સમગ્ર દુનિયામાં મોતનો તાંડવ મચાવનાર જીવલેણ કોરોનો વાયરસની મહામારી ચીન સહિત ઘણા દેશોમાં કહેર વરતાવી રહી છે અને ભારતમાં પણ તે ફેલાવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. ભારતે પણ સાવધાની રાખવાની બહુ જ જરૂરી છે. ચીનમાં કોરોના કહેરના સમાચારો વચ્ચે ભારતના પણ કેટલાંક ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમણનો સરેરાશ રાષ્ટ્રીય દર 0.21 ટકાના સામાન્ય સ્તર પર છે પરંતુ દેશના 3 ડઝન જેટલા જિલ્લાઓમાં આ દર 1 ટકા કે તેનાથી ઉપર છે અને આઠ જિલ્લામાં પાંચ ટકાથી ઉંચો દર નોંધાયો છે. આ આંકડા દેશના રાજ્યો અને લેબોરેટરીઓ દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (ICMR)ના પોર્ટલ પર ગત 16થી 22 ડિસેમ્બર દરમિયાન અપડેટ કરવામાં આવ્યા છે.
દેશના 684 જિલ્લાના કોરોના સંબંધિત આંકડા અનુસાર, દેશના આઠ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણનો દર પાંચ ટકાથી વધુ છે. આ 5 રાજ્યોમાં અરુણાચલ પ્રદેશના લોહિત જિલલામાં 5.88 ટકા, મેઘાલયના રી ભોઈ જિલલામાં 9.09 ટકા, રાજસ્થાનના કરૌલી જિલ્લોમાં 5.71 ટકા અને ગંગાનગર જિલ્લામાં 5.66 ટકા, તામિલનાડુના ડીંડીગુલ જિલ્લામાં 9.80 ટકા અનેઅને ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં 5.66 ટકા સંક્રમણ દર નોંધાયો છે. . હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આ વાયરસના સંક્રમણનો દર 14.29 ટકા અને ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં 11.11 ટકા નોંધાયો હતો.
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS), નવી દિલ્હીના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, કુલ મળીને કોરોના વાયરસના કેસોમાં અચાનક કોઈ વધારો થયો નથી અને ભારત હાલમાં સારી સ્થિતિમાં છે. ભારતમાં લોકોને કુદરતી રોગપ્રતિકારક શક્તિનો ફાયદો મળ્યો છે કારણ કે તેમનામાં ‘હાઇબ્રિડ ઇમ્યુનિટી’ વિકસી ગઇ છે. જો કે, આપણે સાવચેત રહેવાની અને સલામતીનાં પગલાંને અનુસરવાની જરૂર છે.
પ્રાપ્ત આંકડાઓ અનુસાર, દિલ્હીના દક્ષિણ-પૂર્વ જિલ્લામાં કોવિડ-19 વાયરસના સંક્રમણનો દર 1.13 ટકા, દક્ષિણ ગોવામાં 1.10 ટકા અને ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 2.67 ટકા છે. કેરળના આઠ જિલ્લામાં સંક્રમણ દર એક ટકાથી વધારે છે જેમાં તેમાંપથાનમથિટ્ટામાં 2.30 ટકા, કોટ્ટયમમાં 2.16 ટકા, કોલ્લમમાં 1.97 ટકા, એર્નાકુલમમાં 1.85 ટકા, ઇડુક્કીમાં 1.31 ટકા, કન્નુરમાં 1.29 ટકા, તિરુવનંતપુરમમાં 1.15 ટકા અને કોઝિકોડમાં 1.04 ટકા સંક્રમણ રેટ નોંધાયો છે. દર. તો રાજસ્થાનના આઠ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણનો દર એક ટકાથી વધુ રહ્યો છે. જેમાં કરૌલી જિલ્લામાં 5.71 ટકા, ગંગાનગરમાં 5.66 ટકા, નાગૌરમાં 4.88 ટકા, જયપુરમાં 3.37 ટકા, ભરતપુરમાં 1.85 ટકા, ચુરુમાં 1.72 ટકા, ઝુંઝુનુમાં 1.59 ટકા અને આમેરમાં 1.39 ટકા સંક્રમણ દર નોંધાયો છે. કર્ણાટકના બેંગ્લોર શહેરી વિસ્તારમાં સંક્રમણ દર 1.98 ટકા છે. ICMRના આંકડા અનુસાર હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં કોરોના સંક્રમણનો દર 4.04 ટકા, મંડીમાં 1.89 ટકા અને શિમલામાં 1.50 ટકા નોંધાયો છે.
આ પણ વાંચોઃ કોરોના વાયરસની દહેશત – જો આ લક્ષણો જોવા મળે તો થઇ જાવ સાવધાન
જમ્મુ-કાશ્મીર રાજ્યની વાત કરીયે તો બાંદીપોરામાં કોરોના વાયરસનો સંક્રમણ દર 3.30 ટકા, ડોડામાં 1.64 ટકા અને અનંતનાગમાં 2.33 ટકા નોંધાયો છે. મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં 1.63 ટકા, પુણેમાં 1.15 ટકા અને પંજાબ રાજ્યના શ્રી મુખ્તાર સાહિબમાં 1.15 ટકા, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં 2.48 ટકા સંક્રમણ દર નોંધાયો છે.