોને ઘન કચરો, રોડ ડસ્ટ, બાંધકામ અને ડિમોલિશન વેસ્ટ મેનેજમેન્ટ માટે સક્ષમ બનાવે છે. વાહનોના ઉત્સર્જન અને ઔદ્યોગિક પ્રદૂષણને લગતા પડકારોને મેનેજ કરવા માટે અમલ કાયેલી વિવિધ પ્રવૃત્તિઓ અને પગલાં અંગે રિપોર્ટિંગને સક્ષમ કરે છે. પર્યાવરણીય સંરક્ષણ તરફનો આ સર્વગ્રાહી અભિગમ ટકાઉ શહેરી વિકાસને ચલાવવામાં પારદર્શિતા અને જવાબદારીના મહત્વને રેખાંકિત કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us