scorecardresearch

કોવિડ -19 ચેપ પછી સ્ત્રી તેના પિતાને ઓળખવામાં નિષ્ફળ: શું વાયરસ છે ફેસ બ્લાઈન્ડનેસનું કારણ?

Face Blindness : ફેસ બ્લાઈન્ડનેસ (Face Blindness), જેને પ્રોસોપેગ્નોસિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ન્યુરોલોજીકલ (Neurological ) સ્થિતિ છે જે વ્યક્તિની ચહેરાને ઓળખવાની ક્ષમતાને અસર કરે છે.

Face blindness, also known as prosopagnosia, is a neurological condition
ચહેરાના અંધત્વ, જેને પ્રોસોપેગ્નોસિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ન્યુરોલોજીકલ સ્થિતિ છે

જ્યારે એક 28 વર્ષીય મહિલા ગ્રાહક સેવા પ્રતિનિધિ અને પોટ્રેટ પેઇન્ટર, કોવિડ-19 સંક્રમણનો ભોગ બની હતી ત્યારે વધારે તાવ, ખાંસી અને ફીટ જેવા લક્ષણોનો અનુભવ થયો જે ઓક્સિજનની અછતને કારણે બેહોશ થવા તરફ દોરી જાય છે. છાતી, શ્વાસ લેવામાં તકલીફ, ઝાડા થવા અને સ્મેલ અને સ્વાદની ન આવે.

કૉર્ટેક્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, તેણે દિશાહિનતા (disorientation ) અનુભવતી હતી, “આ ખામીઓને કારણે તેના પ્રાથમિક સંભાળ રાખનારે તેને ઇમરજન્સી વિભાગ (ED) માં સંભાળ લેવા મોકલ્યા હતા. ED પર, સીટી સ્કેનથી તેના મગજમાં કોઈ સક્રિય રક્તસ્ત્રાવ જોવા મળ્યો નથી, અને તેને રજા આપવામાં આવી હતી.”

જો કે, જૂન 2020 માં, જ્યારે કોવિડ-19 થયા પછી પ્રથમ વખત તેના પરિવાર સાથે સમય પસાર કર્યો હતો, ત્યારે મહિલાએ તેના પિતાને ઓળખી શકી નોહતી. તેને સંશોધકોને હતું કે “મારા પપ્પાનો અવાજ અજાણી વ્યક્તિના ચહેરા પરથી આવ્યો,” તે હવે ઓળખ માટે લોકોના અવાજો પર આધાર રાખે છે તે શેર કરતાં, મહિલાએ કહ્યું કે તે અગાઉ ચહેરો દોરવામાં સક્ષમ હતી અને દર 15-30 મિનિટે માત્ર એક રેફરન્સ ફોટો જ જોઈ, હવે તે ચિત્ર દોરતી વખતે ફોટોગ્રાફ્સ પર નિર્ભર છે.

અભ્યાસ લેખકોએ લખ્યું હતું કે, “તેના માટે ચહેરો ઓળખવો મુશ્કેલ થતું જાય છે,” તેણે શેર કરીને કહ્યું કે તે હવે ઓળખના હેતુઓ માટે લોકોના અવાજો પર ખૂબ આધાર રાખે છે. કેસ સ્ટડીમાં, પ્રોસોપેગ્નોસિયા અથવા ચહેરાના અંધત્વનું (ફેસ બ્લાઇન્ડનેસ) નિદાન કરવા માટે વપરાતા ચારેય ચહેરાના ઓળખ પરીક્ષણમાં તેને ખરાબ સ્કોર કર્યો હતો. તેણે પણ જણાવ્યું કે, તેના COVID-19 ચેપથી, તેન તેની નેવિગેશન ક્ષમતાઓમાં “નોંધપાત્ર” ખામીઓ અનુભવી છે, જે વારંવાર પ્રોસોપેગ્નોસિયા સાથે થાય છે.”

આ પણ વાંચો: વિશ્વ જળ દિવસ: શા માટે ઉજવવામાં આવે છે? ભારતમાં ભૂગર્ભજળએ સમસ્યા

અન્ય લોકોને સમાન સમસ્યાઓનો અનુભવ થયો હતો કે કેમ તે શોધવા માટે, સંશોધકોએ 54 વ્યક્તિઓનું સર્વેક્ષણ કર્યું જેઓ તેમની ન્યુરોસાયકોલોજિકલ ક્ષમતાઓ વિશે લાંબા સમયથી કોવિડ ધરાવતા હતા. તેમાંના મોટા ભાગના વિઝ્યુઅલ ઓળખ અને નેવિગેશન ક્ષમતાઓમાં ઘટાડો નોંધે છે. લેખકોએ કહ્યું કે આ તારણો સૂચવે છે કે કોવિડ -19 ગંભીર અને પસંદગીયુક્ત ન્યુરોસાયકોલોજિકલ ક્ષતિઓનું કારણ બની શકે છે, લાંબા સમય સુધી કોવિડ ધરાવતા દર્દીઓમાં આ સમસ્યાઓ સામાન્ય છે.

ચહેરો અંધત્વ (face blindness) શું છે?

ફેસ બ્લાઈન્ડનેસ, જેને પ્રોસોપેગ્નોસિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ન્યુરોલોજીકલ સ્થિતિ છે જે વ્યક્તિની ચહેરાને ઓળખવાની ક્ષમતાને અસર કરે છે. દિલ્હીની એક હોસ્પિટલના ડૉ રવિન્દ્ર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “તે ચહેરાની ધારણાની વિકૃતિ છે જ્યાં મગજને ચહેરાને ઓળખવામાં મુશ્કેલી પડે છે, “

સંમત થતા, ડૉ. પવન પાઈ, કન્સલ્ટન્ટ ઈન્ટરવેન્શનલ ન્યુરોલોજિસ્ટ, વોકહાર્ટ હોસ્પિટલ્સ, મીરા રોડ, જણાવ્યું હતું કે તે એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જેને સમયસર તબીબી સારવારની જરૂર છે.

લક્ષણો

ડૉ. પાઈના જણાવ્યા મુજબ, મુખ્ય લક્ષણ એ છે કે વ્યક્તિ જે લોકોને ઓળખે છે તેમના ચહેરાને પણ ઓળખવામાં નિષ્ફળ જાય છે. “અન્ય ચિહ્નો વ્યક્તિના ચહેરા પરની લાગણીઓને ઓળખવામાં અસમર્થતા, લોકોના જેન્ડર અથવા ઉંમરને ઓળખવામાં સક્ષમ ન હોવા, અને કાર, પ્રાણીઓ, વ્યક્તિનું જેન્ડર અને ફિલ્મના પાત્રોને ઓળખવામાં સક્ષમ ન હોવાના હોઈ શકે છે,” આ લક્ષણો રોજિંદા જીવનમાં સમસ્યાઓ તરફ દોરી શકે છે.

તે શેના કારણે થાય છે?

જ્યારે ચહેરાના અંધત્વ (ફેસ બ્લાઈન્ડનેસ) નું ચોક્કસ કારણ સંપૂર્ણપણે સમજી શકાયું નથી, તે મગજના ફ્યુસિફોર્મ ગાયરસમાં અસાધારણતા સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે, જે ચહેરાની ઓળખ માટે જવાબદાર છે, ડૉ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે “કેટલાક કિસ્સાઓમાં, તે જન્મથી હોઈ શકે છે, જ્યારે અન્યમાં તે મગજની ઈજા અથવા ન્યુરોલોજીકલ ડિસઓર્ડરનું પરિણામ હોઈ શકે છે. વધુ મહત્ત્વની વાત એ છે કે જ્યારે Rt. ફ્યુસિફોર્મ ગાયરસ સામેલ હતું, તે ચહેરાના અંધત્વનું કારણ બને છે.

ડૉક્ટર પાઈએ ઉમેર્યું હતું કે આ સ્થિતિ પરિવારોમાં પણ થાય છે. “વધુમાં, મગજને નુકસાન, સ્ટ્રોક, માથામાં ઈજા, અલ્ઝાઈમર રોગ અને મગજની બળતરા જે એન્સેફાલીટીસ છે તે પણ આ સમસ્યા તરફ દોરી શકે છે.”

આ પણ વાંચો: ડાયાબિટીસના કંટ્રોલથી લઈને વજન ઘટાડવામાં કરે મદદ, આ બીન્સ અનેક સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર

કોવિડ-19 અને ફેસ બ્લાઇન્ડનેસ વચ્ચે શું છે સંબંધ?

તેના પર તાજેતરના અભ્યાસને સ્વીકારતા, નિષ્ણાતોએ નોંધ્યું કે કોવિડ -19 અને ચહેરાના અંધત્વ વચ્ચેના સંબંધની પુષ્ટિ કરવા માટે વધુ સંશોધનની જરૂર છે.ડૉ શ્રીવાસ્તવે સ્પષ્ટ કહ્યું હતું કે, “COVID-19 અને ચહેરાના અંધત્વ વચ્ચેની ચોક્કસ કડી હજુ સુધી સંપૂર્ણ રીતે સમજી શકાયું નથી. જો કે, તે મગજ અને નર્વસ સિસ્ટમ પર વાયરસની અસર સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. COVID-19 ન્યુરોલોજીકલ લક્ષણોની શ્રેણી સાથે સંકળાયેલું છે, અને એવું માનવામાં આવે છે કે વાયરસ રક્ત-મગજની અવરોધને પાર કરી શકે છે અને મગજને સીધી અસર કરી શકે છે. આ સંભવિત કડી પાછળની પદ્ધતિઓ સમજવા માટે વધુ સંશોધનની જરૂર છે.”

સંમત થતાં, ડૉ. પાઈએ કહ્યું કે કોવિડ-19 વ્યક્તિની જ્ઞાનાત્મક અને ગ્રહણશક્તિને અસર કરી શકે છે, જેનાથી ચહેરાના અંધત્વ થઈ શકે છે. ” તેના વિશે જાગૃત રહેવું જરૂરી છે”

કેવી રીતે કરવો સામનો?

ડૉક્ટર શ્રીવાસ્તવે સૂચવ્યા મુજબ ચહેરાના અંધત્વ (face blindness) નો સામનો કરવાની કેટલીક રીતો અહીં છે

તમે લોકોને મળો તે પહેલાં તેમની આ ફેસ બાઈન્ડનેસની સ્થિતિ વિશે જણાવો.
તમારી નજીકના લોકોને ફેસ ઓળખવામાં મદદ માટે કહો.
લોકોને પોતાનો પરિચય આપવા કહો.
જ્યારે તમે તેમને ગ્રીટ કરો છો, ત્યારે તેઓને અલગ પાડવા માટે લોકોના અવાજો અથવા બોડી લેંગ્વેજનો ઉપયોગ કરો.
વ્યક્તિની વિશિષ્ટ વિશેષતાઓની નોંધ રાખો, જેમ કે હેરસ્ટાઇલ, જ્વેલરી અથવા એસેસરીઝ.
નેમ ટૅગ્સનો ઉપયોગ કરો અથવા સહકર્મીઓના નામ અને તેઓ કામ પર ક્યાં બેસે છે તે લખો.

Web Title: Covid 19 face blindness prosopagnosia neurological impairments symptoms causes impact on brain health tips awareness ayurvedic life style

Best of Express