Gujarat weather, North India Cold, Winter in North India : ગુજરાતમાં ઠંડીનો પારો ધીમે ધીમે નીચે ઉતરતો જાય છે. છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં વિવિધ જગ્યાએ આશરે બે ડિગ્રી જેટલું તાપમાન નીચે ઉતર્યું હતું. નલિયામાં બે દિવસમાં આશરે ત્રણ ડિગ્રી જેટલું તાપમાન નીચે ઉતર્યું હતું. કોલ્ડ વેવના કારણે લોકો ફરીથી થથરી રહ્યા છે. ગુજરાતમાં સૌથી વધારે ઠંડી નલિયામાં નોંધાઈ હતી. 10.4 ડિગ્રી સેલ્સિયસ સાથે ગુજરાતનું ઠંડું શહેર બન્યું હતું જ્યારે 20.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ઓખા સૌથી વધારે ગરમ શહેર રહ્યું હતું. ઉત્તર ભારતની વાત કરીએ તો મંગળવારે મોટાભાગના ઉત્તરી રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. હવામાન વિભાગ પ્રમાણે પંજાબ, ઉત્તર – પશ્વિમ રાજસ્થાન, જમ્મુ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ત્રિપુરાના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મર રહ્યું હતું. આજે બુધવારે પણ દિલ્હીમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે.
ગુજરાતમાં બે દિવસમાં સરેરાશ બે ડિગ્રી તાપમાન ઘટ્યું
ઉત્તર ભારતમાં પડી રહેલી કડકડતી ઠંડીની અસર ગુજરાત ઉપર જોવા મળી રહી છે. ગુજરાતમાં સૌથી વધારે ઠંડી નલિયામાં નોંધાઈ હતી. 10.4 ડિગ્રી સેલ્સિયસ સાથે ગુજરાતનું ઠંડું શહેર બન્યું હતું જ્યારે 20.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ઓખા સૌથી વધારે ગરમ શહેર રહ્યું હતું. ગુજરાતમાં વિવિધ જગ્યાએ 10 ડિગ્રીથી 15 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું હતું. ઉત્તર ગુજરાતના અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ હાડથીજવી દે આવી ઠંડી પડી રહી છે. ગૂગલ વેધર અપડેટ પ્રમાણે માઉન્ટ આબુમાં બુધવારે સવારે 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં મંગળવારે ક્યાં કેટલી ઠંડી પડી?
શહેર | મહત્તમ | લઘુત્તમ |
અમદાવાદ | 29.9 | 14.5 |
ડીસા | 29.2 | 14.7 |
ગાંધીનગર | 28.5 | 12.7 |
વલ્લભ વિદ્યાનગર | 30.0 | 12.9 |
વડોદરા | 30.4 | 11.6 |
સુરત | 31.2 | 14.6 |
વલસાડ | 31.0 | 19.0 |
દમણ | 29.6 | 14.0 |
ભુજ | 31.0 | 13.8 |
નલિયા | 30.4 | 10.4 |
કંડલા પોર્ટ | 28.3 | 16.0 |
કંડલા એરપોર્ટ | 29.0 | 15.6 |
ભાવનગર | 29.2 | 15.3 |
દ્વારકા | 30.0 | 18.6 |
ઓખા | 25.4 | 20.8 |
પોરબંદર | 30.4 | 15.0 |
રાજકોટ | 31.2 | 16.0 |
વેરાવળ | 31.2 | 19.0 |
દીવ | 30.0 | 17.0 |
સુરેન્દ્રનગર | 30.3 | 16.5 |
મહુવા | 31.2 | 13.5 |
આ પણ વાંચોઃ- Cold wave શીતલહેર શું છે? કેમ ઉત્તર-પશ્વિમ ભારત ઠંડીથી ધ્રુજી રહ્યુ છે?
આ રાજ્યોમાં વરસાદની આગાહી
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને શીત લહેર વચ્ચે હવામાન વિભાગે આગામી બે દિવસમાં વરસાદની આગાહી કરી છે. આ સિવાય જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આ અઠવાડિયે હિમવર્ષા થવાની સંભાવના છે. આ કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે, પરંતુ ધુમ્મસ ઘટી શકે છે. ભટિંડા અને આગ્રામાં સવારે 5.30 વાગ્યે 0 મીટર પર વિઝિબિલિટી નોંધાઈ હતી.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 11 જાન્યુઆરી ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ
જમ્મુ વિભાગ, ગંગાનગર, ચંદીગઢ, અંબાલા, પટિયાલા, બરેલી, લખનૌ, સુલતાનપુર, ગોરખપુર અને ભાગલપુરમાં 25 મીટર વિઝિબિલિટી જ્યારે હિસાર, બહરાઈચ, ગયા, પૂર્ણિયા અને કૈલાશહરમાં 50 મીટર નોંધાઈ હતી. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ધુમ્મસ ઘટાડવાની સ્થિતિમાં, દિલ્હી સહિત ઘણા શહેરોમાં વરસાદને કારણે શિયાળાની અસર વધી શકે છે.
હવામાન કેવું રહેશે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે ઠંડીની અસર ઓછી નહીં થાય. હવામાન વિભાગે આ મહિને અત્યાર સુધી સતત પાંચ દિવસ સુધી કોલ્ડ વેવની સ્થિતિ નોંધી હતી, જેમાં 8 જાન્યુઆરીએ સૌથી નીચું લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી સેલ્સિયસ હતું, જે 15 વર્ષમાં જાન્યુઆરીમાં બીજું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન હતું. હવામાન વિભાગે સોમવારે લઘુત્તમ તાપમાન 3.8 ડિગ્રી સેલ્સિયસ, શનિવારે 2.2 ડિગ્રી સેલ્સિયસ, શુક્રવારે 4 ડિગ્રી અને ગુરુવારે 3 ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું.