Arnabjit Sur: કોરોના મહામારીમાં લોકડાઉન સમયે દેશમાં ઘણા પરિવાર વિખુટા પડી ગયા હતા. આજે અહીંયા એવા જ એક પરિવારની મારે વાત કરવી છે. હું વાત કરું છું સુઝન માંઝીની. તેઓને કોવિડ 19 સમયે પોતાની પત્નિ અને 10 વર્ષના પુત્રથી ત્રણ વર્ષ સુધી દુર રહેવું પડ્યું હતું. વર્ષ 2020માં કોરોના મહામારી બાદ મુનમુન માંઝી (36) અને તેનો પુત્ર કોવિડ 19થી બચવા માટે ગુડગાંવના મારૂતિ વિહારમાં તેના બે બેડરૂમવાળા ફ્લેટમાં જ રહ્યા.
જ્યારે પ્રતિબંધ હળવા અને સ્થિતિ કાબુમાં આવતા એન્જિનિયર સુજાન માંઝીએ ઓફિસ જવા લાગ્યો, પણ તેની પત્નિ મુનમુને કોરોનાથી બચવા તેને ઘરમાં પ્રવેશતા અટકાવ્યો હતો. ત્યારપછી તેણે તેના ફ્લેટથી 100 મીટર દુર ભાડે મકાન રાખ્યુ અને વીડિયો કોલ દ્વારા તેના પરિવાર સાથે સંપર્કમાં રહ્યો હતો.
ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા સુઝન માંઝીએ જણાવ્યું હતું કે, “મારી પત્નીને પોતાને અને તેમના પુત્રને બહાર કાઢવા માટે સમજાવવું ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું. કારણ કે તેણીને ડર હતો કે બંને કોવિડનો સંક્રમણ કરશે. જ્યારે મેં ઓફિસ જવાનું શરૂ કર્યું ત્યારે તેણે મને કહ્યું કે, હું ત્યાં પણ નહીં રહી શકું.
આ પણ વાંચો: EPFO દ્વારા ઓફર કરાયેલ હાયર પેન્શન વિકલ્પ શું છે?
વધુમાં સુઝાને કહ્યું કે, થોડા સમયથી તેની પત્ની દર બે અઠવાડિયે કરિયાણું ખરીદવા માટે ઘરની નીકળે છે, પરંતુ તેમના પુત્રને બહાર જવા પર સખત પાબંદી લગાવી હોય છે. “જ્યારે પણ તે બહાર જતી, ત્યારે હું તેની સાથે નજીકના બજારમાં જતો અને તે એક સાથે ઘણી વસ્તુઓ ખરીદી લેતી હતી. જેથા વારંવાર બહાર જવું ના પડે.
આ સાથે સુઝને ઘ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, તેમની પત્નિની આ પ્રકારના વર્તનથી તેઓ તેના પુત્ર માટે ખુબ ચિંતિત છે. મારા પુત્રએ ત્રણ વર્ષથી તડકો લીધો જ નથી. મારો દીકરો 5માં ધોરણમાં અભ્યાસ કરે છે અને તેણે તેની અંતિમ પરીક્ષા આપવાની હતી, જે ઓફલાઇન હતી. જેને પગલે મારે તેની શાળાના આર્ચાર્યને ઓનલાઇન પરીક્ષા લેવા માટે વિનંતી કરી હતી, પરંતુ તે શક્ય ન બન્યું. તદ્દઉપરાંત મારો પુત્ર છેલ્લા ત્રણ વર્ષથી પડોશના બાળકો સાથે સંપર્કમાં નથી. મને તેની ખુબ ચિંત્તા થાય છે.
આવા સંજોગોમાં સુઝને તેના માતા-પિતા અને સંબંધીઓ થકી તેની પત્નિ મુનમુનને સમજાવવાનો ખુબ પ્રયત્ન કર્યો, પણ કોઇ ફાયદો થયો નહીં. નિરાશ થઇને તેણે પોલીસનો સહારો લેવો પડ્યો અને 13 ફેબ્રુઆરીએ ફરિયાદ નોંધાવી. પોલીસ અધિકારીઓેએ જણાવ્યું કે, મહિલાને ઘરની બહાર આવવા માટે સમજાવવું ઘણુ અઘરું કામ હતુ. વધુમાં એક અધિકારીએ જણાવ્યું હતુ કે, ફરિયાદ મળ્યા પછી તપાસ અધિકારીએ ફોન કરીને મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
મહિલાનો વિશ્વાસ જીત્યા પછી, ગુડગાંવ પોલીસની એક ટીમ સિવિલ હોસ્પિટલના તબીબી અધિકારી અને બાળ કલ્યાણ સમિતિના સભ્યો સાથે સોમવારે સાંજે ઘરની મુલાકાત લીધી. આખરે મંગળવારે બપોરે મુનમુન ચક્કરપુર પોલીસ ચોકી પર પહોંચી અને પોલીસે તેના પુત્રને બહાર જવા દીધો.