વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ સંબંધિત સ્થિતિ અને સાર્વજનિક સ્વાસ્થ્ય તૈયારીઓની સમીક્ષા વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1134 નવા કોરોના વાયરસના કેસો નોંધાયા હતા. સક્રિય કેસો વધીને 7026 થયા છે. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા, સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીન પવાર, સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ, આઇસીએમઆરના રાજીવ બહલ, નીતિ આયોગથી વીકે પોલ, ગૃહ સચિવ અજય ભલ્લા અને પીએમઓના અન્ય અધિકારીઓ હાજર હતા.
વડાપ્રધાન કાર્યાલયે આપેલી જાણકારી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વાયરસ અને ઇન્ફ્યુએન્ઝાની સ્થિતિનું અવલોકન કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠક દેશમાં એન્ફ્લુએન્ઝાના કેસોમાં વધારો અને છેલ્લા બે સપ્તાહમાં કોરોના વાયરસના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કરાઈ છે.
ટેસ્ટ- ટ્રેક-ટ્રીટ-ટીકાકરણની રણનીતિ પર જોર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ વાત ઉપર પ્રકાશ પાડ્યો હતો કે કોવિડ-19 મહામારી ખતમ નથી થઈ. નિયમિ આધાર પર દેશભરમાં સ્થિતિ પર નજર રાખવી જરૂરી છે. વડાપ્રધાને ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-ટીકાકરણ અને કોવિડ ઉપયુક્ત વ્યવહારને પાંચ ગણી રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરવા, લેબે ટેસ્ટિંગ વધારવા અને દરેક ગંભીર શ્વસન બીમારીની તપાસ કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત હોસ્પિટલોને દરેક પ્રકારની સ્થિતિઓ માટે તૈયાર રાખવા માટે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલોની તૈયારીઓને સુનિશ્ચિત કરવા માટે મોક ડ્રિલનું આયોજન થવું જોઇએ.
આ પણ વાંચોઃ- કોવિડ -19 ચેપ પછી સ્ત્રી તેના પિતાને ઓળખવામાં નિષ્ફળ: શું વાયરસ છે ફેસ બ્લાઈન્ડનેસનું કારણ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્દેશ આપ્યો કે રાજ્યની સાથે IRI/SARI કેસોનું પ્રભાવી અવલોકન અને ઇન્ફ્લૂએન્ઝા, SARS-CoV-2 અને એડેનોવાયરસની મોનિટરિંગ કરવી જોઈએ. આ ઉપરાંત વડાપ્રધાને પુરતા બેડ અને સ્વાસ્થ્ય માનવ સંસાધનોની ઉપલબ્ધતાની સાથે સાથે ઇન્ફ્લૂએન્ઝા અને કોવિડ-19 માટે જરૂરી દવાઓ અને અન્ય સામાનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.
હોસ્પિટલ પરિસરમાં માસ્ક પહેરવા પર મૂક્યો ભાર
પીએમઓ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓને નિર્દેશ કર્યો હતો કે INSACOG જીનોમ સીક્વન્સિંગ લેબ્સની સાથે પોઝિટિવ સેંપલ્સની સંપૂર્ણ જીનોમ અનુક્રમણને વધારવાનો આદેશ આપ્યો છે. પીએમએ દર્દી, હેલ્થ પ્રોફેસનલ અને સ્વાસ્થ્ય કર્મચારીઓને હોસ્પિટલ પરિસરમાં માસ્ક પહેરવા સહિત કોવિડ ઉપયુક્ત વ્યવહાર ઉપર ભાર મૂક્યો છે. તેમણે એ વાત ઉપર પણ ભાર મૂક્યો કે વરિષ્ઠ નાગરિકો અને સહ રુગ્ણતા વાળા લોકો ભીડ-ભાડવાળા વિસ્તારમાં જતા સમયે માસ્ક પહેરવું જરૂરી છે.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ 23 માર્ચ : ‘શહીદ દિવસ’ – મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ
બીજી તરફ કેરળના સ્વાસ્થ્યમંત્રી વીના જોર્જે જણાવ્યું હતું કે રાજ્યમાં કોવિડ-19ના કેસોમાં સામાન્ય વૃદ્ધિ થઈ છે. મંગળવારે 172 કેસો સામે આવ્યા છે. સક્રિય મામલા 1026 છે, 111 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દરેક જિલ્લાઓમાં એલર્ટ આપી દીધું છે. મહારાષ્ટ્રમાં આજે 334 નવા કોવિડ કેસો સામે આવ્યા છે.