Cold wave શીતલહેર શું છે? કેમ ઉત્તર-પશ્વિમ ભારત ઠંડીથી ધ્રુજી રહ્યુ છે?

North west india weather news: ઉતર પશ્વિમ ભારત હાલ ભીષણ ઠંડીના કારણે ઠુંઠવાય રહ્યા છે. જે અંગે IMD અને દિલ્હી વેઘર સ્ટેશન મોટું અને મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

Written by mansi bhuva
Updated : January 27, 2023 12:26 IST
Cold wave શીતલહેર શું છે? કેમ ઉત્તર-પશ્વિમ ભારત ઠંડીથી ધ્રુજી રહ્યુ છે?
જાણો કેમ ઉત્તર-પશ્વિમ ભારતમાં ઠંડીનું જોર વધ્યું છે.

દિલ્હી અને ઉત્તર પશ્લિમ ભારતના કેટલાક ભાગો છેલ્લા એક સપ્તાહથી ઠંડા પવનમાં ઠુંઠવાય રહ્યું છે. દિલ્હીમાં સફદરજંગ મૌસમ વિભાગ કે જે શહેરના પ્રતિનિધિ આંકડાઓ પ્રદાન કરે છે, તેણે આ મહિને સતત પાંચ દિવસ સુધી શહેરમાં શીત લહેર રહી હોવાની સ્થિતિ નોંધી છે. દિલ્હીમાં આ મહિને સૌથી નીચું લઘુત્તમ તાપમાન 8 જાન્યુઆરીએ 1.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે 15 વર્ષમાં જાન્યુઆરીમાં બીજા ક્રમનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન હોવાનો સમાચાર પ્રકાશમાં આવ્યાં છે.

જ્યારે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં સામાન્ય કરતાં નીચું તાપમાન નોંધાયું હતું. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આ સ્થિતિ વધુ તીવ્ર બની હતી. દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં જ્યારે તાપમાન સામાન્ય કરતાં ઓછું રહ્યું ત્યારે ધુમ્મસ અને ઓછા વાદળો છવાયેલા હોવાને કારણે આ પ્રદેશમાં ભીષણ ઠંડીના દિવસો આવી ગયા હતા.

IMDના ન્યૂનત્તમ તાપમાન સંદર્ભે શીત તરંગને ચિહ્નિત કરે છે કે, “જ્યારે કોઇ ક્ષેત્રમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રીથી ઓછું અથવા 10 ડિગ્રીથી પણ ઓછું હોય તો તે સામાન્ય કરતાં 4.5 થી 6.4 ડિગ્રી ઓછું હોય. IMDના સંશોઘનકર્તા આર.કે. જેનામણિ મુજબ આ મહિને ઉત્તર ભારતમાં સામાન્ય તાપમાનની તુલનાએ સૌથી વધુ ઠંડી પડવાના પ્રમુખ કારણોમાંથી એક ધુમ્મસનું આવરણ છે”.

આ પણ વાંચો: Gujarat Weather Updates : ગુજરાતમાં ઠંડીનો પારો ફરી ગગડ્યો, દિલ્હી, યુપી સહિત આ રાજ્યોમાં વરસાદની આગાહી

“જ્યારે બપોરે લગભગ 5 થી 10 કિમી પ્રતિ કલાકની ઝડપે આવતા પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમી પવનો પણ તાપમાનમાં ઘટાડો કરવામાં ફાળો આપી રહ્યા છે. આવામાં આ મહિને એક મહત્વનું પરિબળ ધુમ્મસ છે, જે લાંબા સમય સુધી રહે છે, તે સૂર્યપ્રકાશને સપાટી પર પહોંચતા અટકાવે છે અને અસર કરે છે.

રેડિએશન પર અસર થવાને લીધે દિવસમાં ગર્મી નથી થતી અને પછી રાત્રે તેની અસર વર્તાય છે. આ સાથે જેનામણિએ જણાવ્યું હતું કે, ધુમ્મસવાળી અને વાદળછાયી રાત સામન્યપણે ગરમીવાળી રાત સાથે સંકળાયેલી હોય છે. પરંતુ જો ધુમ્મસ બે કે તેથી વધુ દિવસ રહે તો એવામાં રાત્રે રણ ઠંડીનું જોર વધે છે.

પવનની ધીમી ગતિ તેમજ જમીનની સપાટીની નજીકનો ઉચ્ચ ભેજનું સવારે ભારત-ગંગાના મેદાનોના મોટા ભાગ પર ધુમ્મસની ચાદરની રચનામાં યોગદાન હોય છે. જો કે,આ પ્રદેશ પર પશ્ચિમી ખલેલની કોઈ ખાસ અસર જોવા મળતી ન હોવાથી, ઉતર-પશ્વિમમાં ફૂંકાતો કોલ્ડવેવ નીચા તાપમાનમાં ફાળો આપી રહ્યા છે. પશ્વિમી વિક્ષેપ ભૂમધ્ય પ્રદેશમાંથી આવતા તોફાનો પવનની દિશામાં થતા ફેરફાર સાથે સંકળાયેલા છે, જે ઉત્તર-પશ્ચિમ ભારતમાં પૂર્વીય પવનો લાવે છે.

દિલ્હીમાં ખરેખર તો સામન્યપણે ડિસેમ્બર અને જાન્યુઆરી માંસમાં કોલ્ડવેવ હોય જ થે, પરંતુ છેલ્લા એક દાયકાથી જાન્યુઆરીમાં શીત લહેરની સંખ્યા ઝીરોથી લઇને સાત સુધી રહી છે. જો કે, આ સિઝનમાં દિલ્હીમાં ડિસેમ્બર માસમાં આ પ્રકારનું વાતાવરણ ન હતું.

મળતી માહિતી અનુસાર ઉત્તર પશ્વિમ ભારતના કેટલાક ભાગોમાં મંગળવારે શીત લહેરની ગતિ ધીમી પડી ગઇ છે, તો દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે. IMDના તાજા સમાચાર અનુસાર, ઉત્તર-પશ્વિમ ભારતને અસરગ્રસ્ત પશ્વિમી વિક્ષેપ સાથે આગામી ત્રણ દિવસ ઉત્તર પશ્વિમ ભારતના મેદાનોમાં લઘત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી સુધી વધશે. જ્યારે આગામી 24 કલાકમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ અને બિહારના ભાગોમાં ગાઢ ધુમ્મસ યથાવત રહેવાની શક્યતા છે.

દિલ્હીના તાપમાન અંગે વાત કરીએ તો ગયા અઠવાડિયે ત્યાં મહત્તમ તાપમાન 16.1 ડિગ્રી 16.1 ડિગ્રી સેલ્સિયસ નીચું હતું, જે 12 જાન્યુઆરી સુધીમાં 20 ડિગ્રી સેલ્સિયસ આસપાસ પહોંચી શકે તેવી સંભાવના છે. આ દરમિયાન દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી આસપાસ વધી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ