ભારત બાયોટેકની ઇન્ટ્રાનેઝલ વેક્સિન iNCOVACC ને ગયા અઠવાડિયે ભારતના covid-19 રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરાઈ હતી. ભારત બાયોટેક ખાનગી હોસ્પિટલોને એક ડોઝ 800 રૂપિયામાં આપશે. આ ઉપરાંત તેના ઉપર પાંચ ટકા જીએસટી પણ લાગશે.
પ્રાઇવેટ હોસ્પિટલમાં એક ડોઝની કિંમત લગભગ એક હજાર રૂપિયા:
મની કંટ્રોલની રિપોર્ટ મુજબ પ્રાઇવેટ હોસ્પિટલોને covid-19 વેક્સિન ( covid-19 vaccine) ના દરેક ડોઝ માટે ટેકસના રૂપમાં 150 રૂપિયા સુધીનો ચાર્જ લેવાની પરવાનગી છે. આ ચાર્જ સાથે વેક્સીનના એક ડોઝની કિંમત લગભગ 1000 રૂપિયા થઈ શકે છે. અહી જણાવી દઈએ કે સેંટ લુઇસમાં વોશિંગટન યુનિવર્સિટી દ્વારા લાઇસન્સ પ્રાપ્ત ટેક્નોલોજી પર આ વેક્સિનને વિકસિત કરાઈ છે.
આ પણ વાંચો: વેણુગોપાલ ધૂતના વીડિયોકોન ગ્રૂપનું કથિત ₹ 90 હજાર કરોડનું લોન કૌભાંડ
જાન્યુઆરીના અંત સુધીમાં પ્રાઇવેટ વેક્સિનેશન સેન્ટર પર વેક્સીન થશે ઉપલબ્ધ
ઇન્ટ્રાનેઝલ વેક્સીનને પહેલા કો- વેક્સીન (Covaxin) કે કોવીશીલ્ડ (Covishield) ની સાથે સંપૂર્ણ રીતે રસી મેળવનારા લોકો માટે બુસ્ટર ડોઝના રૂપમાં અપ્રુવ કરાઈ હતી. તેની સાથે જાન્યુઆરીના અંત સુધી આ COVID-19 વેક્સીનના બંને ડોઝ માટે લોકો માટે આ પ્રાઇવેટ વેક્સિનેશન સેન્ટર પર ઉપલબ્ધ થશે.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું હતું કે, ભારત બાયોટેક પોતાના ઇન્ટ્રાનેજલના મૂલ્ય નિર્ધારણ માટે અમારી પાસે પહોંચ્યા હતા અને હવે આ મંજૂરી અપાઈ છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં એક મહિનાથી પણ ઓછા સમયમાં રસી ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો: Upcoming IPO: વર્ષ 2022ની તુલનાએ 2023માં બમણાં IPO આવવાની અપેક્ષા
અહીં જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે બધી (ઉંમરના ખાસ કરીને નબળી ઇમ્યુનીટી વાળા લોકો) લોકોને દેશમાં COVID-19 ની લહેરની આપત્તિ વખતે કોરોના વાયરસ વિરુદ્ધ સાવચેતી પૂર્વક ડોઝ લેવાનો આગ્રહ કર્યો હતો. પાડોશી દેશ ચીનમાં હાલ કોરોના વાયરસ સંબંધિત બધા પ્રતિબંધો હટાવી દીધા હતા તેથી મોટા પ્રમાણમાં સંક્રમણ કેસ સામે આવ્યા હતા.
નેઝલ ડ્રોપ વેક્સીન (nasal drops vaccine) નો ઉપયોગ કરવો સરળ છે કેમ કે આ ડ્રોપરની મદદથી નાકમાં નાખવામાં આવે છે. ભારત બાયોટેક વેબસાઈટ અનુસાર મ્યુકોસલ લાઇનિંગ દ્વારા પૂરતું શોષણ થાય તેની ખાતરી કરવા માટે માથું પાછળ નમેલું રાખીને 30 સેકન્ડના અંતરાલમાં 4 ટીપા રસી નાખવાની છે.