ભારતમાં નાકથી આપવામાં આવતી વેક્સીન એટલે કે નોઝલ કોવિડ વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે. સરકારે ભારત બાયોટેક કંપની દ્વારા વિકસીત નોઝલ કોવિડ વેક્સીન iNCOVACC ને કોરોના વાયરસના રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરી છે. આ દરમિયાન અગાઉ કોરોના વેક્સીનનો બુસ્ટર ડોઝ લેનાર વ્યક્તિ આ નોઝલ વેક્સીન મૂકાવી શકે કે નહીં તે અંગે કોવિડ વેક્સીન ટાસ્ક ફોર્સના વડાએ મોટી સ્પષ્ટતા કરી છે.
અગાઉ બુસ્ટર ડોઝ લેનાર વ્યક્તિ નોઝલ વેક્સીન લઇ શકે?
ચીનની સાથે સાથે ભારત સહિત સમગ્ર દુનિયામાં જીવલેણ કોરોના સંક્રમણ ફરી ફેલાવાની દહેશત સર્જાય છે. પરિસ્થિતિની ગંભીરતા સમજીને ભારત સરકાર પણ એક્શન છે અને સાવચેતીના ભાગરૂપે નોઝલ કોવિડ-19 વેક્સીનને મંજૂરી આપી છે. લોકોના મનમાં રહેલી મૂંઝવણોને દૂર કરતા ભારતના કોવિડ વેક્સિન ટાસ્ક ફોર્સના વડાએ મંગળવારે કહ્યું કે, અગાઉ કોરોના રસીનો બૂસ્ટર ડોઝ લેનાર વ્યક્તિને નોઝલ વેક્સીનનો ડોઝ આપી શકાય નહીં.
બુસ્ટર ડોઝ તરીકે મૂકાશે Nasal Vaccine
ભારતના વેક્સિન ટાસ્ક ફોર્સના વડા ડૉ. એન.કે. અરોરાએ એનડીટીવીને એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, આ ઇન્ટ્રાનાસલ વેક્સિનને પ્રથમ બુસ્ટર ડોઝ તરીકે આપવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિએ પહેલેથી જ બુસ્ટર ડોઝ લીધો હોય, તેમને આ નોઝલ વેક્સીન આપવામાં આવશે નહીં. આ નાકથી મૂકવામાં આવતી વેક્સીન માત્ર એવા લોકો માટે છે જેમણે હજુ સુધી પ્રીકોશનરી ડોઝ (Precaution Dose) લીધો નથી.

ચાર વખત વેક્સીન લેવાનો કોઈ અર્થ નથી
ડૉ. અરોરાએ ધ્યાન દોર્યું કે, CoWIN રસીકરણ કાર્યક્રમના ભાગ રૂપે ચોથો ડોઝ મૂકવામાં આવશે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું કે, “ધારી લો કે તમે કોવિડ વેક્સીનનો ચોથો ડોઝ લેવા ઇચ્છો છો. જો કોઈ વ્યક્તિને ચોક્કસ પ્રકારના એન્ટિજેન માટે વારંવાર રોગપ્રતિકારક શક્તિ આપવામાં આવે છે, તો શરીર પ્રતિસાદ આપવાનું બંધ કરી દે છે અથવા ખોટું રિએક્શન આપે છે. આ ધારણાને ‘એન્ટિજન સિંક’ કહેવામાં આવે છે.
વેક્સિન ટાસ્ક ફોર્સે સમજાવ્યું કે તેથી જ શરૂઆતમાં mRNAની રસીના ડોઝ છ મહિનાના અંતરે આપવામાં આવે છે. પાછળથી લોકો તેના ડોઝ ત્રણ મહિનાના અંતરે લઈ રહ્યા છે પરંતુ આવા કિસ્સામાં વધારે ફાયદો થયો નથી, તેથી હાલ કોરોના વેક્સીનના ચાર ડોઝ લેવાનો કોઈ અર્થ નથી.
શું નોઝલ વેક્સીન બાદ બુસ્ટર ડોઝ લેવામાં આવશે?
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું નોઝલ વેક્સીન લીધા બાદ લોકોને બુસ્ટર લેવાની જરૂર પડશે? ત્યારે ડૉ. અરોરાએ જણાવ્યુ કે, “એ વાતના કોઇ પુરાવા નથી કે વધારે વેક્સીનના ડોઝની જરૂર પડશે કે નહીં. અહીંયા સુધી કે જે દેશોમાં લોકોએ કોરોના વેક્સીનના ત્રણ ડોઝ લીધા છે ત્યાં લોકો આ વાયરસથી પીડિત છે.
આ પણ વાંચોઃ નેઝલ વેક્સીનની કિંમત? જાણો કેટલો લાગશે GST ચાર્જ
નોઝલ વેક્સીન કોને મુકાશે?
18 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ નોઝલ વેક્સીન મૂકાવી શકે છે. ડૉ. અરોરાએ સમજાવ્યું, “તે ખૂબ જ સરળ છે. પ્રત્યેક Nostrilમાં ચાર ટીપાં, કુલ 0.5 મિલી વેક્સીન નાકમાં નાંખવામાં આવે છે. થોડાક સમય માટે નાકમાં બ્લોકેઝ થવા સિવાય બહુ ઓછી ઓછી આડઅસર છે. આ ખૂબ જ સલામત રસી છે.