Nirav Modi Case: ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને યૂકેની હાઇકોર્ટથી મોટો ફટકો લાગ્યો છે. તેની અપીલને કોર્ટ ફગાવી દીધી છે. આ પછી પ્રત્યાર્પણના નિર્ણય સામે યૂકેની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકશે નહીં. ગત મહિને નીરવને ભારત પ્રત્યાર્પણ કરવાના મામલામાં લંડન હાઇકોર્ટે એક મહત્વનો નિર્ણય આપ્યો હતો. નીરવે હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે ભારતમાં જેલોની હાલત ઘણી ખરાબ છે અને ત્યાં તેને જીવનો ખતરો પણ થઇ શકે છે. જોકે કોર્ટે કહ્યું કે નીરવને ભારતને હવાલે કરવાનો લોઅર કોર્ટનો નિર્ણય ખોટો નથી.
હાઇકોર્ટે ફગાવી દીધી હતી અરજી
હાઇકોર્ટમાં અપીલ ફગાવ્યા પછી નીરવ મોદી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. જોકે સુપ્રીમ કોર્ટમાં કોઇ અપીલ ત્યારે જ દાખલ કરી શકાય છે જ્યારે હાઇકોર્ટ એ કહી દે કે વર્તમાન કેસ સામાન્ય લોકો માટે મહત્વનો છે. જોકે આજની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું કે તેને નથી લાગતું કે આ કેસનું કોઇ મહત્વ લોકો માટે છે. નીરવ હવે યૂરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સના રુલ 39 અંતર્ગત અપીલ દાખલ કરી શકે છે. તેમાં તેને રાહત મળી શકે છે. આ તેના માટે આખરી વિકલ્પ હશે.
આ પણ વાંચો – ભારતમાં 2022માં ગુગલ પર આ 10 લોકોને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા, જાણો કોણ-કોણ છે સામેલ
તેમાં પેચ છે કે રુલ 39 ત્યારે જ લાગુ થઇ શકે છે જ્યારે કેસમાં ઘણું જલ્દી અને મોટા નુકસાનની સંભાવના હોય. એટલે કે જો અપીલ કરનાર વ્યક્તિના જીવને ખતરો હોય કે તેની સાથે અમાનવીય વર્તાવ કરવાની આશંકા હોય ત્યારે યૂરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સ પ્રત્યાર્પણ રોકી શકે છે. હાલ નીરવ મોદી લંડનની વોન્ડસવર્થ જેલમાં બંધ છે. તે અહીં માર્ચ 2019થી બંધ છે.
નીરવ મોદીએ કહ્યું – તેની માનસિક સ્થિતિ સારી નથી
નીરવે પોતાની અપીલમાં કહ્યું હતું કે ભારતની જેલોની હાલત ખરાબ છે. તેની માનસિક સ્થિતિ ઠીક નથી. જો તેને ભારત મોકલવામાં આવ્યો તો તે આત્મહત્યા જેવું પગલું ભરી શકે છે. બ્રિટન હાઇકોર્ટે પ્રત્યાપર્ણના સામે અરજીને ફગાવતા કહ્યું હતું કે આત્મહત્યાની પ્રવૃતિઓ દેખાડવી પ્રત્યાર્પણથી બચવાનો આધાર બની શકે નહીં.