સુપ્રીમ કોર્ટે બુધવારે ચિંતા વ્યક્ત કરાત કહ્યું હતું કે હેટ સ્પીચ એટલા માટે થઈ રહી છે કે રાજ્ય નપુંસક, શક્તિહીન થઇ ગયા છે, જે સમય પર કોઇ કાર્યવાહી નથી કરતાં. કોર્ટે કહ્યું કે હેટ સ્પીચથી છૂટકારો મેળવવા માટે ધર્મને રાજનીતિથી અલગ રાખવી જોઇએ.
જસ્ટીસ કે એમ જોસેફ અને જસ્ટીસ બી વી નાગરથનાના બેંચે કહ્યું હતું કે જ્યારે આ બધુ થઇ રહ્યું હોય છે ત્યારે અમારી પાસે એક રાજ્ય કેમ છે. કોર્ટે કેરળના એક મલ્ટી મીડિયા પત્રકાર શાહીન અબ્લુલ્લાની અરજી ઉપર સુનાવણી કરતા કહ્યું હતું કે જેમાં કોર્ટના નિર્દેશ છતાં પણ હિન્દુ સંગઠનોની રેલીઓમાં ભડકાઉ ભાષણોને રોકવા માટે કોઈ કાર્યવાહી ન કરતા મહારાષ્ટ્ર પોલીસ સામે અવમાનનાની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
પીઠની ટિપ્પણી પર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે કેન્દ્ર ત્યારે પણ ચૂપ ન્હોતું જ્યારે મે 2022માં પીએફઆઈની એક રેલીમાં હિન્દુઓ અને ઇસાઇઓ સામે નરસંહારનું આહ્વાન કર્યું હતું અને કેરળ જેવું રાજ્ય ચુપ હતું. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે કોર્ટને જ્યારે આ અંગે જાણ થઇ હતી ત્યારે તેમણે સ્વતઃ સંજ્ઞાન કેમ ન લીધું.
કેન્દ્ર તરફથી મેહતાએ કોર્ટમાં કહ્યું કે તમિલનાડુંમાં ડીએમકેના એક પ્રવક્તાએ કહ્યું કે પેરિયાર જો પણ કહે છે તે થવું જોઇએ. જો તમે સમાનતા ઇચ્છોછો તો તમારે બધા બ્રાહ્મણોને મારવા જોઇએ. મેહતાએ એક ક્લિપ ચલાવવા માટે કોર્ટની મંજૂરી માંગી, જેમાં કેરળમાં મે 2022માં પીએફઆઇની રેલી દરમિયાન એક બાળકે કથિત રીતે હિન્દુઓ અને ઇસાઇઓ વિરુધ નરસંહારના નારા લગાવ્યા હતા.
આ પણ વાંચોઃ- karnataka elections : ભાજપની નજર 38 વર્ષ જૂના ઇતિહાસ પર, 1985 બાદ સતત બે વખત કોઈને નથી મળી જીત
ન્યાયમૂર્તિ જોસેફે કહ્યું કે તેના ઘટનાક્રમ અંગે અમે જાણીએ છીએ. મેહતાએ કહ્યું કે જો તમે એ જાણતા હોવ તો તમારે આ અંગે જાતે ધ્યાને લેવું જોઇતું હતું. તેમણે જણાવ્યું કે મોટી સમસ્યા ત્યારે થાય છે જ્યારે રાજનેતા સત્તા માટે ધર્મનો ઉપોયગ કરે છે. સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ નાગરત્ને કહ્યું કે દરેક બાજુથી ફ્રિંઝ તત્વ અભદ્ર ભાષામાં લિપ્ત છે. સવાલ એ છે કે આપણે ક્યાં જઇ રહ્યા છીએ. આપણી પાસે એક સમયે જવાહર લાલ નેહરુ અને અટલ બિહારી વાજપેયી જેવા વક્તા હતા. જેમને સાંભળવા માટે લોકો મીલો દૂરથી એકઠાં થતાં હતા. અડધી રાત્રે આઝાદી પર ભાષણ જુઓ.. દોહા સાથે વાજપેયીના ભાષણ જુઓ.. ગ્રામીણ ક્ષેત્રોથી લોકો તેમના ભાષણને સાંભળતા હતા. હવે લોકો ફાલતુ તત્વોને સાંભળવા આવે છે.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ 30 માર્ચ : રાજસ્થાન દિવસ, શીખ ધર્મ ગુરુ હર કિશન સિંહની પુણ્યતિથિ
જસ્ટિસ જોસેફે મહારાષ્ટ્રમાં રેલીઓ આયોજીત કરી રહેલા સકલ હિન્દુ સમાજ તરફથી રજૂ કરેલા વકીલને કહ્યું અમે એ કહેવા માંગીએ છીએ કે આઈપીસીમાં જોગવાઇ છે કે તેનું પાલન થવું જોઇએ. શક્તિ છે શક્તિનું પ્રદર્શન નહીં કરવામાં આવે. એ વિશેષ સમુદાયના સભ્યો સાથે શું થાય છે જે અલ્પસંખ્યક સમુદાયથી છે. તેમની પાસે બંધારણ અંતર્ગત અધિકાર પણ છે. આ એક એવો દેશ છે જે પોતાની આધ્યાત્મિક વિરાસતના સંદર્ભમાં આખી દુનિયા પર પ્રકાશ પાડે છે.





