કોરોનાના ઓમિક્રોન સબવેરિયન્ટે ચીનમાં તબાહી મચાવી છે. તો, તેના વેરિઅન્ટ XBB 1.5એ અમેરિકામાં પણ તણાવ પેદા કર્યો છે. પરંતુ હવે ભારતમાં પણ આ સબવેરિયન્ટ સાથે જોડાયેલો પહેલો કેસ શુક્રવારે સામે આવ્યો છે.
વૈજ્ઞાનિકો હજુ પણ XBB સબવેરિયન્ટનો અભ્યાસ કરી રહ્યા છે
XBB એ બે અલગ-અલગ Omicron BA.2 સબવેરિયન્ટ્સનું ચલ છે. જ્યારે વૈજ્ઞાનિકો હજુ પણ XBB સબવેરિયન્ટનો અભ્યાસ કરવાના પ્રારંભિક તબક્કામાં છે. તેમણે ઉમેર્યું હતું કે, તે સબવેરિયન્ટનું વધુ નવું વર્ઝન સામે આવ્યું છે, જે XBB.1.5 તરીકે ઓળખાય છે.
પેકિંગ યુનિવર્સિટીના બાયોકેમિસ્ટ યુનલોંગ કાઓ અનુસાર, XBB.1.5 માત્ર XBB કરતાં વધુ પ્રતિરોધક નથી, તે ટ્રાન્સમિસિબિલિટીનું ઉચ્ચ સ્તર ધરાવે છે. વૈજ્ઞાનિક જેપી વેઈલેન્ડે જણાવ્યું હતું કે, XBB.1.5 ઓમિક્રોનના પ્રથમ લહેર (BA.1) થી કોઈપણ પ્રકાર કરતાં વધુ ઝડપી અને વધુ સુસંગત જણાય છે.
XBB.1.5 ની નોંધ થોડા અઠવાડિયા પહેલા JP Weiland દ્વારા કરવામાં આવી હતી. ઑક્ટોબરમાં, યુનલોંગ કાઓ અને સહકર્મીઓએ અહેવાલ આપ્યો હતો કે, XBB અને અન્ય ત્રણ સબવેરિયન્ટ્સ એવા લોકોના લોહીના નમૂનાઓમાં એન્ટિબોડીઝ માટે સંપૂર્ણપણે પ્રતિરોધક બની ગયા છે જેમને રસી આપવામાં આવી હતી અથવા કોવિડ સંક્રમણ હતુ, ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર, ચીનમાં કોરોના સંક્રમણના કારણે સર્જાયેલા તાંડવ બાદ ભારતમાં કેન્દ્ર સરકારે પણ તેની સામે લડવાની તૈયારી કરી લીધી છે.
જ્હોન્સ હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના વાઈરોલોજિસ્ટ એન્ડ્રુ પેકોઝે રોઈટર્સને જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઈ નવો વોરિએન્ટ કોઈ અલગ ભૌગોલિક વિસ્તારમાં જાય છે, ત્યારે તે તે વિસ્તારમાં મિનિ-વાઈરસ બની પ્રકોપ ફેલાવે છે. જોકે તેમણે કહ્યું હતું કે, આ XBB સબવેરિયન્ટન ગયા શિયાળામાં અસલ ઓમિક્રોન વેરિઅન્ટથી મોટા પ્રમાણમાં વૃદ્ધિ તરીકે જોતા નથી.
આ પણ વાંચો – કોવિડ-19 એલર્ટ: ચીન સહિત 6 દેશોમાંથી ભારત આવતા મુસાફરો માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજિયાત
ઓક્ટોબરમાં WHO એ જણાવ્યું હતું કે, XBB સબવેરિયન્ટનો વૈશ્વિક વ્યાપ 1.3% છે અને તે 35 દેશોમાં જોવા મળ્યો છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને ગયા અઠવાડિયે અંદાજ લગાવ્યો હતો કે, XBB સબવેરિયન્ટ દેશમાં પાંચમાંથી એક કેસ માટે જવાબદાર છે, જે એક મહિના અગાઉ માત્ર 3 ટકા હતો. યુનાઇટેડ સ્ટેટ્સમાં કોવિડ-19 કેસોમાં XBB 18.3% હોવાનો અંદાજ હતો, જે અગાઉના સપ્તાહમાં 11.2% હતો.