વિશ્વ જળ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ, તાજા પાણીના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને પાણીનો બગાડ થતો અટકાવા લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે, સંયુક્ત રાષ્ટ્ર દર વર્ષે 22 માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવણીની જાહેર કરી હતી. વર્લ્ડ વોટર ડે 2023 ની થીમ ”પાણી અને સ્વચ્છતાની કટોકટીના ઉકેલ માટે પરિવર્તનને વેગ આપવો”
વિશ્વ જળ દિવસનું મુખ્ય ધ્યાન ટકાઉ વિકાસ લક્ષ્ય ( Sustainable Development Goal) 6: 2030 સુધીમાં બધા માટે પાણી અને સ્વચ્છતાની સિદ્ધિને સમર્થન આપવાનું છે.
વિશ્વ જળ દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
યુએનની વેબસાઈટ મુજબ, આ આંતરરાષ્ટ્રીય દિવસનો વિચાર 1992નો છે, જે વર્ષે રિયો ડી જાનેરોમાં પર્યાવરણ અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદ યોજાઈ હતી. તે જ વર્ષે, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ એક ઠરાવ અપનાવ્યો હતો જેના દ્વારા દર વર્ષે 22 માર્ચને 1993 થી શરૂ કરીને મનાવવા માટે વિશ્વ પાણી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Earthquake Updates: અફઘાનિસ્તાન-પાકિસ્તાનમાં ભૂકંપે મચાવી તબાહી, 19ના મોત, અનેક ઘાયલ
પછી, અન્ય ઉજવણીઓ અને કાર્યક્રમો ઉમેરવામાં આવ્યા હતા. દાખલા તરીકે, જળ ક્ષેત્રમાં સહકારનું આંતરરાષ્ટ્રીય વર્ષ 2013, અને ટકાઉ વિકાસ માટે વર્તમાન આંતરરાષ્ટ્રીય દાયકા, 2018-2028 પાણીના બગાડ પર એક્શન લેવા માટે ઉમેરવામાં આવ્યા હતા.તેનો ઉદ્દેશ્ય એ પ્રકાશિત કરવાનો છે કે પાણી અને સ્વચ્છતાનાં પગલાં ગરીબી ઘટાડવા, આર્થિક વૃદ્ધિ અને પર્યાવરણીય ટકાઉપણું માટે ચાવીરૂપ છે.
આ પણ વાંચો: આજનો ઇતિહાસ 22 માર્ચ : વિશ્વ જળ દિવસ – ‘જળ છે તો જીવન છે’
ભારતમાં શું સ્થિતિ?
ભારતમાં, સ્વચ્છ પાણીનો અભાવ એ એક સતત પડકાર છે જેનો દેશ ઘણા વર્ષોથી સામનો કરી રહ્યો છે.
વિશ્વ સ્તરે પર જોઈએ તો પાણીનો 67 ટકા ખેતીમાં, 23 ટકા ઉદ્યોગમાં અને 8 ટકા ઘરેલુ કામોમાં ઉપયોગ થાય છે. યુનાઇટેડ નેશન્સના ફૂડ અને અગ્રિકલચર ઓર્ગેનાઇઝેશનની રિપોર્ટ મુજબ, ભારતમાં જળ સંકટનું કારણ વધારે ભૂગર્ભ જળનો વપરાશ છે, કેન્દ્રીય ભૂજળ બોર્ડ અનુસાર ભરમાં સિંચાઈ માટે દર વર્ષે 230 અરબ ઘન મિટિર ભૂગર્ભ નીકળે છે, જેથી દેહસના મોટા ભાગમાં ભૂગર્ભ જળનું સ્તર ઓછું થઇ જાય છે. જો કે ભારતમાં 88 ટકા ભૂગર્ભ જળ સિંચાઈમાં ઉપયોગમાં લેવાય છે. 9 ટકા ઘરેલુ વપરાશ અને ઉદ્યોગમાં લગભગ 3 ટકા પાણીનો વપરાશ થાય છે.