supreme court judgement : ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા અધિકારીઓની સુપ્રીમ કોર્ટના એક નિર્ણયથી મુશ્કેલી વધી જવાની છે. સંવૈધાનિક બેન્ચે પોતાના મહત્વના નિર્ણયમાં તેમને સજા અપાવવાનો નવો રસ્તો કાઢ્યો છે. પાંચ જજોની બેન્ચે કહ્યું કે જો અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના મામલામાં સીધી સાબિતી ના હોય તો પણ તેમને સજા આપી શકાય છે. આવામાં પરિસ્થિજન્ય સાબિતી ( Circumstantial Evidence)ના આધારે તેમને સજા આપી શકાય છે.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે ભ્રષ્ટાચારના મામલામાં અવૈધ લાભ મેળવવાના આરોપમાં કોઇ પ્રત્યક્ષ સાબિતી ન હોવાની સ્થિતિમાં કોઇ અધિકારીઓને પરિસ્થિજન્ય સાબિતીના આધારે પણ દોષિત જાહેર કરી શકાય છે. જસ્ટિસ એસએ નઝીરની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બેન્ચે કહ્યું કે ફરિયાદકર્તાઓની સાથે-સાથે અભિયોજન પક્ષને પણ ઇમાનદાર પ્રયત્ન કરવો જોઈએ. જેથી ભ્રષ્ટ અફસરોને દોષિત જાહેર કરી તેને સજા આપી શકાય અને શાસન-પ્રશાસનને સ્વચ્છ અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવી શકાય.
આ પણ વાંચો – નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો આસાન થયો, યૂકે સુપ્રીમ કોર્ટમાં અપીલનો રસ્તો બંધ થયો
આ બેન્ચમાં જસ્ટિસ બીઆર ગવાઇ, જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ વી રામસુબ્રમણ્યન અને જસ્ટિસ બી વી નાગરત્ના હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઇ મૃત્યું કે કોઇ અન્ય કારણથી ફરિયાદકર્તા ઉપલબ્ધ નથી તો પણ અધિકારીને દોષિત જાહેર કરી શકાય છે. બેન્ચે કહ્યું કે જો ફરિયાદકર્તા નિવેદનથી ફરી જાય કે તેનું મૃત્ય થઇ જાય કે પછી સુનાવણી દરમિયાન તે સાબિતી રજુ કરવામાં અસમર્થ રહે તો કોઇ અન્ય સાક્ષીના મૌખિક કે દસ્તાવેજી સાબિતીને સ્વીકાર કરીને અપરાધને સાબિત કરી શકાય છે.
સંવૈધાનિક બેન્ચે કહ્યું કે કેસ નબળો પડવો જોઈએ નહીં. જ્યાં સુધી હોય આરોપને સાબિત કરવાનો દરેક સંભવ પ્રયત્ન કરવો જોઈએ. પાંચ જજોની બેન્ચે 22 નવેમ્બરે આ મામલામાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. કોર્ટે આજે પોતાના ફેંસલામાં ત્રણ જજોની બેન્ચનો પણ ઉલ્લેખ કર્યો. ત્રણ જજોએ ભ્રષ્ટાચારના મામલામાં કેટલીક મહત્વની વાતો પર પહેલા જ પ્રકાશ પાડ્યો હતો.પાંચ જજોની બેન્ચે કહ્યું કે તેમની કહેલી વાતને નજરઅંદાજ કરી શકાય નહીં.