દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા કેસોની સંખ્યા 10 હજારને પાર પહોંચી છે. આ સાથે જ કોરોનાના દર્દીઓની સંખ્યાનો આંકડો 45 હજારની નજીક પહોંચ્યો છે.
તાજા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોન વાયરસના 10,158 નવા કેસ નોંધાયા છે. કોરોનાના દર્દીઓની સંખ્યા 44,998 સુધી પહોંચી ગઈ છે. એક દિવસ પહેલા કોરોના સંક્રમણના 7 હજારથી ઉપર નવા કેસો નોંધાયા હતા. કોરોનાની રફ્તાર જોતા સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. હોસ્પિટલમાં ચિકિત્સા સુવિધાઓને દુરુસ્ત કરવા માટે કામ ગતિમાં ચાલી રહ્યું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ભારતમાં એક દિવસમાં 10,158 કોરોનાવાયરસ કેસનો વધારો નોંધાયો છે, જે લગભગ આઠ મહિનામાં સૌથી વધુ છે.
આ પણ વાંચોઃ- વંદે ભારત એક્સપ્રેસ: કેવી રીતે હિમાલયની ખીણમાં મુસાફરીને શક્ય બનાવશે?
ગુરુવારે અપડેટ કરાયેલ ડેટા દર્શાવે છે કે સક્રિય કેસોની સંખ્યા વધીને 44,998 થઈ ગઈ છે. ભારતમાં બુધવારે 7,830 કોરોનાવાયરસ કેસ નોંધાયા હતા. દૈનિક પોઝિટિવ દર 4.42% નોંધાયો હતો જ્યારે સાપ્તાહિક પોઝિટિવ દર 4.02% હતો. સક્રિય કેસ હવે કુલ કેસના 0.10% છે.
આ પણ વાંચોઃ- કર્ણાટક ચૂંટણીઃ કર્ણાટક ભાજપમાં સત્તા પરિવર્તનના સંકેત, અનેક દિગ્ગજ નેતાઓ “હાંસિયામાં” ધકેલાયા
આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર દેશવ્યાપી કોવિડ -19 રિકવરી રેટ 98.71% નોંધવામાં આવ્યો છે. કેસમાં મૃત્યુદર 1.19% નોંધાયો હતો.
આ રોગમાંથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 4,42,10,127 થઈ ગઈ છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર દેશમાં કોવિડ રસીના 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.