કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું- RSS માંથી નીકળી છે AAP, ઓવૈસીની AIMIMને ગણાવી BJPની બી-ટીમ

Gujarat Election 2022: આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને ફક્ત કોંગ્રેસના વોટ કાપવા અને બીજેપીને મદદ કરવા માટે ઉતારશે - કોંગ્રેસ નેતા જયરામ રમેશ

Written by Ashish Goyal
November 02, 2022 22:36 IST
કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું- RSS માંથી નીકળી છે AAP, ઓવૈસીની AIMIMને ગણાવી BJPની બી-ટીમ
કોંગ્રેસ નેતા જયરામ રમેશ

Gujarat Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો ભલે હજુ જાહેર થઇ ના હોય પણ રાજનીતિક દળોનો ચૂંટણી પ્રચાર ઝડપથી ચાલી રહ્યો છે. ભાજપા અને આમ આદમી પાર્ટીના ટોચના નેતા રેલીઓ અને સભાઓ કરી રહ્યા છે. કોંગ્રેસે પણ પ્રચાર અભિયાન શરુ કર્યું છે પણ તેના મોટા નેતા હજુ જોવા મળતા નથી. આ દરમિયાન પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે બુધવારે હૈદરાબાદમાં કહ્યું કે આમ આદમી પાર્ટી કોઇ અલગ પાર્ટી નથી પણ ભાજપાની સહયોગી પાર્ટી છે. તેનો જન્મ 2012માં થયેલા ઇન્ડિયા અગેંસ્ટ કરપ્શનમાં થયો છે જે રાષ્ટ્રીય સ્વંયસેવકનું ફ્રન્ટ ઓર્ગેનાઇઝેશન છે.

તેમણે કહ્યું કે ભાજપા અને આમ આદમી પાર્ટીના મુદ્દા અને ભાષા લગભગ-લગભગ એક જેવી હોય છે. તે બન્ને એકબીજા સામે ક્યારેક બોલે છે તો ફક્ત દેખાડવા માટે રાજનીતિ હુમલો હોય છે. આમ આદમી પાર્ટી મીડિયામાં ઘણી જાહેરાતો આપી રહી છે. મીડિયામાં આપની જાહેરાતો ભરેલી છે, જમીની હકિકત કઇંક અલગ છે. ગુજરાતમાં અસલ મુકાબલો ફક્ત બીજેપી અને કોંગ્રેસ વચ્ચે છે. આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને ફક્ત કોંગ્રેસના વોટ કાપવા અને બીજેપીને મદદ કરવા માટે ઉતારશે.

આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીએ કરી અશોક ગેહલોતની પ્રશંસા, સચિન પાયલટે કર્યો કટાક્ષ

આ જ રીતે જયરામ રમેશે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ઉપર પણ પોતાનો મત રજુ કર્યો છે. તેમણે કહ્યું કે તે ભાજપા માટે કામ કરે છે. તે બીજું કશું નહીં પણ ભાજપાની બી ટીમ છે, જે ભાજપાથી ઓક્સિજન લઇને આરએસએસને મજબૂત બનાવવામાં લાગેલી છે.

તેમણે કહ્યું કે આપ અને એઆઈએમઆઈએમ બન્ને એક જેવી જ છે અને બન્નેનું કામ ભાજપાનો સહયોગ કરવાનું છે. બહાર હલ્લાબોલ ફક્ત લોકોને ભ્રમમાં નાખવા માટે છે હકિકતમાં વાત બીજી છે. કોંગ્રેસ પાર્ટીને જે રીતે ભારત જોડો યાત્રા દરમિયાન જન સમર્થન મળી રહ્યું છે તેનાથી સ્પષ્ટ છે કે કોંગ્રેસ પાર્ટી તરફ જનતાનો લગાવ સતત વધી રહ્યો છે. જેનાથી પાર્ટીએ નક્કી કર્યું છે કે ભારત જોડો યાત્રાની જેમ રાજ્ય સ્તરીય વ્યક્તિગત યાત્રા કાઢવામાં આવશે, જેની શરૂઆત અસમ અને ઓડિસાથી થઇ રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ